SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ 156 નથી. ફરક એટલો કે તે એક ઇંદ્રિયથી વિષયબોધ પામે છે, તમે પાંચ ઇંદ્રિયથી ! આ બુદ્ધિની કક્ષા છે. મોટાભાગના લોકો આમાં અટવાયા છે. આ બધાને ઇંદ્રિયોનેતૃપ્ત કરવી છે, તેથી એમાટે જ બુદ્ધિ લડાવ્યા કરે છે. નવા નવા ઉપભોગના શોધાતા અને વસાવાતા સાધનો શાનામાટે છે ? એ કહેવાતા બુદ્ધિજીવીઓને ખબર નથી કે, તફાવત માત્ર સાધનોનો પડે છે, ઇન્દ્રિય સંતુષ્ટિમાં કોઇ ઝાઝો ફરક પડતો નથી. તમે શું એમ માનો છો કે દૂધપાક પીતા તમને જે આનંદ આવે છે, એ વિષ્ઠા ચૂંઠતા ભૂંડને મળતાં આનંદ કરતાં વધારે ચઢિયાતો કે વધારે તીવ્ર છે ? તમે દૂધપાક પીતા આનંદ વ્યક્ત કરવા બહુ બહુ તો અહા ! સરસ ! એટલું જ કરો છો, ભૂંડો તો આનંદથી ચીચિયારીઓ પાડે છે ! તેથી સાધનોના ફરથી ઇન્દ્રિયસંતુષ્ટિમાં તમે પશુ કરતાં પોતાને આગળ માનો, એ મૂર્ખામી જ છે. અને આ ઇન્દ્રિયસંતુષ્ટિ પશુસુલભ ચેષ્ટા છે. એ કંઇ માનવભવની વડાઇરૂપ નથી. માનવભવની વડાઇ છે એનાથી ઊંચે ઉઠવાની. બુદ્ધિના સ્તરપરથી જ્ઞાનના સ્તરપર જાવ, તો તમે ઊંચે ઉઠ્યા ગણાવ. જ્ઞાનબોધ આગમપૂર્વક જ્યારે તમે કોઇ પણ પ્રકારનો બોધ આગમાર્થ મુજબ જિનાજ્ઞાને વફાઠારીપૂર્વકનો કરો, ત્યારે તમે જ્ઞાની થયા ગણાવ.બીજાને તીર્થયાત્રાએ જતાં જોઇ, તમે પણ તીર્થયાત્રાએ બધા પરિવારના સભ્યો, મિત્રોવગેરે સાથે જાવ, ત્યારે બધા સાથે હોય, તો મજા આવે એ ગણત્રી રાખો છો ! ત્યાં પ્રશ્ન છે, તમે કઇ મઝાની ઇચ્છા રાખો છો ? સાથે બધા હોય, તો વાતો- ચીતો થાય; રમવું હોય, તો રમી શકાય; પીકનીક મણાવી શકાય, ટૂંકમાં કંટાળવાનું રહે નહીં.... આવી ગણત્રી હોય, તો યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ તમારી તીર્થયાત્રા બુદ્ધિના સ્તરે છે, એમાં યાત્રા ઓછી ને ભ્રમણ ઘણું! એના બદલે તીર્થયાત્રા કેવી રીતે કરવી જોઇએ ? એમાં વિધિ શું છે ? તે-તે તીર્થના ભગવાનની ભક્તિમાં લયલીન બનવા શું કરવું ? વગેરે માર્ગદર્શન વિધિપૂર્વકનું મળી રહે, અને સાથે એવા કલ્યાણમિત્રો હોય, તો પ્રમાદ-આળસથી અટકાવે, ભક્તિમાં વધુ સારી રીતે જોડી શકે. ઘણા હોય, તો પૂજા– ભાવના સારી રીતે ભણાવી રાકાય, આવી જો ઇચ્છા કે ગણત્રી હોય, તો તમે જ્ઞાનના સ્તરપર છો. જિનાજ્ઞાના બોધપૂર્વક જે થાય, તે જ્ઞાન અને મનફાવે તેમ વર્તાવું એ બુદ્ધિ. જ્ઞાનપૂર્વકની ક્રિયામાં કર્મની નિર્જરા છે. બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિમાં નર્યો કર્મબંધ છે. આમ જ્ઞાનમાર્ગ સંસારથી પાર ઉતારે, બુદ્ધિમાર્ગ સંસારમાં રખડાવે. અનુષ્ઠાનયુક્ત જ્ઞાન અસંમોહ અલબત્ત, જ્ઞાન પણ અધુરું છે, કેમકે એમાં આગમાનુસાર વિચારણા છે. બોધ છે. પણ તદનુરૂપ પ્રવૃત્તિનથી. અર્થાત્ જ્ઞાનપૂર્વક થતી ક્રિયામાં જ્ઞાન અને ક્રિયા બંને હોવા છતાં જે એકમેકીભાવ જોઇએ, તથારૂપ જે અનુભૂતિ જોઇએ અને જે અખંડઅનુષ્ઠાન ઇત્યાદિ જોઇએ, તે હજી આવ્યું નથી. તીર્થયાત્રાએ જનારને જોઇ જોડાઇ જવું, એ બુદ્ધિની પ્રવૃત્તિ છે. તેમાટેની ખરેખરી આગમિક વિધિ જાણવી એ જ્ઞાનની ક્રિયા છે. અને તેઅંગેના સદ્દનુષ્ઠાનમાં વિધિપૂર્વક પ્રવર્તાવે એવું જ્ઞાન એ બોધરાજ = શ્રેષ્ઠ બોધ = અસંમોહ છે. કાલસૌકરિક જેવા જીવો પ્રભુની વાણી કાનના વિષયરૂપે પડે. તે બધા બુદ્ધિજીવી. શ્રાવકો પ્રભુની વાણીલીન થઇ સાંભળે, હ્રદયપૂર્વક સ્વીકારે, સમજે અને તે મુજબ થોડું – ઘણું આચરે પણ ખરા, એ બધા જ્ઞાનની ભૂમિકાપર છે. પણ જિનવાણીના શ્રવણમુજબ જ પ્રવૃત્તિ આચરી અને
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy