SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આબકારી જકાત આબકારી જકાત સ્ત્રી. કેફી પીણાં પરની જકાત આબકારી શુલ્ક ન. આબકારી જકાત આબખોરી સ્ત્રી. ટોયલી; લોટી આબખોરો પું. (ફા. આબખોરહ) લોટો; કળશિયો (૨) પડઘીવાળું પહોળા મોંનું વાસણ આબદારખાનું ન. પાણિયારું (૨) પાણી રાખવાની ઓરડી આબદ્ધ વિ. (સં.) બંધાયેલું; જડાયેલું (૨) સજ્જડ [શિયળ આબરૂ સ્ત્રી. (ફા.) કીર્તિ; નામના (૨) સ્ત્રીની લાજ; આબરૂદાર વિ. આબરૂવાળું; પ્રતિષ્ઠિત આબા પું. (અ.) આપો; પિતા (૨) દાદો આબાદ વિ. (ફા.) વસ્તીવાળું (૨) ભરપૂર; સમૃદ્ધ (૩) ખેડાયેલું; ફળદ્રુપ (જમીન) (૪) સલામત; સુખી (૫) ઉત્તમ; સરસ (૬) અચૂક (૭) ક્રિ.વિ. ચૂક્યા વગર આબાદાન વિ. આબદ; સમૃદ્ધ; પૈસેટકે સુખી વસ્તી આબા(દાની, ૦દી) સ્ત્રી. આબાદ-સમૃદ્ધ હોવું તે (૨) આબાલવૃદ્ધ અ. (સં.) બાળકથી માંડીને વૃદ્ધ સુધી આબિ(-બે)દ વિ. (અ.) ઇબાદત (પ્રાર્થના) કરનારું; ઉપાસક (૨) ધાર્મિક વૃત્તિનું; પવિત્ર આબે-હયાત ન. (ફા.) અમર કરે તેવો રસ; અમૃત આબેહૂબ વિ. (અ. હૂબહૂ) હૂબહૂ; તાર્દશ આબોદાના ન. (ફા.) દાણાપાણી; અન્નજળ આબોહવા સ્ત્રી. (ફા.) હવાપાણી; હવામાન; ‘ક્લાઇમેટ’ આબ્દિક વિ. (સં.) વાર્ષિક (૨) ન. વર્ષે પ્રગટ થતું સામયિક 09 આભ ન. (સં. અભ્ર, પ્રા. અબ્બ) આકાશ (૨) વાદળું આભડછેટ સ્ત્રી. અભડાવું તે (૨) અમુકના સ્પર્શથી અભડાઈ જવાય તેવી માન્યતા (૩) રજસ્રાવ; અટકાવ (૪) પ્રસવ વેળા ઓર તથા લોહી વગેરે નીકળે છે તે [ઉત્તરક્રિયામાં જવું (૪) ભટકાવું આભડવું અ.ક્રિ. અભડાવું (૨) અડવું (૩) કોઈની આભડેલ વિ. અભડાયેલું (૨) સાપ કરડેલું આભરણ ન. (સં.) અલંકાર; આભૂષણ; શણગાર આભલી સ્ત્રી. નાનું વાદળું; વાદળી (૨) નાનું આભળ; નાની અરીસી આભલું ન. આકાશ; આભ (૨) વાદળું (૩) દર્પણ (૪) ન. ઝીણો ગોળ કાચ (વસમાં ચોડાય છે તે) આભા સ્ત્રી. (સં.) દીપ્તિ (૨) શોભા; કાન્તિ આભાર છું. ઉપકાર; અહેશાન આભારદર્શક વિ. આભાર દર્શાવતું-બતાવતું આભારદર્શન ન. આભાર માનવો તે આભારવશ વિ. (સં.) આભારી; આભારમાં આવેલું આભારસૂચક વિ. (સં.) આભાર સૂચવતું [આભારવશ આભારી વિ. (સં.) આભારયુક્ત (૨) -નું કૃતઘ્ન; આભાલાડુ પું. (કલ્પી લીધેલો) મોટો નફો-ફાયદો (૨) Acharya Shri Kailassagarsuri Gyanmandir [આમન્યા (કલ્પી લીધેલી) મોટી વાત; આશા (૩) અશક્ય આશા આભાસ પું. (સં.) ભ્રમ; ખોટો દેખાવ (૨) ઝાંખો પ્રકાશ (૩) સાદૃશ્ય (૪) હેત્વાભાસ [(૩)-ના સરખું દેખાતું આભાસી વિ. (સં.) પ્રકાશિત; દેખાતું (૨) આભા સાથેનું આભિજાત્ય ન. (સં.) કુલીનતા (૨) શ્રેષ્ઠતા (૩) ખાનદાની આભીર પું. (સં.) ગોવાળિયો; ભરવાડ; આહીર (૨) એક છંદ [ચોંકેલું (૨) ગભરાયેલું; બેબાકળું આભું વિ. (સં. અદ્ભુત, પ્રા. અબ્દુઅ) ચકિત; હિંગ; આભૂષણ ન. (સં.) ઘરેણું; અલંકાર આભૂષિત વિ. (સં.) શણગારેલું આભોગ પું. (સં.) ભોગવવું તે; ભોગવટો (૨) ઘેરાવો (૩) દ્રુપદના ત્રણ ભાગમાંનો ત્રીજો (સંગીત) (૪) સાપની ફેણ આત્યંતર (-રિક) વિ. (સં.) અંદરનું (૨) ખાનગી આમ પું. (સં.) કાચો મળ; જળસ (૨) મરડો આમ સ્ત્રી. (સં. આમ્ર) કેરી [આ તરફ; અહીં આમ ક્રિ.વિ. (સં. એવમ્, અપ.એવું.) આ પ્રમાણે (૨) આમ વિ. (અ.) સામાન્ય; ખાસ નહિ એવું (ઉદા. આમ સભા, આમજનતા) (૨) જાહેરનું [ફળની સુકવણી આમચું ન. આંબોળિયું (૨) કોકમ (૩) કોઈ પણ ખાટા આમચૂર ન. કેરીનો છૂંદો; એનું અથાણું (૨) આમચું આમ (જનતા, ૦પ્રજા) સ્ત્રી, સાધારણ લોકો (અમીરૂ ઉમરાવ નહિ) [વાળો તાવ આમજ્વર પું. (સં.) કાચો-અપક્વ તાવ (૨) આમદોષઆમટ વિ. (સં. અમ્લ) ખાટું; ખટાશવાળું આમટી સ્ત્રી. (મ.) (દખણી ઢબની) આમલીના પાણીની કઢી કે ખાટી દાળ (૨) આંબલી વગેરે નાખી બનાવેલી ચટણી જેવી વાની આમણ સ્ત્રી. આંતરડાનો છેડાનો ભાગ; આમળ (૨) પૈડાનો એક ભાગ (૩) આગળિયો (૪) ઉલાળો આમણ(-ણી) કૃ.પ્ર. ક્રિયાપદ પરથી અનુક્રમે નપુંસકલિંગ અને સ્ત્રીલિંગ બનાવે. તે ક્રિયા કે તેની મહેનત-મજૂરી એવો અર્થ બતાવે. ઉદા. પીંજામણ, પીંજામણી આમણે સર્વ. આ માણસે (ત્રીજી વિભક્તિ ‘આણે’નું બહુવચન) આમતેમ ક્રિ.વિ. અવ્યવસ્થિત રીતે; ગમેતેમ (૨) અહીંતહીં [અહીંથી-તહીંથી આમતેમથી ક્રિ.વિ. ગમે તે રીતે (૨) ગમે ત્યાંથી; આમથી ક્રિ.વિ. આ બાજુએથી પેિદાશ; ઊપજ આમદ (૦ની, -દાની) સ્ત્રી. (ફા.) પ્રાપ્તિ; આવક (૨) આમને-સામને ક્રિ.વિ. સામસામે, માંહોમાંહે; પરસ્પર આમનું વિ. આ બાજુનું (૨) સામે રહેલી સામાન્ય વ્યક્તિનું (૨) સર્વ. ‘આ’નું છઠ્ઠી વિભક્તિનું માનાર્થે બહુવચન આમન્યાસ્ત્રી. આજ્ઞાપાલન; મલાજો (૨) મર્યાદા; સભ્યતા For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy