SearchBrowseAboutContactDonate
Page Preview
Page 872
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ, અ. ૩. મેહનીય નામનીમૂળ કર્મપ્રકૃતિના ભેદનું નિરૂપણ સૂ ૯ ૧૮૫ ખાવાની ઈચ્છા થાય છે. આવી જ રીતે સંકલ્પની વિષયભૂત સ્ત્રીઓમાં પુરુષવેદ કષાય મેહના ઉદયથી અભિલાષા થાય છે. - સ્ત્રીવેદ નેકષાય મોહના ઉદયથી સ્ત્રીને પુરુષની ઈચ્છા થાય છે અને આ વેદના ઉદયથી સંકલ્પના વિષયભૂત પુરુષોમાં પણ અભિલાષા થાય છે. નપુંસકવેદ નેકષાય મેહનીયના ઉદયથી સ્ત્રી અને પુરુષ, બંનેની સાથે કામક્રીડા કરવાની અભિલાષા ઉત્પન્ન થાય છે. જેવી રીતે બે ધાતુઓને ઉદય થવાથી સમ્માર્જિત આદિ દ્રવ્યની અભિલાષા થાય છે. કેઈ-મેઈને પુરુષની જ અભિલાષા થાય છે તથા સંકલ્પજનિત વિષયમાં અનેક પ્રકારની અભિલાષા ઉત્પન્ન થાય છે. પુરુષવેદ વગેરે ત્રણ કપ માટે ઘાસની અગ્નિ લાકડાની અગ્નિ અને છાણાની અગ્નિના દાખલાઓ પ્રસિદ્ધ છે. પુરુષવેદ-મેહનીય રૂપી અગ્નિ જ્યારે તીવ્રતાની સાથે પ્રજવલિત થાય છે ત્યારે તેને પ્રતિકાર થવાથી વડવાની જેમ શમી જાય છે જેમ ઘાસનો પૂળો જલદી જ સળગી જાય છે તેમ પુરુષવેદની અસર પણ શીધ્ર સમાપ્ત થઈ જાય છે. લાંબા સમય સુધી સળગતું નથી. સ્ત્રીવેદમેહરૂપી અગ્નિ લાંબા સમય બાદ શાન્ત થાય છે તે એકદમ સળગી પણ ઉઠતી નથી બલકે સંભાષણ સ્પશન આદિ સૂકા લાકડા (બળતણ)થી ક્રમશઃ ક્રમશઃ વધતી જાય છે. સ્ત્રીવેદને અગ્નિ અત્યન્ત મજબૂત બાવળના લાકડાની ઘણું વધી ગયેલી જ્વાલાઓના સમૂહ જે હોય છે. તેને શમાવવામાં સમય લાગે છે. નપુંસકવેદ મેહનીય રૂપી અગ્નિ ઉક્ત બનેથી અધિક ઉગ્ર હોય છે તે કઈ મહાનગરમાં લાગેલ અગ્નિકાંડની જેમ અથવા છાણાની માફક અંદર અંદર જ ઘણી ભભતી રહે છે. તેનું શમન ઘણાં લાંબા સમય પછી થાય છે. આવી રીતે પચીસ પ્રકારના ચારિત્રમેહનીય કર્મનું નિરૂપણ કરવામાં આવ્યું. ત્રણ પ્રકારના દર્શન મેહનીયકર્મનું નિરૂપણ અગાઉ કરવામાં આવ્યું છેઆમ મેહનીય કર્મની અઠયાવીસ પ્રકૃતિનું પ્રતિપાદન થઈ ગયું. અનન્તાનુબન્ધી કષાયને ઉદય સમ્યફદર્શનને નાશ કરે છે જ્યાં સુધી તેને ઉદય રહે છે ત્યાંસુધી સમ્યફદર્શનની ઉત્પત્તિ થતી નથી સમ્યફદર્શન જે પહેલાં ઉત્પન્ન થઈ ગયું હોય અને પાછળથી અનન્તાનુબંધી કષાયને ઉદય થાય તે તે નાશ પામી જાય છે. અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી દેશવિરતિ પણ ઉત્પન્ન થઈ શક્તી નથી તે પછી સર્વવિરતિ તે થાય જ કેવી રીતે? પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી દેશવિરતિમાં તે અવરોધ થતું નથી પરંતુ સર્વવિરતિ રૂપ ઉત્તમ ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. કહેવાનું એ છે કે બધા પ્રકારના પ્રાણા તિપાતથી વિરત થાય છે એ જાતના સકલસંયમને લાભ થતો નથી. સંજ્વલન કષાયના ઉદયથી વીતરાગ ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. અનન્તાનુબન્ધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, અને સંજ્વલન એ ચારેના કેધ, માન, માયા અને લેભ એમ ચાર–ચાર ભેદ છે અનન્તાનુબન્ધી આદિ ચાર પ્રકારના ક્રોધમાં એવી જ રીતે માન, માયા અને લેભમાં પરસ્પર જે તારતમ્ય છે અર્થાત તીવ્રભાવ, મધ્યભાવ વિમધ્યભાવ અને મન્દભાવ છે, તે હવે દર્શાવીએ છીએ– ચારે પ્રકારના ક્રોધમાં અનન્તાનુબધી ક્રોધ ઉગ્ર હોય છે. તે પહાડમાં પડેલી ફાંટ (તીરાડ) જે છે જેમ પર્વતમાં પથ્થરશીલા વગેરેમાં જે તિરાડ પડી જાય છે, તે જ્યાં સુધી શિલા છે ત્યાં સુધી ૨૪.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy