SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org માથાબોળ માથાબોળ ક્રિ.વિ. માથું અને શરીર પલાળીને માથાભારે વિ. મિજાજી; તુમાખીવાળું માથાવટી સ્ત્રી. સાલ્લો ન બગડે માટે તેના-માથા ઉપરના ભાગ નીચે સીવેલો અસ્તરનો કકડો (૨) માથાના કપડા પર પડેલા તેલના ડાઘા (૩) માથાનો ભાગ (૪) (લા.) આબરૂ માથાવાઢ વિ. (માથું+વાઢવું) માથું વાઢે એવું; કારમું માથાવેરો પું. માથા દીઠ લેવાતો કર માથાસાટ ક્રિ.વિ. માથાના બદલે માથું ન. (સં. મસ્તક, પ્રા. મર્ત્યઅ) શરીરનો ખોપરીવાળો ભાગ (૨) ધડની ઉપરનો ભાગ; ડોકું (૩) કોઈ પણ વસ્તુના મથાળાનો ભાગ; ટોચ (૪) મગજ; બુદ્ધિ માથે ક્રિ.વિ. ઉપર ઉદા. ઘા માથે પાટો બાંધ્યો. (૨) ૬૩૮ ત માદણું, (-ળું) ન. ભેંસનું પાણીના ખાડામાં પડી આળોટવું માદર સ્ત્રી. (ફા.) મા માન સ્ત્રી. લગ્નમાં કન્યાપક્ષ (વરપક્ષ તે જાન) માન-અકરામ ન. ખિતાબ વગેરેથી ગૌરવ આપવું તે માનક પુ. ધોરણ; માન (૨) વિ. ધોરણસરનું; પ્રમાણિત માનકભાષા સ્ત્રી. માન્યભાષા; ‘સ્ટાન્ડર્ડ લેંગ્વેજ' માનકષાય પું. અભિમાનરૂપી દોષ (જૈન) માનકીકરણ ન. ધોરણસ્થાપન [સન્માન કરવું તે માનચાંદ પું.બ.વ. માન આપવું કે ચાંદ (ચંદ્રક) વડે ‘માથું’નું સપ્તમીનું રૂપ માથોડું ન. માથું ડૂબે તેટલું ઊંડાણ (૨) વિ. તેટલું ઊંડું માનચિત્ર ન. પ્રદેશના માપસર ઉપસાવીને કરેલો નકશો; માદ પું. (સં.) કેફ (૨) મદ; અહંકાર માદક વિ. (સં.) કેફી; નશાકારક ‘રિલીફ મૅપ’ માદરજબાં(-બાન) સ્ત્રી. માતૃભાષા; ‘મધરટંગ’ માદરપાટ પું. (મદ્રીપોલમ્ સ્થાને તૈયાર થતું) એક જાતનું ઘટ્ટ સુતરાઉ કાપડ માદરી વિ. (ફા.) માનું; માને લગતું માદરે વતન ન. (ફા.) માતૃભૂમિ; જન્મભૂમિ માદળિયું ન. (સં. મર્દલ, પ્રા. મદલ) દોરો, ચિઠ્ઠી કે તાવીજવાળો ધાતુનો નળી જેવો કે ચપટો ઘાટ માદા સ્ત્રી. (ફા.) પશુ કે પંખીમાં સ્ત્રીજાત (૨) બરડવાંની જોડમાં ખાડાવાળું બરડવું = માદ્રી સ્ત્રી. (સં.) પાંડુ રાજાની બીજી પત્ની માધવ યું. (સં. મધુ ઉ૫૨થી મધુવંશનું) શ્રીકૃષ્ણ (૨) (મધુ : ચૈત્ર, એમાંથી વિકસતો ‘માધવ’) વૈશાખ મહિનો માધવી સ્ત્રી. (સં.) એક સુગંધી ફૂલવેલ-મધુમાધવી (૨) વિ. વૈશાખ માસનું; વસંતઋતુનું માધવી સ્ત્રી. (સં.) પૃથ્વીમાતા માધુકરી સ્ત્રી. (સં.) પાંચ ઘેર ફરી ભિક્ષા માગવી તે; મધમાખ જેમ અનેક ફૂલોમાંથી મધ એકઠું કરે છે તેમ બ્રાહ્મણે બ્રહ્મચારીએ કે સંન્યાસીએ ઘેરઘેરથી થોડુંથોડું લઈ ભિક્ષા ભેગી કરવી તે (૨) પાંચ ઘેરથી માગેલ ભિક્ષા માધુરી સ્ત્રી. (સં.) માધુર્ય; મીઠાશ (૨) ભલાઈ માધુર્ય ન. (સં.) મધુરતા; મીઠાશ (૨) ભલાઈ માધ્યમ વિ. (સં.) વચલું (૨) ન. સંચાર કે વિનિમય વગેરે માટે વચ્ચે વાપરવાનું સાધન કે વાહન; ‘મીડિયમ' (૩) શિક્ષણની ભાષા; ‘મીડિયમ' [માનવતા માધ્યમિક વિ. (સં.) વચલું; મધ્યમાં આવેલું (૨) પ્રાથમિકથી આગળનું; ‘સેકંડરી’ [‘હ્યઈસ્કૂલ’ માધ્યમિકશાળા સ્ત્રી. પ્રાથમિક પછીની શાળા; વિનયમંદિર; માન ન. (સં.) આબરૂ; પ્રતિષ્ઠા (૨) સદ્ભાવ; આદર (૩) અભિયાન (૪) તોલ; માપ (પ) પરિર્મય; ‘મેગ્નિટ્યૂડ' (૯) આંકડાની ગણતરીનો કોઠો; ‘લૉગેરિધમ’ (ગ.) Acharya Shri Kailassagarsuri Gyanmandir માનડી સ્ત્રી. કન્યાપક્ષ તરફની સ્ત્રી માનત, (-ત્તા) સ્ત્રી. (‘માનવું’ પરથી) બાધા; આખડી માનદ વિ. (સં.) માનપ્રદ; માન આપતું માનદંડ કું. (સં.) માપવાનો ગજ કે સાધન (૨) કસોટી ગુણ-દોષ-લક્ષણોની ચકાસણીનું શાસ્ત્રીય ધોરણ માનદા સ્ત્રી. (સં.) ચંદ્રની સોળ કળાઓમાંની એક માનધન ન. માનવેતન; ‘ઑનેરેરિયમ’ માનની સ્ત્રી. માનિની; માન માગતી સ્ત્રી [માન્ય માનનીય વિ. (સં.) માનને યોગ્ય; આદરણીય; સંમાન્ય; માનપત્ર ન. વખાણ કે ધન્યવાદનો જાહેર રીતે અર્પણ થતો લેખ; સંમાનપત્ર માનપાત્ર વિ. માનને યોગ્ય; માનનીય માનપાન ન. માન; આદર (૨) આબરૂ; પ્રતિષ્ઠા માનબુદ્ધિ સ્ત્રી. (સં.) માનઆબરૂની લાગણી-ભાવના માનભંગ પું. અપમાન; માનહાનિ (૨) વિ. અપમાનિત માનભેર ક્રિ.વિ. માન ભરેલી રીતે; માન સાથે માનમરતબો પું. મોભો; પ્રતિષ્ઠા માનમર્યાદા સ્ત્રી. અદબ; વિવેક માનમોભો પું.બ.વ. દરજ્જા સહિતના સંમાનની ભાવના માનવ વિ. (સં.) મનુ સંબંધી (૨) માણસને લગતું (૩) પું., ન. માણસ [માનવો માનવકુલ, માનવજાતિ સ્ત્રી. માણસજાત; મનુષ્યજાતિ; સર્વ માનવકોટિ(-ટી) સ્ત્રી. (સં.) મનુષ્ય વર્ગ માનવજન્મ પું. (સં.) મનુષ્યરૂપે-મનુષ્યયોનિમાં જન્મ માનવતત્ત્વવિદ્યા સ્ત્રી. (સં.) નૃવંશશાસ્ત્ર માનવતત્ત્વવેત્તા પું. (સં.) નૃવંશશાસ્ત્રી માનવતા સ્ત્રી. મનુષ્ય ઉપર પ્રેમ; હિતબુદ્ધિ (૨) માણસાઈ; ઇન્સાનિયત For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy