SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લે.] ભરતચક્રીએ છ ખંડ સાધવા કરેલું પ્રયાણ પછી જેની એક લાખ યક્ષો રક્ષા કરે છે એવું ચક્રરત પૂર્વદિશા તરફ પ્રયાને સૂચવતું શસ્ત્રાગારમાંથી બહાર નીકળીને આકાશમાં રહ્યું ભવા લાગ્યું. તત્કાળ પ્રાતઃકાળમાંજ શુભ મુહૂર્ત અંગપરનાં લક્ષણોથી સંપત્તિને આકર્ષણ કરનાર અને તેમની કીર્તિના જેવા ઉજવળ હસ્તિરત ઉપર ભરતરાજા આરૂઢ થયા. ઉત્કટમદની ધારાથી જાણે બીજે ઝરણવાળ પર્વત હોય, તેવા તે જાતિવંત ગજરને તત્કાળ મટી ગર્જના કરી. તેની સાથે જ જાણે આકાશને પલ્લવિત કરતા હોય તેમ પિતપોતાની સુંઢને ઊંચી કરતા બીજા હરતીઓએ સમકાળે જયનાદ કર્યો. દશ દિશાઓમાં તથા આકાશ અને ભૂમિના મધ્યભાગમાં વ્યાપતો પ્રયાણને દુંદુભિ ગાજી ઉઠ્યો. સર્વ ભવનના ઉદરને ક્ષોભ કરતો અને સર્વ દિશામાં પ્રસરત માંગલ્ય વાઘને જોષ, દૂતની જેમ સૈનિકોને બોલાવવા લાગે. ઝરણાના પ્રવાહવાળા જાણે પર્વતે હોય તેવા ગજેંદ્રો, સમુદ્રના ઉછળતા જાણે તરંગો હોય તેવા ચપળ તુરંગમે, ચાલતા જાણે મેહેલ હેય તેવા ધ્વનિ કરતા રથ અને શત્રુઓને ઘાત કરવાવડે શક્તિને સુરાવતા ભક્તિવાળા પેદળે––એવાચતુરંગસૈન્યને સાથે લઈ ઈદ્રના જેવા પરાક્રમી ભરતરાજા સૈન્યના ચાલવાથી ઉડેલી રજવડે સૂર્યને ઢાંકી દેતા પ્રથમ પૂર્વદિશા તરફ ચાલ્યા. હાથમાં દંડરલ લઈને અશ્વરલ ઉપર બેઠેલે સુષેણ નામે સેનાપતિરલ, ચક્રરતની પેઠે સર્વ સૈન્યની આગળ ચાલ્યા. વિન્નોને નાશ કરવામાં જાણે મૂર્તિમાન શાંતિમંત્ર હોય તેવા પુરોહિત રતે ભક્તિથી જિનપૂજન કરીને ચક્રીની સાથે ચાલવા માંડ્યું. જાણે ચાલતી સત્રશાળા- હેય, તેવું ક્ષણમાત્રમાં દિવ્ય અન્નને ઉત્પન્ન કરનારું, સૈન્યના ખરેખર આશ્રયભૂત હીરત પણ સાથે ચાલ્યું. અંધાવાર વિગેરે રચવામાં પરિપૂર્ણ પરાક્રમવાળું વિશ્વકર્માની જેવું વર્દ્રકીરત આગળ થયું. તે શિવાય ચર્મર, છત્રરત્ર, ખગૈરત, મણિરત અને કાકિર પણ ચક્રવર્તિની સાથે ચાલવા લાગ્યાં. આ પૃથ્વી કોઈ કોઈ વાર બીજા રાજાઓના હાથમાં જવાની પણ ઉત્કંઠા રાખે છે” એમ જાણવાથી જાણે ક્રોધ આવ્યું હોય, તેમ ભરતરાજાએ સૈન્યના નિઈતથી પૃથ્વીને ક્ષોભ પમાડવા માંડી. પિતાના સૈન્ય વડે અસ્થિરને સ્થિર તથા અચળને ચલિત કરતા ભરતરાજાએ વેગથી પ્રયાણ કર્યું. ચક્રની પછવાડે ચાલતાં હંમેશાં એક જન પ્રમાણ, શત્રુઓના પ્રાણને પ્રયાણ કરાવનારૂ–પ્રયાણ કરતા હતા. જ્યાં સૈન્યને પડાવ કરતા, ત્યાં વર્દકીરત પિતાની દિવ્યશક્તિથી મોટા ન ૧ પ્રથમ એક હજાર યક્ષ કહેલા છે–અન્યત્ર પણ તેટલાજ કહેલા છે, છતાં અહીં લાખ યક્ષે કહ્યા તેનું કારણ સમજી શકાતું નથી. ભા. કર્તા. ૨ દાનશાળા. ૩ છાવણ –લશ્કરને પડાવ. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy