SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ કપટરૂપી કમલિનીને વિકસિત કરવા માટે જે સૂર્ય સમાન છે. આસક્તિની કળાના સમૂહરૂપી સાગરમાં ભરતી લાવવા માટે જે ચન્દ્ર સમાન છે. અદેખાઈરૂપી વૃક્ષોની હારમાળાને સિંચવા માટે જે મેઘ સમાન છે અને ઉન્માર્ગમાં પ્રસ્થાન કરનારાઓને જે પાર પહોંચાડનાર છે તેવા ઉદ્ધત ઈન્દ્રિયોના સમૂહને જીતનાર માણસ કલ્યાણનો ભાગી થાય છે. ૧૨૭ના જે ઈન્દ્રિયોને જીત્યા વિના શુભ ધ્યાન ધરવાની ઈચ્છા રાખે છે તે મૂર્ખ પ્રજ્વલિત અગ્નિ વિના રસોઈ બનાવવાની ઈચ્છા રાખે છે. નાવને છોડીને હાથ વડે અગાધ સમુદ્રને તરવાની ઈચ્છા રાખે છે તથા બીજની વાવણી કર્યા વિના જ ખેતરમાં ધાન્ય ઉગાડવાની ઈચ્છા રાખે છે. ૧૨૮. ಗೂ જે રાગદ્વેષના વિજયરૂપી કમળવનને વિકસિત કરવા માટે સૂર્ય સમાન છે. કૃત્યાકૃત્યના વિવેકવનનું સિંચન કરવા માટે મેઘધારા સમાન છે તથા સાચી સમજનો વિરોધરૂપી પર્વત શિખરને ભેદવા માટે વજના પ્રહાર સમાન છે તેવા સમતાના ઉલ્લાસવાળા ઈન્દ્રિય જયને કરીને હે પ્રાણી ! તું આનંદિત થા. ll૧૨૯ો
SR No.022011
Book TitleKasturi Prakar
Original Sutra AuthorN/A
AuthorPunyapalsuri
PublisherParshwabhyuday Prakashan
Publication Year2013
Total Pages140
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy