SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આપદ્ધ આપદ્ધર્મ પું. (સં.) આપત્તિના સમયનો ધર્મ; મુશ્કેલીની વેળાએ નછૂટકે જે કરવાની ધર્મશાસ્ત્ર રજા આપી હોય તેવું કામ [પડેલું (૩) શરણે આવેલું આપન્ન વિ. (સં.) આવી મળેલું (૨) આપત્તિમાં આવી આપન્નસત્ત્વા વિ., સ્ત્રી. સગર્ભા સ્ત્રી આપન્યા સ્ત્રી. પોતાની સ્થિતિનું ભાન (૨) આત્મસંતોષ આપપરભાવ પું. ભેદભાવ; મારાતારાપણું આપબડાઈ સ્ત્રી. આત્મશ્લાઘા; આપવડાઈ આપભોગ છું. સ્વાર્થત્યાગ (૨) આત્મબલિદાન આપમતલબી વિ. (સં.) સ્વાર્થી [ચાલનારું; મમતીલું આપ(૦મતિયું, ૦મતીલું) વિ. પોતાની જ મતિ અનુસાર આપમુખત્યાર વિ. પોતાની મરજી પ્રમાણે કરવાની સત્તાવાળું; સ્વાધીન; સ્વતંત્ર આપમેળે ક્રિ.વિ. આપોઆપ; પોતાની મેળે આપરખુ વિ. પોતાનું જ સાચવીને બેસી રહે એવું; પોતાની જાતને બચાવનારું આપલે સ્ત્રી. આપવું અને લેવું તે; લેવડદેવડ આપવખાણ ન. પોતાનું વખાણ; આત્મપ્રશંસા આપવડાઈ સ્ત્રી. પોતાની વડાઈ-મોટાઈ દેખાડવી તે; જાતે પોતાનાં વખાણ કરવાં તે; આત્મશ્લાઘા આપવીતી સ્ત્રી. પોતાને વીતેલું તે (૨) આત્મકથા આપવું સ.ક્રિ. (સં. અર્પયતિ, પ્રા. અપ્પઈ) અર્પવું (૨) સોંપવું; હવાલે કરવું આપસૂઝ સ્ત્રી. પોતીકી સમજ (૨) કોઠાસૂઝ; આંતરસૂઝ આપાત પું. (સં.) પડવું તે (૨) ચાલુ ક્ષણ (૩) પ્રથમ દૃષ્ટિ આપાતકાલ પું. (સં.) કટોકટીનો સમય; ઇમર્જન્સી’ આતાપકાલીન વિ. કટોકટીના સમયનું (૨) આપાતકાળમાં આવી પડેલું [કિરણ આપાતકિરણ ન. (સં.) આરસી જેવી સપાટી પર પડતું આપાતકોણ પું. (સં.) આપાતિકરણ તેની સપાટી પર પડતાં ખૂણો કરે તે [પર પડે તે આપાતબિંદુ ન. (સં.) આપાતકિરણ જે બિંદુએ સપાટી આપાદન ન. (સં.) સંપાદન; સંપડાવવું તે આપાધાપી સ્ત્રી. (હિં.) દોડભાગ (૨) ખેંચતાણ (૩) પોતપોતાની ચિંતા કે કામનું ધ્યાન આપુશાહ પું. શાહુકાર આપૂર્તિ સ્ત્રી. (સં.) પૂર્તિ; ભરણ [(૩) જિજ્ઞાસા આપૃચ્છા સ્ત્રી. (સં.) ખબરઅંતર પૂછવી તે (૨) પડપૂછ આપેઆપક્રિ.વિ. આપોઆપ વડીલ (૩) મોટા બાપા આપો હું. (દે. આપ્ય,અપ્પઅ)બાપ;પિતા (૨) વૃદ્ધ માણસ; આપોઆપ ક્રિ.વિ. ખુદ; જાતે (૨) સ્વાભાવિક રીતે (૩) પોતાની મેળે [મંત્ર (૨) અપૂશણ આપોશાન ન. (સં.) જમતાં પહેલાં અને પછી બોલવાનો આપ્ત વિ. (સં.) સગું (૨) વિશ્વાસપાત્ર (સમાચાર વગેરે) ૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir [આબકારી (૩) વિશ્વાસુ (માણસ) (૪) મેળવેલું (૫) પું. પોતે જે વસ્તુ વિશે કહેતો હોય તે વસ્તુ જાતે જોઈ હોય એવો માણસ આપ્તકામ વિ. (સં.) જેની ઇચ્છા ફળી હોય એવું; સંતુષ્ટ આપ્તજન પું., ન. (સં.) સગું; સ્નેહી (૨) વિશ્વાસુ માણસ; અંગત માણસ મૂકવા આપ્તભાવ પું. (સં.) સંબંધ; સગપણ આપ્તવચન ન. (સં.) અનુભવી માણસનો બોલ આપ્તવાક્ય ન. (સં.) આપનું વાક્ય; વિશ્વાસ વાક્ય; પ્રમાણરૂપ માનવા જેવું વાક્ય આપ્લાવ પું. (સં.) જળબંબાકાર થઈ જવું તે આપ્લાવિત વિ. (સં.) તરબોળ; ખૂબ ભીંજાયેલું (૨) ડૂબેલું આફણિયે ક્રિ.વિ. પોતાની મેળે (૨) એકાએક; આફરડું આકણી સ્ત્રી. આપત્તિ (૨) ફેણ (૩) ક્રિ.વિ. આફણિયે; આફરડું યોગ્ય આફત સ્ત્રી. (અ.) આપત્તિ; મુસીબત આફતાબ પું. (ફા.) સૂર્ય (૨) સૂર્યપ્રકાશ આફતાબપરસ્ત વિ. (ફા.) સૂર્યને પૂજનાર; સૂર્યપૂજક આફતાબપરસ્તી સ્ત્રી. (ફા.) સૂર્યપૂજા આફરડું ક્રિ.વિ. આફણિયે; પોતાની મેળે આફરવું અ.ક્રિ. (સં. આસ્મરતિ; પ્રા. અફરઈ) આફરો ચડવો; પેટ ફૂલી જવું આફરીન ક્રિ.વિ. (ફા.) કુરબાન; ફિદા; ખુશખુશ; વારી ગયું હોય તેમ (૨) ધન્ય; શાબાશ (ઉદ્ગાર) (૩) સ્ત્રી. શાબાશી [અકળામણ આફરો છું. પેટ ચડવું તે (૨) ઘણું ખાવાથી થતી આફલાતૂન વિ. (૨) પું. અફલાતૂન; ખૂબ સુંદર આફળવું અક્રિ. (સં. આસ્ફાલ્ટ્, પ્રા. આલ્ફાલ) ટિચાવું; અફળાવું (૨) અફળ જવું આફડું(-૨) ક્રિ.વિ. આણિયે; પોતાની મેળે; આફરડું આફાલાફી ક્રિ.વિ. વગર વિચાર્યું; એલફેલ આર્ટ્સ સ્ત્રી. (પો. આલ્ફોન્ઝો) કેરીની એક જાત (૨) તે જાતની કેરી; હાર્ટ્સ આફોડું ક્રિ.વિ. આણિયે; પોતાની મેળે; આફરડું આફ્રિકી(-કન) વિ. (ઇ.) આફ્રિકાનું (૨) પું. આફ્રિકાનું વતની - આફ્રિકાવાસી; આફ્રિકન આફ્રિકા પું., ન. (ઇં.) પૃથ્વીના પાંચ ખંડમાંનો એક આફ્રિદી વિ. (પુસ્તુ) ભારતની સરહદ ઉપર એ નામની એક ટોળીનું નામ (૨) પું. એ ટોળીનો એક માણસ આબ ન. (ફા.) પાણી; જબ (૨) તેજ; નૂર (૩) ધારની તીક્ષ્ણતા For Private and Personal Use Only આબકાર વિ. (ફા.) દારૂનો ધંધો કરનાર; કલાલ આબકારી સ્ત્રી. (ફા.) દારૂ ગાળવાનું કામ (૨) કેફી ચીજો પર લેવાતાં કર (૩) વિ. એને લગતું
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy