SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૧ લે. સદ્ભક્તિ વડે શોભતા સંધપતિએ મહાધરોની સાથે તે દિવસે ઉપવાસ કરે; અને સ્નાન કરી વસ્ત્રાલંકાર ધારણ કરી, પત્ની સહિત સંઘપતિએ દેવાલયમાં આવીને મનહર આત્રપૂજા કરવી. સંઘના પડાવની બાહેરના પવિત્ર પ્રદેશ ઉપર શ્રી શત્રુંજથની સન્મુખ પોતાના હૃદયના આવાસ જે ઉત્તમ આવાસ કરાવ. પછી સંધનીસાથે ધૂપ દહન ધારણ કરી, મંગલ ધ્વનિસહિત ધવલગીતનાં ઉચ્ચાર કરતાં, યાચકોને હૃદયમાં ઉલ્લાસ લાવી દાન આપતાં, તીર્થની સન્મુખ થોડું ચાલી ત્યાં પ્રકાશિત યક્ષકર્દમવડે ભૂમિ ઉપર વિલેપન કરી, સંઘને બહુ પ્રકારે સ્વરિતકારક એવો મેતીને કે ચેખાને એક સ્વસ્તિક કુકમામંડલ ઉપર કરો. પછી સર્વ કેલાહલ શત કરાવી ગણધરમહારાજને આગળ કરી તેમની પછવાડે સંઘપતિએ પૂજનસવ કર. ભુજેલાં, રાંધેલાં કે તૈયાર કરેલાં નૈવેદ્યથી, રૂપા તથા સુવર્ણથી, અને વસ્ત્રાલંકાર તથા પુષ્પમાલાથી પ્રથમ પૂજન કરવું. પછી અનંત ફળને આપનાર, સાધર્મીવાત્સલ્ય, સંઘપૂજા અને દેવાલયમાં સંગીત અતિભક્તિથી કરવાં. તે સમયે મહાધરે એ અને બીજા પણ મહાશયે એ વસ્ત્રાલંકાર અને પુષ્પમાળાથી પતીસહિત સંઘપતિને બહુમાનપૂર્વક પૂજવા. તે દિવસે સર્વ સંઘવાસીઓએ આશિપાન્ન જમી ધર્મસંબંધી કથા અને ગુરૂસેવા કરતાં ત્યાં જ રહેવું.” આપ્રમાણે શ્રીનાભ ગણધર પાસેથી સાંભળી મહાસંતોષ પામેલા ચક્રવર્તીએ સિદ્ધાચલના સમીપ ભાગમાં સંઘને પડાવ કરાવ્યું. પછી પત્ની સહિત ચક્રવર્તી સ્નાનથી શુદ્ધ થઈ, બલિદાન આપી, શુભવસ્ત્ર ધરી, મહાધરોની સાથે દેવાલયમાં આવ્યા. ત્યાં ગણધરની સાક્ષીએ પુષ્પ અક્ષત તથા સ્તુતિવડે પ્રભુની પૂજા કરી સંગીત કરાવ્યું. પછી ગુરૂના કહેલા વિધિપ્રમાણે ભારતે એક પવિત્ર પ્રદેશપર યક્ષકદમવડે મંડલ કરી તે ઉપર મોતીનો સ્વસ્તિક કર્યો. સુવર્ણના પાત્રમાં મોટા પકવાનના રાશિ કર્યા, તે જાણે તે પર્વતના શિખરો ચક્રવર્તીની સામે આવ્યાં હોય તેવા દેખાતા હતા. તે સિવાય રોહણાચળના સર્વસ્વને ચોરનારા રત્નરાશિ અને મેરૂગિરિના પોટા પાષાણ હોય તેવા સુવર્ણરાશિ પણ કરવામાં આવ્યા. એ પ્રમાણે ગુરૂના ઉપદેશ કરેલા માર્ગ પ્રવર્તતા રાજાએ સંઘસહિત પુંડરિકગિરિની પૂજા કરી. પછી ભક્તિના ભારથી નમી જતા હોય તેમ ભરતે પંચાંગ પ્રણામવડે પૃથ્વીને સ્પર્શ કરી તીર્થની સ્તુતિ કરવાનો આરંભ કર્યો. પાતાળવારસી ધરણંદ્ર પ્રમુખ નાગકુમાર દેવતાઓ જે તીર્થરાજને સદા સેવે છે તે તીર્થરાજને નમસ્કાર છે. અમરેંદ્ર અને બલીંદ્ર વિગેરે સર્વે ભુવન૧ સાથીઓ. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy