SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વગર્ભિત વાણી સાંભળવા મન તલસતું હોય છે. એનાથી જીવ ઊંડે તવબોધ પ્રાપ્ત કરવાની ભૂમિકામાં આવી જાય છે. પૂજ્યપાદ ગુરુદેવશ્રી આચાર્ય શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સાહેબે આ ગ્રન્થ ઉપર ગુજરાતી ભાષામાં વાચનાઓ પ્રદાન કરીને બાલ-મધ્યમ-બુધ બધા પ્રકારના છે ઉપર ઉપકાર કર્યો છે, એ વાત પ્રથમ ભાગના પ્રકાશન પછી અનેક જિજ્ઞાસુઓ અને મુમુક્ષાએ અનુભવી છે. અનેક ધર્મવિમુખ બાલ જી આ ગ્રન્થના વાંચનથી બોધ પામીને વિષય-કષાયથી પાછા વળી રહ્યા છે, અનેક મધ્યમ જેવો જૈનશાસનના તને, રહસ્થાને સમજીને એકાન્તવાદની વાસનાથી મુક્ત થયા છે, તથા અનેક બુધ છે શ્રી જૈનશાસનની વિશુદ્ધ આરાધનામાં ઉછળતા શુભ ભાવોને અનુભવ કરનારા થયા છે. વિશેષ કરીને જે લેકે ભેગ-વિલાસપ્રધાન જીવન જીવી રહ્યા હતા તેઓને આ વ્યાખ્યાન-વિવેચન-ગ્રન્થથી જીવન મુખ્યપણે ધર્મપ્રધાન જ જીવવા જેવું છે અને પાપમયજીવન છોડવા જેવું છે એ વાતનું સચોટ ભાન થયું છે. અનેક શાસ્ત્રકાર ભગવતે કહી ગયા છે કે ચાર પુરુષાર્થમાં અર્થ-કામ બે પુરુષાર્થે હેય છે, અને મોક્ષ પુરુષાર્થ એ ચરમ લક્ષ્ય છે. પણ એ ત્રણેની પ્રાપ્તિ કરાવનાર કોઈ પુરુષાર્થ હોય તે તે એક માત્ર ધર્મ પુરુષાર્થ છે. તેથી, ભૌતિક-આધ્યાત્મિક તમામ સુખના હેતુભૂત એવા એક માત્ર ધર્મની જ સાધના-ઉપાસના મનુષ્ય જીવનનું નવનીત છે. ધર્મ જિનભક્તિ-સામાયિક-પ્રતિકમણાદિ અનેક ધાર્મિક અનુષ્ઠાનેમાં વસેલે છે. માટે જેમ બને તેમ પાપપ્રવૃત્તિઓ છોડીને જીવનમાં જિનભક્તિ-સામાયિકાદિ સદનષ્ઠાને દિન-પ્રતિદિન વધારતા જવું જોઈએ, આત્મસાત્ કરતા જવું જોઈએ, અને એ માટે જરૂરી સમ્યગૂજ્ઞાનનું પણ સમ્પાદન કરતા રહેવું જોઈએ. એ જૈનશાસનના ઉપદેશેને સાર છે. પૂવ ઉપાઠ યશોવિજયજી મ. સાજ્ઞાનસારમાં કહે છે કે એક પણ નિર્વાણપદ થાને મુક્તિસાધક સામાયિકાદિ–વચનનું વારંવાર જેનાથી ભાવન–નિદિધ્યાસન થાય એટલું જ્ઞાન પણ ઘણું છે, વધારે જ્ઞાનને કોઈ આગ્રહ નથી. પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ આ વ્યાખ્યાનગ્રન્થ દ્વારા જિનભક્તિ-સામાયિકાદિ અનેક પદેનું ખુબજ સુંદર ભાવન-નિદિધ્યાસન કરવાની ઉત્તમ સોનેરી તક અને સુખદ સગવડ પૂરી પાડી છે. આનું કેઈપણ પાનું ખેલીને વાંચવામાં ગરકાવ થઈ જઈએ એટલે દિલમાં અનેકકેટિના શુભ ભાવે ઊછળવા માંડે છે. પૂજ્ય ગુરુદેવશ્રીના વ્યાખ્યાને માત્ર કોરું શુષ્ક-વિતચર્વણ જેવાં નિરૂપણમાત્ર નથી હોતાં, પરંતુ વાંચનાર કે સાંભળનારના હૈયાં શુભભાવેથી ગહૃગઢ થઈ જાય, એથી સુકૃતોમાં ઉલ્લાસ અને ઉત્સાહ ઊછળવા માંડે તેમજ સંસારના વિષયસુખની માનતાનું સચોટ ભાન થઈ જાય, એવાં હોય છે અને વાસ્તવમાં આવા વ્યાખ્યાનના પ્રભાવે જ આજ દિન સુધીમાં અનેક બાલ-યુવાન-વૃદ્ધો સંસારસુખને છોડીને મુક્તિમાર્ગના પથિક બની ચુકયા છે. અબુઝાહિત બુદ્ધિવાળા કોઈપણ વાચકને આ ગ્રન્થ વાંચ્યા પછી ઉપર કહ્યા મુજબને જાત અનુભવ થયા વિના રહેશે નહિ એમ આમવિશ્વાસપૂર્વક કહી શકાય છે. અનેક મુમુક્ષુ આત્માઓએ ઇકરાર કર્યો છે કે પહેલાં અમે જે સામાયિક વગેરે કરતા હતા. તે લગભગ સંમૂછિમની જેમ કરતા હતા, પણ પૂ. ગુરુદેવશ્રીના વ્યાખ્યાનેનું શ્રવણ-વાંચન કર્યા પછી સાચી સમજ મળવાથી હવે એ એવી રીતે થાય છે કે જાણે બીજા બધા રસ ભૂલાઈ
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy