SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧ પરસેવા. ૨ માળ. ૧૫ ખંડ ૧ લો. ભરતચક્રીનો અયોધ્યામાં પ્રવેશ. ૧૧૩ ભરતના આવવાથી અયેાધ્યામાં ઘેર ઘેર તેારણા બંધાણાં, લેાકેા કેશર કંકુના જળથી પૃથ્વીપર છંટકાવ કરવા લાગ્યા, ભરતનાં ચરિત્રોનાં ચિત્રો ગૃહની ભિતાપર ચિતરવામાં આવ્યાં, સર્વ તરફ મંગલધ્વનિ પ્રસરી રહ્યો, લૉકા હર્ષથી વસ્ત્રાભરણ પહેરી ફરવા લાગ્યા, સર્વે ઠેકાણે સુવર્ણરસ્તંભાસાથે માંચડા ઊભા કર્યાં, અને પ્રત્યેક માંચડાપર રત્નમય પાત્ર અને તેારણેા ગાઠવવામાં આવ્યાં; તે જાણે પૃથ્વીપર સૂર્યનાં બિબે ચક્રીને જોવા આવ્યાં હોય તેવા જણાવા લાગ્યા. ઊંચે ઉડતા જળયંત્રોના જળથી જાણે અકરમાત્ ચક્રીના દર્શનથી અયેાધ્યા નગરી સ્વેદૈવાળી થઇ હાય, તેમ દેખાવા લાગી. વિચિત્ર પતાકાઓથી ચિરકાળે પ્રાપ્ત થયેલા પતિને જોઈ ઉત્સુક થયેલી અચૈાધ્યા નગરી જાણે બહુભુાએથી આલિંગન કરવાને ઇચ્છતી હોય તેમ જણાવા લાગી. ઠેકાણે ઠેકાણે ધૂપટીઓમાંથી ધૂમાડા નીકળતા હતા તેને નગરજનાએ ચિરકાળના ભત્તુવિરહ જાણે ચાર્લ્સે જતા હોય એમ જોયા, પુરીમાં પ્રવેશ કરવાની ઇચ્છાવાળા ભરતચક્રી, શુભમુહૂર્તો ઐશવતજેવા ગજરત ઉપર આરૂઢ થયા. તે વખતે જગમાં આ એકજ પતિ છે એવું સૂચવતા અને તેમની કીર્તિના સમૂહ જેવા ઉજવલ એક છત્રથી મહારાજ શાભતા હતા. બંને પડખે વીંન્નતા ચામરી, જાણે કમળથી પણ વિશેષ એવા તેના મુખકમળને માટે માનસરાવરથી એ હંસ આવ્યા હાય, તેવા દેખાતા હતા. પેાતાતાના કિરણેાવડે માંહેામાંહે યુદ્ધ કરતાહોય તેવા રણોથી અલંકૃત ભરતરાજા ઈચ્છાનુસાર દાન દેવાથી જાણે જંગમ કલ્પવૃક્ષ હાય તેવા જણાતા હતા. દિગ્વિજયમાં થયેલા વિચિત્ર ચરિત્રોની વાતાથી ચારણભાટની જેમ સુર-અસુરા સ્થાને સ્થાને તેમની સ્તવના કરતા હતા. આ પ્રમાણે ઠેકાણે ઠેકાણે નગરજનાના નમનને સ્વીકારતા ભરતચક્રી ગુણેાથી લોકેાના ચિત્તમાં અને કેહથી નગરીમાં પેઠા, નગરવચ્ચે થઇને ચાલતાં અનુક્રમે પેાતાના પિતાના મહેલપાસે આવ્યા. એ મહેલજાણે લાખા નેત્ર હોય તેવાં લાખા જાળીઆથી ઉત્સુકથઈને મહારાજાને જોતા હેાય તેમ દેખાતા હતા અને આસપાસ આવેલી ઉડતી પતાકાઆવડે જાણે ઉત્કંઠાથી નૃત્ય કરતા હાય, તેમ લાગતા હતા. કાઇ ઠેકાણે ઇંદ્રમણિથી શ્યામ, કાઇ ઠેકાણે સ્ફટિક મણિથી શ્વેત, કાઈ ઠેકાણે પદ્મરાગ મણિથી રક્ત અને કાઈ ઠેકાણે સુવર્ણથી પીત–એમ વિચિત્રવર્ણનો અને એકવીશ ભૂમિકાવાળા એ મહેલ સ્વર્ગભુવનની જેવા દેખાતા હતા. મહેલપાસે આવતાં વેદિકા ઉપર ચરણ મૂકી, પર્વતના ઉત્સંગથી કેશરીની જેમ ભરતેશ હાથી ઉપરથી ઉતર્યાં. તે સાથે બીજા પણ २ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy