SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયોને જ જાણનારી છે. એનું કાર્ય એટલું જ છે કે ક્યા વિષયો ઇંદ્રિયોને અનુકૂળ છે, મનગમતા છે, અને કયા વિષયો ઇંદ્રિયોને પ્રતિકૂળ છે, અણગમતા છે, એનો વિભાગ કરી એ મુજબ ઇંદ્રિયોના અનુકૂળ વિષયોતરફ પ્રવૃત્તિ કરાવવી. આ બુદ્ધિપર જીવનારો બુદ્ધિજીવી છે. એ શુભસ્થાને પણ જાય, તો તેનું કારણ આત્મબોધ પામવાની ઇચ્છા નથી હોતી, પણ ઇંદ્રિયબોધ પામવાની તલપ હોય છે. પેલો કાલસૌકરિક કસાઇ ભગવાન મહાવીર સ્વામીની દેશના સાંભળવા જતો હતો, દેશના સાંભળતી વખતે મસ્તીમાં આવી જઇ માથુ પણ ડોલાવતો હતો... પણ શા માટે ? એ તો અભવ્ય હતો, પોતે રોજ જે ૫૦૦ પાડાની હિંસા કરતો હતો, તેમાંથી જરા પણ પીછેહઠ કરવા તૈયાર ન હતો, તો પછી ડોકું શાનું ધુણાવે ? સમવસરણમાં શા માટે જતો હતો ? આનું કારણ એ છે કે એને ભગવાનના સમવસરણમાં બધા ઇદ્રિયઅનુકૂળ વિષયો ઉત્કૃષ્ટરૂપે સહજ – મફત માણવા મળતા હતા. ભગવાનનું રૂપ, સમવસરણના ઝાકઝામળ થતાં ત્રણ ગઢ, દેવ-દેવીઓ, આવું રૂપદર્શન બીજે ક્યાં થવાનું ? ઝરમર ઝરમર થતાં છએ ઋતુના ફૂલોની મઘમઘ થતી સુગંધ... ઘ્રાણેન્દ્રિયને તરબતર કરી કે એવું સ્થાન આ સિવાય બીજું ક્યું ? મંદ મંદ અનુકૂળ વાતો પવનવગેરે ઉત્કૃષ્ટ સ્પર્શ પણ સમવસરણમાં જ મળે ને ! અને એ બધામાં શિરમોર જેવી ભગવાનની માલકોશ રાગે ગવાતી દેશના ! અહાહા ! કેવું સંગીત ! કેવી સુરાવલી ! ભગવાનનો કેવો કંઠ ! કહ્યું છે ને, જિન મુખ દીઠી વાણી મીઠી, સુરતરુ વેલડી, દ્રાખ વિહાસે ગઇ વનવાસે, પીલે રસ શેલડી, સાકર સેતી તરણા લેતી, મુખે પશુ ચાવતી, 155 અમૃત મીઠું સ્વર્ગે દીઠું, સૂરવધૂ ગાવતી..... ભગવાનની વાણીની મીઠાશ એવી જબ્બર હતી કે, તે સામે ટક્કર નહીં લઇ શકવાના કારણે કલ્પવૃક્ષ-કલ્પવેલ પૃથ્વીપરથી ભાગીને આકાશમાં ચાલી ગઇ. દ્રાક્ષને પોતાની મીઠાશ અપમાનિત થઇ જવાનો ડર લાગ્યો, તેથી સમજીને જ વનવાસ લઈ લીધો. શેરડીને જિનવાણીની મીઠાશસામે પોતાની મીઠાશ મોળી પડતી લાગવાથી શરમ આવી અને જાણે કે આપઘાત કરવામાટે જ પીલાઇ ગઇ. અને સાકરને પોતાની મીઠારા ભગવાનની વાણીની મીઠાશસામે ફીક્કી લાગવાથી સીઠાવા માંડી, અને જાણે ભગવાન આગળ હારી જઇ શરણે આવે છે, એમ બતાવવા તરણા ( =ઘાસ) લીધા. હા, એમાં થોડીક મીઠાશ હતી, પણ તેને તો પશુઓ ચાવી ગયા. અને અમૃત મીઠું ખરું ! પણ ભગવાનની વાણીની મીઠારા આગળ એક્યાં ટકી શકે ? તેથી અમૃત પણ પૃથ્વી છોડી સ્વર્ગે ચાલ્યું ગયું. આમ જાણે કે સમગ્ર સૃષ્ટિમાં મીઠાશ માત્ર જિનવાણીમાં બચી રહેવા પામી. આમ દેવાંગનાઓ જિનવાણીની મધુરતાને ગાવા લાગ્યા હતા. બસ, કાલસૌકરિક કસાઇ કાનને તૃપ્ત કરતાં આ વિષયને માણવા ભગવાનની દેશનામાં જતો હતો..... એ ભગવાનની વાણીથી આત્મબોધ પામવા નહીં, ઇંદ્રિયોની ખણજ છિપાવવા સમવસરણમાં જતો હતો. ઇંદ્રિયવિષય સુધી જ જતી આ બુદ્ધિ અનાદિથી આપણને ઉપલબ્ધ છે. અરે ! એકેન્દ્રિય જીવને પણ આ બુદ્ધિ મળેલી છે.... એ પણ પોતાને મળેલી ઇંદ્રિયને તૃપ્ત કરવા પ્રયત્ન કરે છે. તેથી જો તમારો બોધ માત્ર ઈંદ્રિયોના વિષય સુધી જ પહોંચ્યો, તો તમારે સમજવું જોઇએ કે તમારો બોધ એકેન્દ્રિયના ખોધથી ખાસ વિશેષ
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy