SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ त्रयोविंशतितमःगुणवर्णन. All : વે માર્ગનુસારીના પાંત્રીશ ગુણ પિકી બાવાશમાં ગુણનું વ ન પુરૂ કરી કમથી પ્રાપ્ત થયેલ પોતાના અથવા પરના બળાબળને જાણવારૂપ” ગ્રેવીસમા ગુણના વિવરણને [ઇંગને પ્રારંભ કરે છે. પિતાની અથવા બીજાની શકિતને એટલે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ વિગેરે. થી કરેલા સામાને જાતે અને તેવી જ રીતે સ્વપરના અસામર્થ્યને પણ જાણુતે એવો પુરૂષ ધર્મને થાય છે. પોતાના અને બીજાના બેલાબેલનું જ્ઞાન થયે છતે ખરેખર સઘળો આરંભ સફળ થાય છે, નહી તે તે સઘળો આરંભ નિફળ છે. કહ્યું છે કે -- स्थाने शमवतां शक्त्या, व्यायामे वृधिरङ्गिनाम् । अयथावतमारंनो, निदानं दयसम्पदः ॥ १ ॥ શબ્દાર્થ શકિતની પિગ્યતા પ્રમાણે પરિશ્રમ કરવામાં આવે તો ઉપશમવાળા પ્રાણિઓની સંપદા વૃદ્ધિ પામે છે અને શકિતનું ઉલ્લંઘન કરી જે આરંભ પરિશ્રમ કરે છે તે સંપત્તિના વિનાશનું કારણ છે. ૧ ભાવાર્થ—અનુચિત કાયને આરંભ કર, પ્રજાની સાથે વિરોધ કરે, બળવાન પુરૂષની સાથે સ્પદ્ધ કરવી અને સ્ત્રી જનને વિશ્વાસ કરે એ ચારે મૃત્યુ નાં દ્વાર છે. સ્વ અને પરના બળાબળ વિગેરેના જ્ઞાન પૂર્વક કાયને આરંભ કરવાથી યશ, સ્વાર્થની સિદ્ધિ અને મહિમા વિગેરેની પ્રાપ્તિ થાય છે. લક્ષણવતી નગરીના અધિપતિ લક્ષણસેન રાજાના મંત્રી કુમારદેવની પેઠે કીતિ વિગેરે થાય છે. તેજ વૃત્તાંતને ગ્રંથકાર મહારાજ પ્રતિપાદન કરે છે. લક્ષણાવતી નગરીને વિષે લક્ષણસેન નામે રાજા રાજ્ય કરતા હતા અને તેને બીજું જીવિત હોય તેની પેઠે કુમારદેવ નામે મંત્રી હતા. તેજ સમયમાં
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy