SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મ.] ભરતરાજાએ ગિરિરાજની કરેલી સ્તુતિ અને આનંદપુરનું વસાવવું. ૧૭૭ વાસી દેવો જેની નિત્ય સેવા કરે છે, તે તીર્થરાજને નમસ્કાર છે. કિન્નર તથા કિંપુરૂષ વિગેરે ઈંદ્રો જેની નિય સેવા કરે છે તે તીર્થરાજને નમસ્કાર છે. રાક્ષસેના અને યક્ષોના ઈંદ્રો પરિવાર સહિત જેની નિત્ય સેવા કરે છે તે તીર્થરાજને નમરકાર છે. અણપત્રી અને પશુપન્ની વિગેરે વ્યંતરેની નિકાયના નાયકે જેની સેવા કરે છે તે તીર્થરાજને નમરકાર છે. જેતિષીના ઇંદ્ર, સૂર્ય, ચંદ્ર અને બીજા ખેચર જેની સેવા કરે છે તે તીર્થરાજને નમસ્કાર છે. ઇંદ્ર, ઉપેદ્ર, સિદ્ધ અને વિદ્યાધરો જેની નિત્ય સેવા કરે છે તે તીર્થરાજને નમરકાર છે. રૈવેયક અને અનુત્તર વિમાનમાં રહેલા દેવતાઓ મનવડે જેની સેવા કરે છે તે તીર્થરાજને નમસ્કાર છે. આ ગેલેક્સમાં રહેલા નાગકુમારાદિક, અન્ય દેવતાઓ અને મનુષ્ય જેની સેવા કરે છે તે તીર્થરાજને નમસ્કાર છે. જે તીર્થ અનંત, અક્ષય, નિત્ય અને અનંત ફળને આપનારું અનાદિકાળથી છે તે તીર્થને નમરકાર છે. જયાં અનંત તીર્થંકર સિદ્ધ થયા અને સિદ્ધ થશે, તેમજ જે મુક્તિનું ક્રીડાગ્રહ છે, તે તીર્થરાજને નમસ્કાર છે.” આ પ્રમાણેની પુંડરીકગિરિની સ્તુતિ જે પોતાના સ્થાનમાં રહીને કરે તે પણ તેની યાત્રાનું ઉત્તમ ફળ મેળવે છે. ચક્રવર્તીએ ગિરિરાજની સ્તુતિ કરીને પછી ભક્તિથી શ્રીનાભગણધરને અને આખા ગણને નમસ્કાર કર્યો. નમન કરતા ભરતના પૃષ્ઠઉપર ગણધરે પોતાને હાથ મૂક્યું, જે હાથ મેરૂપર્વત ઉપર કર્મરૂપી હાથીને ભેદવાને પડેલાકેશરીસિહ જેવો શોભતો હતો. ગુરૂવાક્યરૂપ અમૃતના સિંચનથી મનમાં સંતોષ પામીને ભરતરાજાએ ધર્મ-ધ્યાનમાં પરાયણ રહી તે દિવસ ત્યાંજ નિર્ગમન કર્યો. બીજે દિવસ પ્રાતઃકાલે સંધસહિત ઐયમાં જઈ તીર્થકર ભગવંતને અને ગુરૂને નમીને ભરતેશ્વરે પુણ્યના કારણભૂત પારણું કર્યું, પછી વર્દકી રાની પાસે પંડરીકગિરિની નજીક વિનીતાનગરી જેવું એક શહેર રચાવ્યું. તેમાં ગિરિને જેવાને જાણે નિમેષરહિત નેત્રસમૂહ રહ્યાં હોય તેવા મોટા મહેલમાં કરેલા કોટિગમે ગવાક્ષે ભતા હતા. તે મહેલની અનેક મણિમય અટારીઓમાં રહેલા માનવો અમાવાસ્યાને દિવસે પણ સહસ્ત્ર ચંદ્રની ભ્રાંતિ કરાવતા હતા. ત્યાં આવેલા સુવર્ણમય પ્રાસાદનાં શિખરોને જોઈને લેકે મેરૂગિરિને તેને અવકરના એક ફૂટરૂપ માનતા હતા. ત્યાં આવી ચડેલા વિદેશી કે ત્યાંની બજારમાં સમુદ્રમાં જળની જેમ પૃથ્વીની સર્વ પ્રકારની વસ્તુઓ જતા હતા. તેના વિશાળ કિલ્લાની આકાશસુધી ઊંચી ગયેલી શિખા ક્ષણવાર સૂર્યના ઘડાને પણ ચાલવામાં વિશ્વ કરતી હોય તેમ જણાતી હતી. જેના રજાળની કાંતિ પ્રસરેલી છે એવા કારરૂપ મુખ૧ . ૨ નીકળેલા કચરે. ૨૩ For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy