SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કરણોની શાસ્ત્રગાથાઓ ) યોગથી માંડીને આગળ વધતાં વધતાં, છેલ્લે શૈલેશીકરણમાં ‘યોગસંન્યાસ' નામના ઉત્કૃષ્ટ યોગ સુધી પહોંચે છે, એ બધી વસ્તુ આગમિક વસ્તુ છે, આગમે કહેલી છે. એટલે અહીં ટીકામાં એનું સમર્થન કરનારી આ શાસ્ત્રીય ગાથાઓ મૂકી છે, - (१) करणं अहापवत्तं अपुव्वमणियट्टिमेव भव्वाणं । इयरेसिं पढमं चियं भण्णइ करणंमि परिणामो ॥ (૨) ના ગષ્ઠિ તા ૧૪મું, गण्ठि- समइच्छओ भवे वीयं । अणियट्टीकरणं पुण सम्मत्त रक्खडे जीवे ॥ (३) गण्ठि त्ति सदुव्भेओ कक्खडघणरुट जीवस्स कम्मजणिओ (४) एत्तो विवज्जओ खलु भिन्ने गम्मि सम्मणाणं तु । थोवं पि सुपरिसुद्धं सच्चाऽसम्मोहहेउत्ति । (५) सम्मत्तंमि उ लद्धे पलियपुहुत्तेण गूढ गण्ठिव्व । घणरागदोस परिणामो ॥ सावओ होइ । चरणोवसमखयाणं सागरसंखन्तरा होन्ति ॥ અર્થાત્ (૧) ભવ્યજીવોને જ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ થાય છે. બીજાઓ અર્થાત્ અભવ્યને માત્ર પહેલું યથાપ્રવૃત્તકરણ જ થાય છે. આ કરણ એ આત્મપરિણામ છે. (૨) જયાં સુધી ગ્રન્થિ ઊભી છે, ત્યાં સુધી પહેલું યથાપ્રવૃત્તકરણ જ હોય છે; અને ગ્રન્થિને ઓળંગે (ગ્રન્થિને ભેદ), ત્યાં બીજું અપૂર્વકરણ હોય. પણ સમ્યક્ત્વ આગળ કરે (અર્થાત્ પ્રાપ્ત થવાની તૈયારી Acharya Shri Kailassagarsuri Gyanmandir હોય) ત્યાં અનિવૃત્તિકરણ આવે છે. (૩) ‘ગ્રન્થિ' એટલે અતિ બહુ કલેશ-કરે ભેદાય એવો, અતિ કઠોર નક્કર રૂઢ વાંસની ગુપ્ત ગાંઠ જેવો, જીવનો કર્મજાનિત નિબિડ રાગદ્વેષનો પરિણામ. (૧૪૧ - (૪) આ ‘ગ્રન્થિ’ પરિણામથી વિપરીત, ગ્રન્થિભેદ થયે, સમ્યક્ જ્ઞાન-પરિણામ જન્મે છે. એ સમ્યક્ જ્ઞાનનો થોડો પણ સારો વિશુદ્ધ અંશ હંમેશા અસંમોહ-અવ્યામોહનું કારણ બને છે. (સંમોહ યાને વ્યામોહ ન થવા દે) (૫) સમ્યક્ત્વ પ્રાપ્ત થયે, (આત્મામાં કર્મની રહેલી સ્થિતિમાંથી પલ્યોપમ-પૃથકત્વ જેટલી સ્થિતિ તોડી નાખે) ત્યારે શ્રાવકપણું પ્રાપ્ત થાય; અને એ સ્થિતિમાંથી સંખ્યાતા સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ તોડતો જાય, તેમ તેમ સર્વવિરતિ–ચારિત્ર, ઉપશમ–ચારિત્ર, અને ક્ષાયિક-ચારિત્ર પ્રાપ્ત થાય છે. For Private and Personal Use Only આનો લેશથી વિચાર કરવામાં આવ્યો છે, હવે શ્રેષ્ઠ યોગ કયો તે બતાવવા કહે છે, – (मूल) अतस्त्वयोगो योगानां योगः पर उदाहृतः । मोक्षयोजनभावेन सर्वसंन्यासलक्षणः ॥११॥ અર્થ : એટલા માટે અયોગ’ એ યોગોમાં શ્રેષ્ઠ યોગ કહેલો છે; કેમકે એ યોગસંન્યાસરૂપ હોઇ (જીવને)મોક્ષ સાથે જોડી આપનાર (યોગ કરાવી આપનાર) છે. અર્થાત્ જે કારણથી આયોજ્વકરણગની પછી દ્વિતીય યોગ-સંન્યાસ કરવામાં આવે છે, તથા જેનું ફળ ‘શૈલેશી અવસ્થા’ યાને સ્થિર આત્મપ્રદેશદશા છે, તે એ યોગ-પ્રયત્નનું છેલ્લું ફળ છે. તેથી જ ત્યાં યોગોનો સંપૂર્ણ ત્યાગ થતો હોવાથી એને યોગસંન્યાસ, યોગનિરોધ, અયોગ નામનો સામર્થ્યયોગ કહે છે. એ મિત્રા-તારાદિ બધા યોગોમાં શ્રેષ્ઠ યોગ છે, પ્રધાનયોગ છે. આમ તો એમ દેખાય કે હવે અયોગ–અવસ્થામાં કશું કરવાનું નહિ હોવાથી એને યોગ કેમ કહેવાય ? કિન્તુ ‘મોક્ષ સાથે જીવને યોગ આપે તેને યોગ કહેવાય,' એ વ્યાખ્યાથી અયોગ એ
SR No.020952
Book TitleYogdrushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1993
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy