SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહામ્ય. [ સર્ગ ૩ જે. ગરની જેમ તત્કાળ સર્વને માટે નિવાસસ્થાન રચી આપતું હતું. એ છાવણીમાં અધ્યા નગરીની જેમ ચૌટા, ત્રણમાર્ગ, શિલ્પશાળા અને દુકાનની શ્રેણી રચવામાં આવતી હતી. માર્ગમાં દેશદેશના રાજાએ હરતી ઘોડા વિગેરેની ભેટે લઈ વિનયવડે નગ્ન થઈને દેવતાએ સેવેલા ભરત ચકી પાસે આવી તેને નમતા હતા. આ પ્રમાણે સૈન્યના મર્દનથી ભૂમિ અને આકાશને ભ કરતા ભરતરાજા કેટલેક દિવસે માગધ નામના તીર્થે આવી પહોંચ્યા. ત્યાં પૂર્વ સાગરને કાંઠે નવ જન પહોળી અને બાર એજન લાંબી છાવણ નાખી. તેમાં વર્દકીને અધ્યા નગરીની જેમ સૈન્યના નિવાસ અને રતની જડેલી એક વિશાળ પૌષધશાળા રચી; પછી ઉદયાચલ ઉપરથી જેમ સૂર્ય અને પર્વતના શિખરથી જેમ કેસરી સિંહ ઉતરે તેમ રાજકુંજર ભરતરાજા હાથી ઉપરથી ઉતર્યા. તત્કાળ પિતાના કાર્યમાં કુશળ એવા ચક્રીએ કાર્યારંભને માટે પૌષધશાળામાં દર્ભમય સંથારો કરાવ્યું. પછી શરીર પરથી સર્વ આભૂષણ, માળા અને દુલ વસ્ત્રોને ત્યાગ કરી, ફક્ત શ્વેતવસ્ત્રને ધારણ કરી, ભરત ચક્રીએ માગધ દેવને ઉદ્દેશીને પૌષધ ગ્રહણ કર્યો. મુનિની પેઠે સર્વ સાવધ કારણેને ત્યાગ કરી, શુદ્ધ સંથારા ઉપર બેસીને તેણે અષ્ટમ તપ કર્યું. તપ પૂર્ણ થયે પૌષધ પારીને શરદઋતુના વાદળામાંથી જેમ સૂર્ય નિકળે તેમ અધિક કાંતિને ધારણ કરી, તે પૌષધાગારની બહાર નીકળ્યા. પછી યથાવિધિ સ્રાન કરી ભગવંતની પૂજા કરીને શુદ્ર દેવતાને પ્રસન્ન કરવાને માટે તેણે બલિદાન આપ્યું. પછી ફરકતી પતાકાવાળા, દિવ્ય અસ્ત્રની શ્રેણવડે જાણે શસ્ત્રાગાર હોય તેવા જણાતા, ઘેટાના નાદથી દશ દિશાઓની લક્ષ્મીને બોલાવતા અને શત્રુઓના ગર્વરૂપ સર્પને ગળનારા જાણે ગરુડ હોય તેવા લગામડે મુખથી ખેંચાએલા ઘોડાવાળા રથ ઉપર ચક્રવર્તી આરૂઢ થયા. ઇદ્રને જેમ માતલિ, અને સૂર્યને જેમ અરુણ તેમ તેમનો સંગર નામે તેમના ભાવને જાણનારે સારથિ થયે. જરાક રશ્મિ ( રાશ) ને હલાવી એટલામાં તો તે ઘેડા સૂર્યને જેમ તેના અશ્વો ઉદયમાટે લઈ જાય તેમ રાજાને પૂર્વ સાગર પાસે લઈ ગયા. પછી જેમાં કિનારા પરનાં વૃક્ષનાં પત્રો પડતાં હતાં અને રથના નિર્દોષથી જેમાંના જળજંતુઓ ત્રાસ પામી રહ્યા હતા એવા સમુદ્રજળમાં તે રથ ચક્રની નાભિસુધી ડે ગયે. વડવા (ઘેડી) ના પુત્રના વેગથી અને નિર્દોષથી વડવાનલની શંકા કરતો સમુદ્ર ક્ષોભ પામી ગયે. ભરતચક્રીએ મધ્યમાં કુબેરથી અને બે ખુણાના ભાગમાં ઈંદ્રથી આશ્રિત થયેલા ધનુષને પણછ ચડાવી પંચમીને ચંદ્ર જેવું કર્યું. પછી તેને જરા ૧ પૈડાને મધ્યભાગ. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy