SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯ રાગ-દ્વેષથી વેગળા રહીને શુદ્ધ આશયથી (નહીં કે એકબીજાના મલિન ખંડન-મંડનના આશયથી) શાસ્ત્રીય પદાર્થોની નયભેદે ઉગ્ર ચર્ચા થાય તે શ્રી જૈનશાસનનું દૂષણ નહીં પણ ભૂષણ છે. આ વાત પ્રબુદ્ધ શ્રોતાઓએ તો ખાસ ભૂલવી જોઇએ નહીં. અહીં એક એવી શંકા થાય કે જયારે એક નયથી પ્રતિપાદન કરનાર ઉપદેશક બીજા નયની માન્યતાનું ખંડન પણ કરતા હોય તો એમનું પ્રતિપાદન નયાત્મક કેમ કહેવાય, દુર્નયરૂપ કેમ ન કહેવાય ? આ શંકાનો જવાબ પૂ. ઉપા૦ મહારાજે સુંદર આપ્યો છે તે જ જોઇએ - ‘ઉપદેશ રહસ્ય' શ્લોક ૫૩ ની ટીકામાં પોતે અંતે કહ્યું છે કે “પોતાના નયના વિષયનું પ્રાધાન્ય દર્શાવવા માટે બીજા નયોના માન્ય અર્થનું નિરસન પણ સંગત છે; પરંતુ જો પોતે જે નયનું નિરૂપણ કરી રહ્યા છે તે નયનું પ્રાધાન્ય દર્શાવવવાનો અભિપ્રાય નહીં રાખતાં, ખંડન કરવાનો જ ઉદ્દેશ રાખે તો તે દુર્નય બની જાય.'' તથા નયરહસ્યમાં પણ આ જ વાત બતાવી છે કે (જુઓ નૂતનમુદ્રિત પુસ્તકનું પૃષ્ઠ ૩૬) ‘‘વસ્તુના બીજા અંશનો પ્રતિક્ષેપ કરવાથી પ્રતિપાદન દુર્નય થઇ જતું નથી, એ બીજા અંશનો પ્રતિક્ષેપ સ્વનયની પ્રધાનતા દર્શાવવામાં ઉપયોગી છે.'' આનાથી એ ફલિત થાય છે કે એક ઉપદેશક બીજા ઉપદેશકના નયનું પોતાના અત્યંતર ખંડનરસથી જ ખંડન કરે તો તે જરૂર દુર્નય બને; પણ માત્ર શ્રોતાઓની દૃષ્ટિ શાસ્ત્રાનુસારી બીજા નયના વિષયો ઉપર દોરીને તેનું પણ પ્રાધાન્ય સૂચવવા માટે આનુષંગિક બીજા નયના ઉપદેશકની વાતોનું નિરસન કરે, તો તે આહાર્ય અર્થાત્ કૃત્રિમ હોવાથી વાસ્તવમાં દુર્નયરૂપ નથી બનતું પણ વસ્તુ-વ્યુત્પાદક બને છે.’’ કયા નયનો ઉપદેશ પ્રધાન કે અપ્રધાન એ બાબતમાં તો ઉપાધ્યાયજી મહારાજે (નયરહસ્ય પૃ. ૧૯૪ માં ) સુંદ૨ ખુલાસો કર્યો છે કે ‘નયોની બલવત્તા અને દુર્બલતા અપેક્ષાને આધીન છે.’'× Acharya Shri Kailassagarsuri Gyanmandir આનાથી એ ફલિત થાય છે કે શાસ્ત્રોના ભિન્નભિન્ન નયોના વિધાનોમાં ઉપદેશક મહાત્માએ કયા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવની અપેક્ષાએ કયા નયના પ્રતિપાદનને ગૌણ કે મુખ્ય બનાવવું તે પોતાના શ્રુતાનુસારી ક્ષયોપશમાદિથી બરાબર તપાસીને તે તે નયનું પ્રતિપાદન કરે તો કોઇ દોષ નથી તેમજ એમાં બીજા નયના પ્રતિપાદનની અવગણના પણ નથી.. કુતર્કો ભાવશત્રુ : મહાશ્રાવિકા સુલસા વગેરેના જયારે દૃષ્ટાન્તો અપાય છે ત્યારે ઘણા એમ કહે છે કે “ઝેર ખાઇને પણ કોઇ બચી ગયું હોય તો તેનો દાખલો લેવાતો હશે ? અગાસીમાંથી ભોંય ઉપર પડતું મેલીને પણ કોઇ બચી ગયું હોય તો જીવવા માટે આપઘાત કરો એમ કહી શકાય ? કોઇએ મરવા માટે તળાવમાં ઝુકાવ્યું છતાં ડૂબી જવાને બદલે બચી ગયો એટલે શું બચવું હોય તો તળાવમાં ભૂસકો મારવાનું વિધાન થાય ? આવા બધા કુતર્કો કોઇ ગમે તેટલા કરે આનાથી કયારે ય સત્ય છુપાતું નથી. ઝેર ખાઇને પણ જયારે કોઇ બચી જાય છે ત્યારે કોઇ અલ્પજ્ઞ પણ એમ નથી કહેતો કે તે ઝેરના પ્રભાવે બચ્યો. બધા જાણે છે કે ઝેર તો મારે જ, પણ આ તો એનું નસીબ પાંસરું, અથવા દેવગુરુની કૃપા, અથવા તાત્કાલિક સદ્ભાગ્યે કોઇ ડોકટર મળી ગયા અને ઝેર ઓકી નખાવ્યું અથવા ઝેર જ નકલી હશે એટલે બચી ગયો; નહીં કે ઝેરના પ્રભાવે બચ્યો. જયારે અહીં તો સુલસા વગેરેને સાંસારિક વસ્તુ કે કાર્યના આશયથી કરેલા ધર્મથી પણ જે મોક્ષમાર્ગે પ્રગતિ થઇ તે તો એ ધર્મના પ્રભાવે થઇ છે તેનો કોણ ઇન્કાર કરી શકે એમ છે ? અને એટલે જ શાસ્ત્રકાર ભગવંતોએ એમના દાખલા ધર્મનો પ્રભાવ 5 न चैवमितरांशप्रतिक्षेपित्वाद् दुर्नयत्वम्, तत्प्रतिक्षेपस्य प्राधान्यमात्र एवोपयोगात् । * एतेषु च बलवत्त्वादिविचारेऽपेक्षैव शरणम् । For Private and Personal Use Only
SR No.020952
Book TitleYogdrushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1993
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy