SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાસ્ય. [ સર્ગ ૩ જે. એ નીરાજના કરનાર ભરતરાજા વિના સર્વ પૃથ્વી નીરાજતા (રાજાપણું રહીત દશા)ને પ્રાપ્ત થશે, અર્થાત્ સવેના રાજા એક ભરત ચક્રીજ થશે એમ સૂચવન થયું. પછી “ક્ષત્રિયેના પ્રત્યક્ષ દેવ આ આયુધને નમસ્કાર હો' એ પ્રમાણે કહીને ભરત રાજાએ તેને પ્રણામ કર્યો. આપ્રમાણે આઠ દિવસ સુધી નવા નવા મનહર ઉપહારવડે ચક્રવર્તીએ તેનું અર્ચન કર્યું. પછી એક હજાર યક્ષેએ અધિષ્ઠિત કરેલું, દીવ્ય શક્તિવાળું, એક હજાર આરાવાળું, જાજવલ્યમાન જવાળાઓની માળાથી ચળકતું, વર્તુલાકાર, આકાશમાં ચાલનારું અને દુષ્ટ દૈત્યરૂપ શત્રુઓને સંહાર કરનારું, એ ચક્ર જાણે ભરતરાજાને પ્રતાપ હેય તેમ આકાશમાં રહેલું પ્રકાશવા લાગ્યું. પછી વિજય સ્નાન કરવાને માટે દેવતાઓએ અને મનુષ્યએ રચેલા મણિમય પીઠ ઉપર ભરતરાજા પૂર્વાભિમુખે બેઠા. તે વખતે તેમને સ્નાન કરાવવાને અનેક સુંદરીઓ એકઠી થઈ. રૂપથી રંજિત થયેલી કઈ સ્ત્રી પિતાના કટાક્ષના જળ સાથે મળવાથી જાણે દ્વિગુણ થયા હોય તેવા મણિમય કુંભના જળવડે સ્નાન કરાવવા લાગી, કોઈ પિતાના સ્તનકુંભની વચમાં કળશને રાખતાં “આ લધુકળશ મારા સ્તનપાસે યેગ્ય નથી” એવું ધારી તેને નચાવવા લાગી, કોઈ સુંદર નેત્રવાળી રમણી પોતાના કરકમળવડે કર્ણિકાના આકાર જેવા કળશને ગ્રહણ કરી તેમની ઉપર ઢોળવા લાગી અને આ કળશનું મસ્તક ચરણને સ્પર્શ કરતું નથી, પણ તેનામાં રહેલું જળ ભરતરાજાના મસ્તકને સ્પર્શ કરે છે એમ ધારી કોઈ સ્ત્રીએ કળશને પિતાના મસ્તક ઉપર ધારણ કર્યો. તે વખતે વાછત્રોના નાદ સાથે મિશ્ર થયેલો ધવળ મંગળનો ધ્વનિ મંડપને પૂરીને દિશાઓના મુખમાં વ્યાપ્ત થઈ ગયો. આ પ્રમાણે જય જય શબ્દપૂર્વક સ્રાનવડે શુદ્ધ થયેલા ભરતરાજા પિતાની કાંતિથી સૂર્યના બિબને અનુસરવા લાગ્યા. પછી સુવર્ણન જેવી કાંતિવાળા ભરત, ધોળાં વસ્ત્રો ધારણ કરવાથી, મેખલાસુધી આવેલા શરદબાતુના વાદળાથી વિંટાચેલા સુવર્ણગિરિ (મેરૂ) ની જેવા દેખાવા લાગ્યા અને પ્રત્યેક અંગે ઘણાં આભૂષણોથી ભૂષિત થયેલા એ રાજા જાણે પૃથ્વી ઉપર ફરતું જંગમ કલ્પવૃક્ષ હોય, તેવા જણાવા લાગ્યા. પછી ભક્તિથી પ્રેરાયેલા તેમણે પુષ્પ, અક્ષત અને સ્તુતિપ્રમુખ પૂજનવડે આદિનાથ ભગવંતની મૂર્તિની આરાધના કરી અને યાચકોને દાન આપી, મુખમાં તાંબૂલ ધરી, એ ગર્વરહિત રાજા સભાસ્થાનમાં આવ્યા. ત્યાં છત્રથી આછાદિત થયેલા અને પડખે બે ચામરોથી વીંજાતા એ ભરત વર્ષાગડતુમાં બે ઝરવડે શોભતા પર્વતની જેવા દેખાવા લાગ્યા અને હંમેશાં પાસે રહેનારા અને પ્રૌઢ પરાક્રમવાળા સોળહજાર ભક્તિવાન યક્ષોથી વીંટાયેલા તેઓ શોભવા લાગ્યા. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy