SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બેઇન્સાફી બેઇન્સાફી સ્ત્રી. અન્યાય; ઇન્સાફ ન કરવાપણું બેઇમાન વિ. વિશ્વાસઘાતી; અપ્રામાણિક (૨) કૃતઘ્ન; નિમકહરામ (૩) આસ્થા વગરનું બેઇમાની સ્ત્રી. બેઈમાનપણું; કૃતઘ્નતા (૨) વિશ્વાસઘાત (૩) અપ્રામાણિકતા બેઇલાજ વિ. ઉપાય વગરનું; લાઈલાજ બેઉ વિ. (સં. à + ખલુ, પ્રા. બેહુ) બંને બૅકૉઇમ સ્ત્રી. (ઈં.) પાસા વડે ખેલાતી વિદેશી રમત બૅકગ્રાઉન્ડ ન. (ઈં.) પાર્શ્વભૂમિ બૅકગ્રાઉન્ટ મ્યુઝિક ન. (ઈં.) પાર્શ્વસંગીત બેકદર વિ. (ફા.) કદર વિનાનું; ગુણની કિંમત ન કરનારું બૅપ્લે સ્ત્રી. (ઈં.) ક્રિકેટની રમતમાં ક્રિઝની અંદર રહી રમવું તે બૅકબોન સ્ત્રી.,ન. કરોડરજજુ; મેરુદંડ (૨) આધા૨સ્થંભ બેંકમ્યુઝિક ન. (ઈં.) પાર્શ્વસંગીત બેકરાર વિ. બેચેન; અસ્વસ્થ (૨) માંદું બેકરારી સ્ત્રી. બેચેની; અસ્વસ્થતા (૨) માંદગી બૅકરી સ્ત્રી. (ઇં.) બિસ્કીટ, પાઉં વગેરે બનાવવાનું રસોડું કે ભઠિયારખાનું [પાછલા ભાગની બત્તી બૅકલાઈટ ન. (ઈં.) પાછળથી આવતો પ્રકાશ (૨) એકલું વિ. એકલું નહિ તેવું; સાથવાળું (૨) પરિણીત (૩) સોડે બેખબર વિ. અજાણ્યું; અજાણ (૨) બેધ્યાન બેખુદા વિ. (ફા.) ઈશ્વરવિમુખ; નાસ્તિક બૅકવર્ડ વિ. (ઈં.) પાછળનું (૨) પછાત; અવિકસિત બેકસૂર વિ. કસૂર-વાંક વિનાનું; નિર્દોષ; નિરપરાધ બૅકસ્ટેજ ન. (ઈં.) અંતરંગ, નેપથ્ય બેકાનૂન વિ. ગેરકાયદે; કાયદા વિરુદ્ધનું બેકાબૂ વિ. કાબૂ વિનાનું કે બહારનું (૨) નિરંકુશ બેકાયદા વિ. કાયદા કે નિયમ બહારનું; ગેરકાયદે બેકાયદે ક્રિ.વિ. ગેરકાયદે [(૩) ક્રિ.વિ. વ્યર્થ; નિરર્થક બેકાર વિ. (સં.) નવરું; રોજગાર વગરનું (૨) નકામું બેકારી સ્ત્રી. કામધંધાનો અભાવ; બેરોજગારી [બેપરવા બેકાળજી સ્ત્રી. બેદ૨કારી; બેપરવાઈ (૨) વિ. બેદરકાર; બેકિંગ-પાઉડર પું. (ઇ.) રસોઈ તરત પાકી જાય એ માટેનો એક ક્ષાર; ખારો; સાજીનાં ફૂલ બેકી સ્ત્રી. (‘બે’ વિશેષણ ઉપરથી) બેની જોડી (૨) બેથી ભાગી શકાય એવી સંખ્યા (૩) આંગળીની સંજ્ઞાથી (બતાવાતી) ટટ્ટીની હાજત [જીવાણુ બેક્ટેરિયા ન.બ.વ. (ઈં.) એકકોશી અતિ સૂક્ષ્મ જંતુ; ઍક્ટિરિયૉલૉજી સ્ત્રી. (ઈં.) જંતુશાસ્ત્ર; જીવાણુશાસ્ત્ર બૅક્ટ્રિયન વિ. (ઈં.) બેક્ટ્રિયા દેશને લગતું બૅક્ટ્રિયા પું. (ઈં.) અફઘાનિસ્તાનના ‘બલ્બ’ નામના પ્રદેશનું અંગ્રેજી નામ ૫૮૮ [બૅટરી બેખુદી સ્ત્રી. (ફા.) બેહોશી; બેશુદ્ધિ (૨) અજ્ઞાન બૅગસ્ત્રી. (ઈં.) થેલી (૨) ટૂંકઘાટની પેટી; ટ્રંક [ઇલકાબ બેગ પું. (તુર્કી) નાયક, સરદાર, એક માનવાચક પદ કે બેગડ ન. કલાઈનું રંગેલું પતરું બૅગપાઇપ સ્ત્રી. (ઇ.) મશકવાળી શરણાઈ બેગમ સ્ત્રી. (તુર્કી) મોટા દરજ્જાની મુસલમાન સ્ત્રી બેગરજ, (-જાઉ, -જુ) વિ. (ફા.) ગરજ વિનાનું [ચિત બેગાના વિ. (ફા.) ત્રાહિત; પરાયું (૨) અજાણ્યું; અપરિબેગાર પું., સ્ત્રી. (હિં.) વેઠ; મફત મજૂરી બેગારી પું. વેઠિયો (૨) મજૂર બેગુના, (૭) વિ. (ફા.) નિર્દોષ; નિરપરાધ બૅગેજ ન.,પું. (ઇ.) સરસામાન [આશરા વિનાનું બેઘર વિ. (ફા., સં.) ધરબાર વિનાનું; ‘હોમલેસ' (૨) બેઘાઘંટું વિ. ન સમજાય તેવું (૨) મિશ્ર (સેળભેળ) (૩) અવિચારી [જવું; વણસવું બેચરાવું અ.ક્રિ. એકથી વધુ માણસોમાં ચર્ચાઈને ચૂંથાઈ બૅચલર પું. (ઈં.) કુંવારો; અવિવાહિત (૨) સ્નાતક બેચિરાગ વિ. ચિરાગ કે પ્રકાશ વિનાનું; અંધારિયું (૨) નિસ્તેજ; નિરાશ બેચેન વિ. (ફા.) અસ્વસ્થ; અજંપાવાળું બેચેની સ્ત્રી. બેચેનપણું; અસ્વસ્થતા [એવું; નિરુત્તર બેજવાબ વિ. (ફા., અ.) જેનો જવાબ ન આપી શકાય બેજવાબદાર વિ. (ફા.) બિનજવાબદાર (૨) જવાબદારી વિનાનું; બેપરવા [અભાવ બેજવાબદારી સ્ત્રી, બિનજવાબદારી (૨) જવાબદારીનો બેજાર વિ. (ફા.) અકળાયેલું; કંટાળેલું બેજીવ(વાળી, સોતી), બેજીવી વિ., સ્ત્રી. (બે+જીવ+સોતી - સહિત) ગર્ભવતી; સગર્ભા સ્ત્રી બેજાન વિ. (ફા.) જીવ વિનાનું; મૂર્છિત (૨) કરમાયેલું બેજુબાની વિ. (ફા.) મૂંગું (૨) લાચાર; અસહાય બેજોડ વિ. (ફા.) જેનો જોટો નથી તેવું; અદ્વિત્તીય (૨) કજોડું બેઝ પું. (ઈં.) આધાર (૨) તળિયું (૩) મૂળ; પાયો (૪) ક્ષારક; ‘આલ્કલી’ બેઝમૅન્ટ ન. (ઈં.) ભોંયતળિયું Acharya Shri Kailassagarsuri Gyanmandir બેઝિક વિ. (ઈં.) મૂળભૂત; પાયાનું; બુનિયાદી (૨) મુખ્ય બેઝિન ન. (ઈં.) (વાસણ) ધોવા માટેનું તથા પાણી ભરવા માટેનું મોટું ગોળ ખુલ્લું પાત્ર કે કૂંડી [ટાપુ બેટ પું. ચારે બાજુએ પાણીથી વીંટળાયેલી જમીન; દ્વીપ; બૅટ ન. (ઈં.) ક્રિકેટમાં બૉલને મારવા માટેનું સાધન બૅટન ન.,સ્ત્રી. (ઇ.) પોલીસનો દડો-દંડૂકો (૨) બૅન્ડના કપ્તાનની છડી બૅટરમૅન્ટ ટૅક્સ પું. (ઇં.) વિકાસવેરો બૅટરી સ્ત્રી. (ઇં.) ટૉર્ચ (૨) વીજળી રાખવાનું એક સાધન (જેમ કે, મોટરની) For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy