SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ એકાદશ ગુણ વર્ણન. અને જે પેાતાના આર‘ભેલા ઉત્તમ કાર્યના પ્રાણાંતે પણ ત્યાગ કરતા નથી તેમજ અકર્ત્તવ્યને પણ કાઇ પ્રકારે અંગીકાર કરતા નથી તે પેાતાની ધારેલી તેમ શીઘ્ર પાર પાડી શકે છે, હાલ તેા કર્ત્તવ્યના વિચાર કર્યા શિવાય અજ્ઞાનથી ગતાનુગતિક પ્રવૃત્તિ કરવામાં પોતાનું કર્ત્તવ્ય માને છે તેથી કત્તવ્યને બદલે અકર્ત્તવ્યને કર્ત્તવ્ય સમજી તેના આરલ કરવામાં આવે છે, માટે પેાતાની ધારેલી તેમ પાર પાડી શક્તા નથી; માટે પોતે આર ભેલા ગમે તેવા કાર્યને વચ્ચમાંજ મુકી દેવુ' પડે છે અને તેથી અતાભ્રષ્ટ તતભ્રષ્ટ થાય છે. માટે કાર્ય કરતાં પહેલાં ઉપર બતાવ્યા પ્રમાણે વિચાર કરવા અને પછી આભેલા સારા કાર્યને પ્રાણાંત થતાં પણ તે કાર્યને ત્યાગ કરવે નહીં, તેવીજ રીતે પેાતાને, સ્વજનને, દેશને, જાતિને અને રાજને જે અહિતકારી કન્ય હોય તેને કદી પણ અંગીકાર કરવા પ્રયાસ કરવા નહીં. આ ઠેકાણે આરેાગ્યદ્વિજનું ઉદાહરણ આ પ્રમાણે છે.—— ૧૦૯ ઉજ્જયિણ નગરીમાં માલ અવસ્થાથીજ ઘણા રેગી હાવાથી રેાગ એવા નામથી પ્રસિદ્ધ થએલા એક બ્રાહ્મણ હતા. તે સમ્યકત્વ પૂર્વક અનુવ્રત વગેરે શ્રાવકના શુદ્ધ આચારેાને પાલણ કરવામાં તત્પર હાવાને લઇને એક ઉત્તમ શ્રાવક હતા. તેણે રેગના પ્રતિકારની સામગ્રી પ્રાપ્ત થતી હતી તે પણ તેણે રાગને સહન કરવાનેાજ આશ્રય લીધે। અને વિચાર કર્યાં કે – 66 पुनरपि सहनीयो दुःखपाकस्त्वयायं, न खलु भवति नाशः कर्मणां संचितानाम् । इति सह गणयित्वा यद्यदायाति सम्यकू, सदसदिति विवेकोऽन्यत्र नूयः कुतस्ते ॥ ८ ॥ अवश्यमेव जोक्तव्यं कृतं कर्म शुभाशुभम् । नाजुकं दीयते कर्म कल्पकोटिशतैरपि |||" શબ્દા —હે આત્મન્ ! ત્હારે આ દુ:ખના ફળનું પરિણામ બીજી વખત પણ સહન કરવાનું છે. કારણ ચિત કરેલાં કના ખરેખર ભોગવ્યા શિવાય નાશ થતા નથી, તેથી કર્મો સાથે છે પ્રેમ ગણીને જે જે આપત્તિ આવી પડે તેને સારી રીતે સહન કર. બીજે ઠેકાણે બીજી વાર હું આત્મન્ ! તને સદ્યસદ્ભિવેક કયાં મળવાના છે. ? ॥૮॥ કરેલુ' શુભ અથવા તેા અશુભ કર્મ અવશ્ય ભાગવવુંજ પડે છે. કારણ તે કર્મ ભાગન્યા શિવાય કલ્પની સેકડા કાટ થઈ જાય તાપણુ નાશ થતું નથી. ॥ ૯॥
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy