SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૯ સર્ગ જ છે. ] બન્ને પક્ષની મોટી તૈયારીઓ. જેવું તેજસ્વી ભાલું હાથમાં ગ્રહણ કર્યું. પરાક્રમી અને પ્રત્યક્ષ ક્ષાત્રધર્મરૂપ સવાકાટિ ભરતચકીના કુમારે સજજ થઈને તત્કાળ રણભૂમિમાં આવ્યા. તેઓમાં સવંથી જયેષ્ટ ત્રણ લોકને વિજય કરવાને સમર્થ અને દિવ્ય આયુધવડે દુર્ધર સૂર્યયશા સર્વની આગળ થઈને રણભૂમિમાં આવ્યું. તેણે સૂર્યહાસ નામે ખર્ક, ઇંદ્રધનુ નામનું ધનુષ્ય અને સુરમેહ નામે બખ્તર ધારણ કરેલ હોવાથી તે વિશેષ શોભતો હતો અને સૂર્યની દવાજાવાળા તથા નીલ ઘોડાવાળા ગરૂડનામના રથપર આરૂઢ થઈને રણમાં આવ્યો હતો. તેની પાછળ સિંહની વજાવાળે અને દેવતાથી પણ અજેય એવો દેવયશા નામે રાજકુમાર શ્વેત ઘોડાવાળા રથ પર આરૂઢ થઈ રણભૂમિમાં આવ્યું. તેને કનિષ્ઠબંધુ વરયશા ગરૂડની ધ્વજાવાળા રથમાં બેસી, ધનુષ્ય લેઈ, દૃઢ કવચ પહેરી રણમાં આવ્યું. ત્યાર પછી સુયશા નામનો ચક્રીપુત્ર કપિના ચિન્હવાળી વાવાળા દુર્જય નામના રથમાં બેસીને મહાબળવાન હેવાથી પૃથ્વીને કંપાવત રણભૂમિમાં આવ્યું. ત્યાર પછી પિતાના નાદવડે પૃથ્વી ને આકાશના મધ્યભાગને નાયુક્ત કરતો મર્યની ધ્વજાવાળો મહા પરાક્રમી મેઘનાદ નામને કુમાર ધનુષ્ય ધારણ કરીને રણભૂમિમાં આવ્યું. તેની પાછળ મેઘની પેઠે બાણધારાને વર્ણવતો કાલમેઘ નામે વીર ગજની દવાવાળા રથ પર બેસી સર્વ પ્રકારનાં અસ્ત્રો લઈને રણમાં આવ્યો. શત્રુઓનું મર્દન કરનાર મહાકાળ નામે વીર કપિલવણ અશ્વથી જોડેલા ઘુવડના વજાચિહવાળા રથ પર બેસી યુદ્ધ કરવામાં ઉત્સુક થઈને રણભૂમિમાં આવ્યું. પાંચ અક્ષૌહિણું પ્રમાણ સેનાને વિજય કરનાર વૈસિંહ નામે વીર કૃષ્ણ અથવડે જોડેલા અશ્વિના ચિન્હવાળી દવાવાળા રથ પર બેસી રણાંગણમાં આવ્યું. પિતાના આત્માને વીર માનનાર વીરસેન કુમાર હાથમાં ગદા લઈ નીલ અધથી જોડેલા હંસના ચિન્હવાળી ધ્વજાવાળા રથ પર બેસી રણ કરવાને ઉત્સુક થઈ રણભૂમિમાં આવ્યું. એવી રીતે ચક્રવર્તીના બળવાન પુત્રો અને અનેક રાજાઓ વિવિધ પ્રકારનાં વાહનો પર બેસીને યુદ્ધ કરવા માટે આવ્યા. પ્રૌઢ પ્રરાક્રમવાળે સેનાપતિ સુષેણ રથના વિનિથી ગર્જના કરતો, કોટિ સુભટોએ વીંટાઈને સિન્યની આગળ આવી ઊભો રહ્યો. બીજા કેટલાક પૂર્ણરથી અને અરથી રાજાઓ અને કુમારે, હાથી, ઘોડા અને રથના વાહનપર આરૂઢ થયા. કેટલાક રણરસમાં નટરૂપ સુભટો પ્રથમથીજ રણમાં અટન કરતા, તેમને રાજાની આજ્ઞાથી છડીદાર આવીને વેગથી અટકાવ્યા. ચાલતા બંને સૈન્યના ૫ ૧ વાનર. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy