SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦. શત્રુંજય માહાસ્ય. |[ ખંડ ૧ લો. ગના આઘાતથી સ્થિર પૃથ્વી પણ શેષનાગની ફણાને નમાવતી કંપવા લાગી. બંને સૈન્યના વીર પુરૂષના અતિશય બળથી રંજિત થઈને જાણે મરતક ધુણાવતા હેય તેમ મોટા મોટા પર્વતે કંપાયમાન થયા. પ્રલયકાળના આરંભ વખતે ક્ષોભ પામતા સમુદ્રની જેમ ઉલ થઈને નાદ કરતાં બંને સૈન્ય બળના અતિશયપણાથી પરસ્પર એકઠાં મળ્યાં. દુંદુભિના શબ્દોએ પિષણ કરેલા બંને સૈન્યના નિશાનના વનિથી સર્વ ઐક્ય ચળાચળ થઈને ભા પામવા લાગ્યું. ઘેડેવારે ઘોડેસવાર, ગજવારે ગજવાર, રથીએ રથી, પેદલે પેદલ, ખેચરે ખેચર, રાજાએ રાજા, સુભટે સુભટ, સામંતે સામંત અને ભીલે ભીલએમ સર્વ સૈનિકે સમાનપણે સામસામા મળ્યા. રણભૂમિમાં આવેલા હરતીએના પરસ્પર મળવાથી સામસામા મળી ગયેલા દંતુશળ બંને વીરેની જ્યલક્ષ્મીને રહેવાના પલંગ જેવા જણાવા લાગ્યા. બાણની ધારારૂપ વૃષ્ટિથી દિશાઓને આચ્છાદન કરતા, ઇંદ્રધનુષ્યની જેમ વિચિત્ર ધનુષ્યને ધારણ કરતા, સિંહનાદવડે ગર્જના કરતા, ભાલા, ખ, અને સંપાવડે વિધુની પેઠે આકાશને પ્રકાશતા, પતાકારૂપ બગલીઓને ફરકાવતા, રજવડે વાદળને વિકર્વતા, કીર્તિરૂપ લતાની વૃદ્ધિને માટે રૂધિરરૂપ જળથી પૃથ્વીને સિંચતા, ચાતક પક્ષીની જેમ પોતાને અનુસરનાર શિયાળ, ગીધ વિગેરેને જીવિતદાન આપવાવડે પોષણ કરતા અને પિતાનાં વાહનોને આકાશમાં રાખી ભૂમિનો પર્શ નહીં કરતા આમતેમ વિચરતા વીરપુરૂષ પ્રલયકાળના મેઘની જેવા દેખાતા હતા. સૈન્યસાગરમાં તરંગની જેમ ઉછળતા વીર લેક ક્રોધ પામી, અશ્વ, રથ કે હરતી કોઈને પણ ગણતા નહતા. કોઈ હસતીએ પોતાની સુંટવડે પકડી, આકાશમાં ભમાડી અશ્વ અને દ્ધાસહિત રથને પક્ષીના માળાની પેઠે ક્યાંઈ ફેંકી દીધો. ઉત્કટ યુદ્ધના સમારંભમાં કઈ દંભવગરનો સાહસીક વીર પુરૂષ, “હાથીનાં કુંભસ્થલ પોતાની પ્રિયાનાં સ્તન સાથે સ્પર્ધા કરે છે એવું તેની ઉપર વૈર લાવીને તેને ઉપર તાડન કરવા લાગે. આવી રીતે યુદ્ધ થતાં પિતાનું સૈન્ય કાંઈક મંદ પડયું છે એવું જોઈને સુપેણ સેનાપતિ ક્રોધ પામી હાથમાં અસ્ર લઈ પ્રલયકાળના અગ્નિની જેમ અશ્વરત ઉપર બેસી આગળ આવે. જયારે સુષેણ તૃણની પેઠે સુભટસમૂહનું ઉમૂલન કરવા લાગ્યો, ત્યારે કોઈપણ સુભટ તેની આગળ ઊભો રહી શક્યો નહીં. એ વખતે વિદ્યાધરોને અગ્રણે અનિલગ નામને એક સુભટ બાહુબલિના ચરણમાં પ્રણામ કરી પવન વેગે ત્યાં દેડી આવ્યું. તેણે આવીને કહ્યું કે “અરે સુ For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy