SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ જપયોગ એમાં નવાઈ નથી. માટે જ સ્તોત્રપાઠ એવા ઢંગથી અને એવા ભાવથી કરાવો જોઇએ. જપયોગ પ્ર. - ત્યારે જયને સ્તોત્રકોટિ સમાન કહ્યો એ કેવી રીતે ? ઉ. - પૂજામાં ભગવાનને આપણાં કિંમતી દ્રવ્યનું અર્પણ છે, એટલે ભગવાનખાતર એ દ્રવ્યની મૂર્છાનો ત્યાગ થાય છે. ત્યારે સ્તોત્રમાં ભાવનું અર્પણ છે. અનાદિકાળથી આપણા ભાવ જડ વિષયોને અર્પિત કરતા આવ્યા, તે હવે ભગવાનને અર્પિત કરીએ છીએ. પૂજાના અમુક દ્રવ્યની મૂર્ચ્છના ત્યાગના ભાવ કરતાં એ ભાવ ચડિયાતા છે. ત્યારે હવે જપ-જાપમાં તો એ ભાવ ઉપરાંત કાય- અંગોપાંગની અમુક જ મુદ્રા રાખવાની હોવાથી એમાં એનું ચોક્કસ પ્રકારનું નિયમન કરવાનું રહે છે, એથી અતિપ્રિય કાયાની સુખશીલતા પર કાપ પડે છે. એ સ્તોત્ર કરતાં વિશેષ છે. વળી, સ્તોત્રમાં વિવિધ શબ્દો આવ્યા કરે છે. એટલે મનને એમાં ફરતા રહેવાનું સરળ રહે છે. ત્યારે જાપમાં તો અમુક એના એ જ અક્ષરોપર બંધાયેલું રહેવાનું હોય છે, એ પેલા કરતાં કઠિન કામ છે, કેમકે મન વૈવિધ્યપ્રિય છે. તેથી સ્તોત્રના વિવિધ શબ્દોમાં મનને રમાડવું સહેલું, પરંતુ ૧૦ મિનિટ પણ જાપના એના એજ અક્ષરોમાં રમાડવું- સ્થિર રાખવું ને વચમાં બીજો કોઇ વિકલ્પ-વિચાર ન આવવા દેવો, એ અઘરું કામ છે. આવી રીતના જાપમાં જરાય કંટાળો–સુસ્તી ન આવવા દેવી અને ચડતી સ્ફુર્તિ ઉલ્લાસ રાખી એમાં તન્મય રહેવું, એ વળી વધારે કઠિન કામ છે. આમાં જગતને ભૂલવું પડે, ને દેહાધ્યાસ-દેહમમતા પણ પડતા મૂકવા પડે. આ હિસાબે, અને જાપના મંત્રાક્ષરોનો પ્રભાવ અતિ કિંમતી હોવાનાં હિસાબે જાપનું મહત્ત્વ સ્તોત્ર કરતાં ઘણું ઊંચું. તેથી કહ્યું ‘સ્તોત્રકોટિસમોજપઃ ’વધી જાય એટલે ‘આ વીતરાગ આવા’ એમ પ્ર. ક્રોડગણું ? ઉ. પ્ર. લાભદાયી કહ્યું ? ઉ. – જપમાં ભલે એના એ જ અક્ષર, પરંતુ એનાપર મન હજી ફરતા ફરતી ચાલ્યા કરે છે. દા.ત. પહેલી વારનું ‘નમો અરિહંતાણં’ પદ્દ, પછી બીજી વારનું ‘નમો અરિહંતાણં’ પદ. એમ ત્રીજીવારનું એ જ પદ, એના પર મન ફરતું રહે છે. તેથી એમાં એવું નથી કે પહેલી જ વારના એ પદમાં મન ચોટ્યું તે ચોટ્યું. બીજીવારના પદપર જાય જ નહિ. ત્યાં એટલી બધી મનની એકાગ્રતા-તન્મયતા નહિ. ત્યારે ધ્યાનમાં તો ‘નમો અરિહંતાણં’ પદપર મન ચોંટાડ્યું તે ચોટાડ્યું. મન એમાં સ્થિર થઈ ગયું. ત્યાં પછી બીજીવારનું ‘નમો અરિહંતાણં’ પઠ લાવવાનું જ નહિ, મન એનાપર જાય જ નહિ. એક જ વાર જે ‘નમો અરિહંતાણં' પદ ધાર્યું, એનાપર જ ચોટ્યું રહે. આમ જાપ કરતાં આ ધ્યાનમાં મનનું સત્ત્વ વધુ વિકસાવવું પડે, મન એમાં ખૂબ સ્થિર બની જાય, તેથી જાપ કરતાં ધ્યાનમાં અનેગુણો લાભ.. = 115 - ધ્યાન-સમાધિ તો જપ કરતાં ધ્યાન કેમ બહુ ધ્યાન કરતાં સમાધિનું ફળ કેમ ધ્યાનમાં અલબત્ એકાગ્રતા છે. મનની ફેરાફેરી નથી, કિન્તુ હું ધ્યાતા, આ ધ્યેય, એનું હું ધ્યાનકરું છું. એમ ધ્યેયથી પોતે ભિન્ન એવો ભાસ- પોતાની જાતમાં ધ્યેયથી ભિન્નતાનું જ્ઞાન છે. ત્યારે સમાધિમાં પોતાની જાત ધ્યેયથી ભિન્ન તરીકે ભાસતી નથી. પોતાના આત્માને ધ્યેય-સ્વરૂપ જ જુએ છે. દા.ત. વીતરાગનું ધ્યાન હોય, તો પોતાને પોતાનો સરાગ તરીકે ખ્યાલ છે અને સામે વીતરાગ આવા,' એવો ભાસ છે. પરંતુ જ્યારે એનો બહુ અભ્યાસ થઈ જાય, વીતરાગમાં મનની સ્થિરતા
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy