SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ નવમ ગુણ વર્ણન. - ૯૭ ધર્માચાર્ય એ ત્રણ જણને બદલે દુખે કરી વાળી શકાય છે. તેમાં કેઈ કુલીન પુરૂષ હમેશાં પ્રાતઃકાળમાં માતા-પિતાના શરીરને શત પાક તથા સહસ્ત્રપાક તેલથી મર્દન કરી, સુગધીવાળા ચૂર્ણથી ઉદ્વર્તન કરી, ગદક, ઉષ્ણદક અને શીતદક એ ત્રણ પ્રકારના જળથી સ્નાન કરાવી, સર્વ અલંકારથી વિભૂષિત કરી, અઢાર પ્રકારના વ્યંજન (શાક દાળ) વિગેરે યુક્ત અને મને તથા તપેલી વિગેરેમાં રાંધવાથી બબર પરિપકવ થયેલું ભેજન જમાડી જ્યાં સુધી જીવે ત્યાં સુધી માતાપિતાને પિતાની પીઠ ઉપર ઉપાડીને ફરે તે પણ માતાપિતાને પ્રત્યુપકાર થતું નથી, અર્થાત્ માતાપિતાના ઉપકારને બદલે વળતું નથી. વળી જે તે કુલીન પુરૂષ માતાપિતાને ધર્મ સંભળાવી, ધર્મને બંધ કરી અને ધર્મના ભેદ સમજાવી કેવળજ્ઞાનીના કથન કરેલા ધર્મમાં સ્થાપન કરે તે માતાપિતાના ઉપકારને બદલે વળે. (સ્વામી સેવકના સંબંધમાં પણ ઉપરની માફક યથાયોગ્ય જાણું લેવું ).. વળી કોઈ સુગુણ પુરૂષ ઉત્તમ ગુણવાળા સાધુ અથવા શ્રાવક પાસેથી શાસ્ત્રાનુસાર ધર્મ સંબંધી ઉત્તમ વાક્ય શ્રવણ કરી તથા મનથી ધારણ કરી આયુષ્ય સમાપ્ત થતાં મરણ પામી કઈ પણ દેવલોકમાં દેવ પણે ઉત્પન્ન થયો હોય તે વખતે તે દેવ પિતાના ધર્માચાર્યને દુર્મિક્ષ દેશથી સુભિક્ષ દેશમાં લાવીને મુકે, છાયા તથા જળ રહિત અરણ્યમાંથી સુપ્રદેશમાં લાવી મુકે, અને લાંબા કાળના વ્યાધિથી આકુળ વ્યાકુળ થયેલાને રેગ રહિત કરે તે પણ તેમને પ્રત્યુપકાર થતું નથી. પરંતુ જો તે સુગુણ પુરૂષ પિતાના ધર્માચાર્યને કેવળજ્ઞાનીના કથન કરેલા ધર્મથી ભ્રષ્ટ થયેલા જોઈ વારવાર ધર્મ સંભળાવી, ધર્મને બંધ કરાવી અને ધર્મના બીજા ભેદ સમજાવી કેવળ જ્ઞાનીના પ્રરૂપેલા ધર્મમાં સ્થાપન કરે તે ધર્માચાર્યના ઉપકારને બદલે સારી રીતે વળે છે. તેજ કારણથી ત્રિભુવન ગુરૂ અને કેવળજ્ઞાનદિવાકર શ્રીમદ્ વીર વિભુ પિતાના બ્રાહ્મણ માતાપિતાને પ્રતિબંધ કરવા માટે બ્રાહ્મણકુંડ ગામના ઉપવનમાં પધાર્યા હતા. તે સાંભળી તેમને વંદન કરવા માટે દેવાનંદા અને ત્રાષભદત્તનું ત્યાં આગમન થયું હતું. તે અવસરે શ્રીમન્મહાવીર સ્વામીનું દર્શન થતાંજ દેવાનંદાના સ્તનમાંથી દૂધની ધારા છૂટી તે જોઈ ઇંદ્રાદિક દેવેની સભાની અંદર શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો કે, “હે ભગવન ! આમ થવાનું શું કારણ હશે?” તેમણે જણાવ્યું કે “હે ગતમ! આ દેવાનંદા પ્રથમની હારી માતા છે.” શ્રી ચૈતમસ્વામીએ બીજી વાર પૂછ્યું કે હે ભગવન આ દેવાનંદા કેવી રીતે આપની માતા છે? ” ભગવાને પિતાનું દેવાનંદાના ગર્ભમાં આગમન અને ઇંદ્રના આદેશથી હરિણગમેષિ દેવે કરેલું ગર્ભનું હરણ વિગેરે પૂર્વ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળી તેમના માતાપિતાને પ્રતિબંધ થવાથી તેમણે દીક્ષા ગ્રહણ કરી, અનુક્રમે અગીયાર અંગનું પઠન કરી કેવળજ્ઞાન પ્રાપ્ત ૧૩
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy