SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ શત્રુંજય માહાત્મ્ય. [ સર્ગ ૩ જો. પેાતપેાતાના વાહનપરથી ઉતર્યા. ત્યાં જે ભેટ ધરતા હતા તેમની ભેટ લઈ, તેએના પ્રણામને સ્વીકાર્યો પછી તેમની સાથે પ્રીતિથી ભાષણ કરતા મહારાજા ક્ષણવાર ત્યાંજ ઉભા રહ્યા. પ્રથમ પેાતાના સાળ હજાર અધિષ્ઠાયક દેવતાઓને યથેાચિત પૂજા કરીને વિદાય કર્યા. પછી ત્રીશ હજાર રાજાઓને, પુરેાહિત રલને, ગૃહપતિ રણને અને વહૂંકિ રણને વિસર્જન કર્યાં. પછી જેમ ખીલે બાંધવાને ગજાદિકને રજા આપે તેમ ત્રણસેાને સાઠ રસાઈઆએને પોતપાતાનેસ્થાને જવાની દૃષ્ટિથીજ આજ્ઞા આપી. ઉત્સવ થયા પછી મહેમાનને રજા આપે તેમ શ્રેષ્ઠિને, અઢાર શ્રેણી પ્રશ્રેણીને, દુર્ગપાલાને અને સાર્વવાહેાને પણ વિદ્યાય કર્યો. પછી ઇંદ્રાણી સહિત ઇંદ્રની જેમ સ્રીરત સુભદ્રા સહિત ખત્રીશ હજાર રાજવંશી રાણીથી અને તેટલીજ દેશના અગ્રણીએની કન્યાએથી વિંટાએલા અને તેટલાજ ખત્રીશ બહુ નાટકાથી ઉપાસના કરાતા મહારાજા ભરત ચક્રવર્તીએ કુબેર જેમ કૈલાસમાં પેસે, તેમ મણિરતમય શિલાની શ્રેણીઓથી નેત્રને આનંદ આપનારા એ મહેલમાં પ્રવેશ કર્યો પ્રથમ પિતાની મૂર્તિને પ્રણામ કરી સાનપીઠપર ગયા; સ્નાન કરી આવીને પુષ્પ, ધૂપ અને અક્ષતાદિકવડે ભક્તિપૂર્વક પ્રભુની પૂજા કરી અને ત્યાંથી રાજાઓના સમૂહની સાથે ચક્રવત્તી ચંદ્રશાળામાં આવ્યા. ત્યાં આશ્ર્ચર્યકારી અને મનગમતા ભાજ્ય પદાર્થો જમ્યા પછી તાંબૂલ લઈ, ચંદનનું વિલેપન કરી, પુષ્પમાલા, - વલવસ્ત્ર અને અલંકારોથી અલંકૃત થઇને મહારાજા ઈંદ્રનીપેઠે શૈાભાયમાન થયા. એ પ્રમાણે દિવ્ય સંગીત, નાટક, સ્રીઓના વિલાસ અને સુખસંચયથી લાલિત થયેલા ભરતેશ્વરે કેટલાક કાળ નિર્ગમન કર્યો. " એકદા દેવતાએએ અને રાજાએએ આવીને વિજ્ઞપ્તિ કરી કે ‘મહારાજ ! સર્વ શત્રુઓનો નાશ કરીને તમે છ ખંડ ભરતના અધિપતિ થયા છે, તેથી અમને મહારાજ્યાભિષેક કરવાની રજા આપે. કેમકે જિનેશ્વરના રાજ્યાભિષેક જેમ ઇંદ્રો કરે છે તેમ આપને રાજ્યાભિષેક કરવાના અમારા આચાર છે. આ પ્રમાણે સાંભળીને ભરતેશ્વરે આજ્ઞા આપી એટલે તરતજ અનેક રાજાએ, વિદ્યાધરા અને યક્ષે ત્યાં એકઠા થઈ ગયા. યક્ષાએ રત્તસમૂહવડે ઈશાન દિશામાં મહા શાભાયમાન એક મંડપ રચ્યા, પછી અનેક પવિત્ર એવા દ્રહ, ની, સમુદ્ર અને તીર્થોમાંથી જળ, મૃત્તિકા અને વાલુકા લાગ્યા. ભરતે પૌષધશાળામાં જઇને અષ્ટમ તપ કર્યાં, કારણ કે તપથી મેળવેલું રાજ્ય તપવડેજ આબાદ થાય છે. તપ પૂર્ણ થયે પૌષધ પારીને નાટચરસમાં ભરપૂર મનવાળા ભરત રાજા ઉત્તમ વસ્ત્ર પહેરી અંતઃપુરની For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy