SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકું કથન (આલેખકઃ પૂ. મુનિરાજ શ્રી જયસુંદરવિજયજી મ.) તરણતારણ ત્રિલેકનાથ શ્રી જિનેશ્વરદેવનું શાસન અનાદિકાળથી અનંતાનંત જીવે ઉપર ઉપકાર કરતું જ આવ્યું છે. કલિકાલ સર્વજ્ઞ પૂ. આ૦ શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજ સ્તુતિમાં કહે છે કે “પ્રભુ! તમારું શાસન અનેક કુવાસનાઓના પાશમાંથી મુક્ત કરનારું છે, અને તમારું વાસ્તવિક સ્વરૂપ પણ તમારા શાસનની યથાર્થતાના પ્રભાવે જ અમે પિછાણી શક્યા છીએ. માટે અમે એને નમસ્કાર કરીએ છીએ.” ખરેખર આ અનુભવને અમૃતગાર છે. કારણ કે વિષયિક રાગ-દ્વેષની કુવાસનાઓ અને એકાન્તવાદના કુવિકલ્પવાળી વાસનાઓ, ભગવાનના શાસનની યથાર્થ પિછાણ થયા વિના ટળવી દુષ્કર છે. તાર્કિક શિરોમર્ણિ પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ પોતે પણ અનેકાન્તવાદ-ગર્ભિત શ્રી જિનશાસનને પામ્યા બાદ એકાન્તવાદની કુવાસનામાંથી મુક્તિને અનુભવ કરતા હતા. તેઓશ્રીએ રચેલે આ ગદષ્ટિ-સમુચ્ચય ગ્રન્થ પણ એકાન્તવાદની વાસનાથી મુક્ત કરીને યોગસાધનામાં અત્યન્ત ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડી રહ્યો છે. અન્ય એકાન્તવાદી દેશના કેટલાક પદાર્થોનું જન દર્શનમાં કયાં કઈ રીતે કેવું સ્થાન છે તે આ ગ્રન્થમાં દેખાડીને તેઓશ્રીએ પોતાના જ્ઞાનગર્ભિત વૈરાગ્યને યથાર્થ પરિચય આપે છે. પહેલા ભાગની અંદર ઇચ્છાગ-શાસ્ત્રોગ-સામગને સુંદર વિષય આવ્યો. તદુપરાંત તાવિક ગદષ્ટિ પૂવેની બાહ્ય ઓઘદષ્ટિનું અને આઠ દૃષ્ટિમાં તૃણાદિના અગ્નિના દાનથી બોધનું સ્વરૂપ વગેરે વિષયે આવી ગયા છે. આ બીજા ભાગમાં મિત્રા તારા અને બલાદષ્ટિ ઉપરના વિવેચનને સમાવેશ છે. પહેલી મિત્રાદષ્ટિમાં દર્શન તૃણાગ્નિની પ્રભા જેવું કંઇકોટિનું હોય છે. આઠ ગાંગમાંથી “યમ” ગાંગ આ દષ્ટિમાં ઉલ્લસિત થાય છે. “ખેદ” નામને દોષ ટળે છે, અને “અષ” ગુણને ઉન્મેષ થાય છે. ઉપરાંત, જિનભક્તિ, સદ્દગુરુ સેવા, ભગ, દ્વવ્યાભિગ્રહપાલન, સિદ્ધાન્તલેખન વગેરે ય ગબીજેનું આ દષ્ટિમાં જીવ સંચયન કરે છે. તેથી અહીં તાત્ત્વિક પ્રથમ ગુણસ્થાનને આવિર્ભાવ થાય છે. બીજી તારાદષ્ટિમાં છાણના અગ્નિની પ્રભા જે બેધ હોય છે. “નિયમ” નામનું ગાંગ સાકાર બને છે, “ઉગ” નામનો દેષ ટળે છે, અને “જિજ્ઞાસા” ગુણ જાગ્રત થાય છે. સાથે બીજા ય ગુણો પ્રગટ થવા માંડે છે. ખાસ કરીને યોગના વિષય પર પ્રેમ અને બહુમાન જાગે છે, ભવને ભય વધતું જાય છે, ઔચિત્યનું આચરણ ચુકાતું નથી. તેમજ “આપણી” મતિ થોડી છે માટે શિષ્ટ પુરુષે કહે છે તે પ્રમાણ” આવી સદ્દબુદ્ધિ જાગે છે. ત્રીજી બલાદષ્ટિમાં બોધ કાષ્ઠાગ્નિના કણિયાની પ્રભા જેવું હોય છે. “આસન” નામનું ત્રીજું ચગાંગ, “ક્ષેપ”ષને ત્યાગ, અને “શુશ્રષા” ગુણની પ્રાપ્તિ થાય છે. મહાપુની
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy