SearchBrowseAboutContactDonate
Page Preview
Page 873
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬. તત્વાર્થસૂત્રને રહે છે, સંઘાઈ શકતી નથી એવી જ રીતે અનન્તાનુબન્ધી ક્રોધ ઉત્પન્ન થાય છે તે તે જીવનપર્યન્ત કદી પણ શાન્ત થતો નથી. તેના સંસ્કાર જીવનવ્યાપી હોય છે. તેના સંસ્કારને નાશ કરવાને કઈ ઉપાય નથી. અનન્તાનુબધી ધથી મૃત્યુ પ્રાપ્ત કરનાર અને પ્રાયઃ નરકગતિમાં ઉત્પન્ન થાય છે. અપ્રત્યાખ્યાની ક્રોધ મધ્ય શ્રેણીને હેય છે તે જમીનમાં પડેલી તડ જે છે જેના સંસ્કાર એક વર્ષ સુધી અસ્તિત્વમાં રહે છે અર્થાત જેમ જમીનમાં જે ફાટ પડી જાય છે તે વર્ષાઋતુમાં ચોક્કસ જ ભુંસાઈ જાય છે એવી જ રીતે જે કાધ એકવાર ઉત્પન્ન થઈને એક વર્ષની અંદર–અંદર પ્રશાંત થઈ જાય છે, તે અપ્રત્યાખ્યાની કેધ કહેવાય છે. આ પ્રાધવાળા જ મરણ પછી તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. પ્રત્યાખ્યાનાવરણને ક્રોધ વિમધ્ય કહેવાય છે તે રેતીમાં દોરેલી રેખા જે હોય છે તાત્પર્ય એ છે કે રેતીના ઢગલામાં લાકડીથી અગર કેઈ સળીથી જે રેખા બનાવી દેવામાં આવે તે તે વધુમાં વધુ ચાર માસની અંદર ભુંસાઈ જાય છે એવી જ રીતે જે કોઇ નિયમથી ચાર માસમાં શાન્ત થઈ જાય તે પ્રત્યાખ્યાન ક્રોધ કહેવાય છે. આ ફોધવાળા જીવ મરીને મનુષ્યયોનિમાં જન્મ લે છે. - સંજવલન ક્રોધ મંદ હોય છે. તેને પાણીમાં ખેંચેલી રેખાની ઉપમા આપવામાં આવી છે કહેવું એ છે કે લાકડી શલાકા અથવા આંગળી વડે પાણીમાં જે રેખા ખેંચીએ તો પાણીને સ્વભાવ તરલ હોવાથી તે રેખા તેજ વખતે અદશ્ય થઈ જાય છે એવી જ રીતે જે અપ્રમત્ત જ્ઞાની પુરુષને ક્રોધ ઉત્પન્ન થતાની સાથે જ ઉપશાન્ત થઈ જાય છે તેને કૈધ સંજવલનbધ કહેવાય છે અને આ જાતના કોધવાળા જ દેવગતિમાં ઉત્પન્ન થાય છે, આવી જ રીતે માન પણ ચાર પ્રકારના છે. અનન્તાનુબન્ધી માન તીવ્ર અપ્રત્યાખ્યાની માન મધ્ય પ્રત્યાખ્યાની માન વિમધ્ય અને સંજ્વલન માન મન્દ હોય છે. આ ચાર પ્રકારના માન અનુક્રમે લિસ્તમ્ભની સમાન, અસ્થિતંભની જેમ દારુસ્તભની જેમ અને તૃસ્તંભની માફક સમજવા જેઈએ. જેવી રીતે શૈલખંભે અથોત પર્વતે કદાપી નમતું નથી તેવી જ રીતે કેઈ નિમિત્તથી ઉત્પન્ન થયેલ જે માન જીવન પર્યત જતું નથી તે અનન્તાનુબન્ધી માન કહેવાય છે. આ માનને વશ થઈને મરનારા પ્રાણ નરકગતિમાં ઉત્પન્ન થાય છે એવી જ રીતે તે અસ્થિતંભ (હાડકાં) વગેરેની જેમ માન પણ પૂર્વોક્ત ક્રોધની જેમ ઘટિત કરી લેવો જોઈએ તેમના ફળસ્વરૂપ થવાવાળી ગતિ પણ પૂર્વવતું જ જાણી લેવી. એવી જ રીતે માયા પણ ચાર પ્રકારની છે-અનન્તાનુબન્ધી માયા, અપ્રત્યાખ્યાની માયા પ્રત્યાખ્યાની માયા અને સંજવલન માયા ક્રોધ અને માનની જેમ માયા પણ અનુક્રમથી તીવ્ર મધ્ય વિમધ્ય અને મન્દ હોય છે. અનન્તાનુબન્ધી માયા વાંસની ગાંઠની જેમ અપ્રત્યાખ્યાની માયા ઘેટાના શિંગડાની જેમ પ્રત્યાખ્યાની માયા ગમૂત્રિકા (ચાલતા-ચાલતાં સૂતરનાર બળદના મૂત્રની વાંકી-ચુડી રેખાઓ)ની જેમ અને સંજવલન માયા અવલેખનિકોની જેમ હોય છે. તાત્પર્ય એ છેકે જેમ વાંસની ગાંઠ અત્યન્ત કુટિલ-વર્ક હોય છે અને હજાર પ્રયત્ન કરવા છતાં પણ સીધી થઈ શકતી નથી એવી રીતે તીવ્ર અનન્તાનુબંધી માયા પણ જીવનપર્યન્ત કદાપી દૂર કરી શકાતી નથી. આ માયાને વેશ થઈને મરનાર જીવો મરણની અનન્તર નરક
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy