SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ શત્રુંજય માહાત્મ્ય. તે [ સર્ગ ૩ જો. રતે અષ્ટમ તપ કર્યું. તેના પ્રભાવથી તે ગુફાના અધિષ્ઠાયકનું આસન ચલિત થયું, એટલે તરતજ તે નાટયમાળ નામે દેવ, ભેટ લઇને ત્યાં આવ્યા. અનેક પ્રકારનાં આભૂષણેા ભેટ ધરીને તે ચક્રવÎની સેવામાં તત્પર થયા, અને રાજાએ બહુ માનથી વિદ્યાય કર્યો એટલે તે પેાતાને સ્થાનકે ગયા. પછી રાજાની આજ્ઞાથી સુષેણે તમિશ્રાની જેમ તે ગુફાનાં કમાડ ઉધાડ્યાં. એટલે ભરત ચક્રીએ હાથી ઉપર બેસી તેના દક્ષિણ સંધ ઉપર મણિરત મૂકી ગુહાની અંદર પ્રવેશ કર્યો. પછવાડે સર્વ સૈન્ય ચાલ્યું. પૂર્વની જેમ અહીં પણ કાકિણી રલથી ગામૂત્રાકૃતિએ બંને પડખે ચક્રીએ માંડલાં કર્યાં અને પૂર્વની પેઠે નિસ્રગા અને ઉન્નિમ્રગા નદી ઉતરી, ગુફાને છેડે આવ્યા. ગુફાનું દક્ષિણકાર ક્ષણવારમાં પેાતાની મેળેજ ઉઘડી ગયું ગુફાદ્વારમાંથી નીકળીને ગંગાના પશ્ચિમતીર ઉપર સૈન્યના પડાવ કરાવ્યો. ત્યાં નવનિધિને ઉદ્દેશીને ચક્રીએ અષ્ટમ તપ કર્યાં. તપને અંતે નવનિધિ પ્રત્યક્ષ થયા. તે પ્રત્યેક નિધિ એક એક સહસ્ર યક્ષેાવડે રક્ષણ કરાયલા હાયછે. તેનાં નૈસર્ગ, પાંડુક, પિંગલ, સર્વરલક, મહાપદ્મ, કાલ, મહાકાલ, માણવ અને શંખક એવાં નામ છે. અને તે દરેક આઠ યોજન ઊંચા, નવ યાજન વિસ્તારમાં અને બાર યોજન લાંબા છે. તેના નામ પ્રમાણે નામવાળા તેના અધિષ્ઠાયક એક ક્લ્યાપમના આયુષ્યવાળા નાગકુમારના દેવે છે. તેઓએ ત્યાં આવી ચક્રવર્તોને પ્રણામ કરી કહ્યું કે “હે મહાભાગ ! અમે ગંગાના મુખપાસે મગદેશના નિવાસી છીએ અને તમારા ભાગ્યથી વશ થઇને અહીં આવ્યા છીએ. હે ચક્રવત્ત રાજા ! તમારા ભાગ્યની પેઠે અમારાપણ કદાપિ ક્ષય થતા નથી, માટે જેમ ઇચ્છા આવે તેમ દાન આપે અને અમારા નિરંતર ઉપભેાગ કરો.” આપ્રમાણે નવિધિ વશ થયા પછી ચક્રવીઁએ ત્યાં અઠ્ઠાઇ ઉત્સવ કર્યો અને કલ્પવૃક્ષને પણ અલ્પ કરી ઇચ્છા પ્રમાણે દાન આપ્યું. રાજાની આજ્ઞાથી સુષેણ સેનાપતિ ગંગાનદીનું દક્ષિણ નિષ્ફટ લીલામાત્રમાં સાધીને પેાતાને સ્થાનકે આવ્યા. ત્યાં કેટલેાક કાળ હર્ષથી ચક્રવત્તાઁ રહ્યા. પછી ત્યાંથી ચક્રરત અાધ્યા તરફ આકાશમાર્ગે ચાલ્યું. સુર અસુરીએ વીંટાએલા છ ખંડ પૃથ્વીના પતિ ભરત, અખંડ આજ્ઞાપ્રવતર્તાવતા કેટલેક પ્રયાણે અયેાધ્યાની નજિક આવી પહોંચ્યા. ચારાશી લાખ હાથી, તેટલાજ ધેાડા, તેટલાજ રથ અને છઠ્ઠું કાટિ સુભટાના પરિવાર લઈ પ્રથમ પ્રયાણદિવસથી સાઠ હજાર વર્ષે ચક્રવર્તી પેતાને નગરે આવ્યા. અચાધ્યાની નજિકમાં ભરતે સેનાના પડાવ કર્યો. પછી તે નગરીની અધિષ્ઠાયક દેવીને ઉદ્દેશીને અષ્ટમ તપ કર્યું. તપને અંતે વાદળામાંથી જેમ સૂર્ય નીકળે તેમ પૌષધાગારમાંથી નીકળી ભરતપતિએ સર્વ સંપત્તિનું કારણભૂત પારણું કર્યું. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy