SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ નમું છું. ત્યાં અટલ શ્રદ્ધા હોય કે શુદ્ધધર્મની સ્થાપના અરિહંત ભગવાને જ કરી. કેવા અનન્ય ઉપકારી !’ સ્તુતિ કરી ‘અભયદયાણં’ ત્યાં શ્રદ્ધા હોય, કે અભય અર્થાત્ ચિત્તની નિર્ભયતાસ્વસ્થતા અરિહંત જ આપે છે. અલબત્ એ સ્વસ્થતા પોતે પુરુષાર્થ કરીને કેળવવાની છે, પરંતુ દિલ માને કે એ અરિહંત ભગવાનની કૃપાથીએમના અચિત્ય પ્રભાવથી જ મળે છે. મહાજ્ઞાની ગણધર મહારાજ આ સ્તુતિ કરે છે, તે ખરેખર માનીને કે ભગવાન અભયના દાતા છે. અચિંત્ય પ્રભાવે જ અભય મળે છે. ભગવાનના વળી સ્તોત્ર ભાવથી ખોલવાનાં, એટલે કે ત્યાં સ્તોત્રના શબ્દોના ભાવને અનુરૂપ ચિત્તમાં અધ્યવસાય ઊઠે, અનુરૂપ લેયા પ્રવર્તે, ચિત્ત તદ્દેશ્ય બની જાય. વળી સ્તોત્રમાં પ્રભુનાં ગુણગાન હોય, તો એ બોલતાં આપણા દિલમાં પ્રભુપ્રત્યે ભક્તિભાવ ઉછળે-ઉછળ્યા કરે. ને સ્તોત્ર આત્મનિંદાનું હોય, તો એ ખોલતાં આપણા અંતરાત્મામાં પારાવાર સંતાપ-પશ્ચાતાપ વ્યાપી જાય. દા.ત. બોલ્યા ‘ક્ષણું સસ્તું ક્ષણં મુક્ત’, (૫) ઉમળકાથી અહોભાવ રાખીને અર્થાત્ પ્રભુ ! હું ક્ષણવાર તો જડ પુદ્ગલમાં ખોલાય. ઈત્યાદિ ઢંગથી બોલાય. આસક્ત બનું છું, ને પાછો એક ક્ષણમાં એની પ્રત્યે ઈતરાજી કરું છું. કોઇએ જરાક માનથી બોલાવ્યા, એટલે આસક્ત થઈ ફુલાયા. પણ પછી તરત એણે આપણી ભૂલ બતાવી, એટલે નાખુશ થયા કરમાઈ ગયા. પ્રભુ આગળ આ આત્મનિંદા કરતાં દિલમાં પોતાની આવી અધમ વૃત્તિઓ માટે પારાવાર શરમ લાગે, સંતાપ થાય. સંતાપથી હૈયું વલોવાઈ જાય. કે સારાંશ, સ્તોત્ર આવા ઢંગથી અને આવા ભાવથી ખોલાય, તો એનો લાભ એટલો બધો છે એ લાભ ગમે તેટલા કિંમતી દ્રવ્યોથી દા.ત. પ્રભુને લાખોની કિંમતના આભૂષણથી પૂજા કરી, એનાથી મળે. માટે અહીં જે કહ્યું, કે પૂજાકોટિસમં સ્તોત્ર, ન 114 જ્યારે એક ક્રોડ પૂજા બરાબર એક સ્તોત્રપાઠ કહ્યો, તો એ સ્તોત્રપાઠ કેવા ઢંગથી ને કેવા ભાવથી કરવાનો હોય ? માણસ દાવો રાખે છે ‘હું નવસ્મરણ રોજ ગણું છું, હું અમુક સ્તોત્ર ગણું છું, પણ કેવા ઢંગથી ને કેવા ભાવથી એ ભણાવા જોઇએ, જેથી એકવારનો સ્તોત્રપાઠ ક્રોડવારની પૂજાના લાભ જેટલો લાભ આપનારો બને, એનો વિચાર ક્યાં છે ? સ્તોત્ર બોલવાનો ઢંગ એ, કે સ્તોત્ર પવિત્ર વસ્ત્ર અને પવિત્ર સ્થાને (૧) ખોલાય. તે પણ, (૨) ચોપડીમાંથી વાંચીને નહિ, કેમકે એમાં ધ્યાન વાંચવામાં લઈ જવું પડે. કિન્તુ સ્તોત્ર મોઢે કરીને બોલાય, એના એકેક શબ્દ પોતાના નામની માફક પરિચિત થયા હોય. તેથી ( ૩ ) શબ્દ બોલતાં જ એનો ભાવ મગજમાં આવે. એટલે જ રખડતા ચિત્તે નહિ, પણ તન્મય ચિત્તથી બોલાય. (૪) ઝટપટ ઉતાવળથી નહિ, પણ એકેક શબ્દ મોતીની માળાના મણકાની જેમ એક પછી એક સ્પષ્ટ ભાસે બોલાય. સ્તોત્રપાઠનો આ ઢંગ સચવાય તો સ્તોત્ર પર બહુમાન રહે, મનની એકાગ્રતા રહે, સ્તોત્રપાઠ વખતે બીજી ત્રીજી ક્રિયા બંધ રહે. (૬) સ્તોત્ર બહુ ઊંચા ભક્તિભાવથી બોલાય. સ્તોત્રમાં કહેલા ભાવપર ભારે શ્રદ્ધા અને પ્રેમ હોય દા.ત. ‘નમુન્થુણં’ સ્તોત્રમાં સ્તુતિ કરી ‘નમોત્થ’. એટલે કે ઊંચી કોટિનો-સામર્થ્ય યોગનો નમસ્કાર હું નથી કરી શકતો, પણ એ જોઇએ છે. માટે પ્રાર્થના કરું છું, કે એવો નમસ્કાર હો, મને એવો નમસ્કાર કરવાનું મળો. એમ સ્તુતિ કરીકે ‘આઈગરાણ’ અર્થાત્ ધર્મની આદિ કરનારને
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy