SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બૅટરીચા બૅટરીચાર્જર ન. (.) વીજપ્રભાવક બૅટલક્રૂઝર સ્ત્રી. (ઈં.) ઝડપી લશ્કરી જહાજ; મનવાર બેટવાસી વિ. બેટ ઉપર રહેનારું બેટા-બેટી ન.બ.વ. પુત્ર-પુત્રીઓ [લશ્કરની ટુકડી બૅટા(-ટૅ)લિયન સ્ત્રી. (ઈં.) એક હજાર માણસની બૅટિંગ ન. (ઇ.) ક્રિકેટની રમતમાં બેટથી દાવ લેવો એ બૅટિંગ ન. (ઇં.) જુગારમાં પૈસા મૂકવાની ક્રિયા બેટી સ્ત્રી. (સં. બેટ્ટ, પ્રા. બેટ્ટિયા) દીકરી; પુત્રી બેટીક ન, કપડાં રંગવાની એક પદ્ધતિ બેટીજી સ્ત્રી. ગોસાંઈજીની દીકરી ૫૮૯ બેટીવહેવાર પું. કન્યા આપવા-લેવાનો સંબંધ બેટો પું. (સં. બેટ્ટ) દીકરો; પુત્ર બેટોક ક્રિ.વિ. રોકટોક વગર (૨) સતત ચાલુ બેટ્ટમજી પું. બેટો (વ્યંગમાં) [બટર બેટ્સમૅન પું. (ઈં.) ક્રિકેટમાં બૅટ લઈને રમનાર ખેલાડી; બેઠક સ્ત્રી. (સં. ઉપવિષ્ટ, અપ. બઇટ્ઝ, દે. બિટ્ન) બેસવું તે (૨) બેસવાની જગા; આસન (૩) બેસવા ઊઠવાનો ઓરડો (૪) ઘણા જણનું એકત્ર થઈ બેસવું તે (૫) બેસણી (૬) એક કસરત (૭) વ્યવસ્થિત સભા કે મંડળનું અધિવેશન ભરાવું તે; ‘સેશન’ બેઠક-ઊઠક સ્ત્રી. બેસવું-ઊઠવું કે અવરજવર હોવાનું કે તેની જગા કે સ્થાનક (૨) અવાર-નવાર આવવું તે બેઠમલિયું વિ. બેઠાડુ રહી આળસુ અને નાજુક થઈ ગયેલું બેઠાખાઉ વિ. (બેઠું + ખાવું) શ્રમ કર્યા વિના ખાનારું; નિરુદ્યમી; આળસુ [બેઠાબેઠ થઈ ગયેલું બેઠાડુ(-ગરું) વિ. (બેઠું ઉપરથી) ઘણું બેસી રહેનાર; બેઠાબેઠ સ્ત્રી. (‘બેઠું’ પરથી) રોજગાર વિના બેસી રહેવું તે (૨) નફાખોટ વગરનું હોવું તે (૩) ક્રિ.વિ. બેઠેલું ને બેઠેલું હોય એમ બેઠાબેઠી સ્ત્રી. બેઠાબેઠ; બેઠાડુપણું બેઠીસ્ત્રી. (‘બેઠું’ઉ૫૨થી) બેઠી મશ્કરી [તેવી હડતાલ બેઠી-હડતાળ સ્ત્રી. કામ પર બેસવા છતાં કામ ન કરવું તેબેઠું (સં. ઉપવિષ્ટ, પ્રા. બઇટ્ઝ, ઉવવિટ્ટ) ‘બેસવું’નું ભૂતકાળ (૨) વિ. બેઠેલું (૩) નીચું (ધાટમાં) (૪) મૂળભૂત (૫) હયાત (૬) ધાંધલિયા દેખાવ વિના શાંતિથી સ્થિર ગતિથી કે ઠંડે પેટે થતું. ઉદા. બેઠું કામ; બેઠો બળવો [(૪) પડી રહેવાથી બગડી ગયેલું બેઠેલ(-લું) વિ. બેઠાગ્ (૨) બેઠું; નીચું (૩) દબાયેલું બેઠો પગાર પું. કામ કર્યા વગર મળતો પગાર બેઠો પુલ પું. નીચી બાંધણીનો-વધારે પાણી ઉપરથી વહી જાય તેવો પુલ; ‘કૉઝવૅ’ બેડ સ્ત્રી. બેળ; ચૂલાનો ઉપરનો છૂટો ભાગ બેડ ન. (ઈં.) પથારો; બિછાનું બેડકવર ન. (ઈં.) ઓછાડ [બેતાળાં બેડપૅન ન. (ઈં.) માંદા માણસને પથારીમાં રહી ઝાડો કરવાનું ટબ બેડમિન્ટન ન. (ઈં.) ફૂલરૅકેટની એક રમત બેડરૂમ પું. (ઈં.) સૂવાનો ઓરડો; શયનખંડ બેડલી સ્ત્રી. (દે. બેડ, બેડા) હોડી; નાનો બેડો બેડલી સ્ત્રી. જોડકું; જોડું બેડલું ન. બેડું (લાલિત્યવાચક) (૨) જોડું; જોડકું બેડશી(-સી) સ્ત્રી. (બડાશ ઉપરથી) હુંપદ; ગર્વ (૨) શેખી; બડાઈ [ડંફાશિયું; શેખીખોર બેડશી(-સી)ખોર વિ. (ફા.) બેડશી મારવાની ટેવવાળું; બેડશીટ સ્ત્રી.,ન. (ઈં.) ચાદર; ઓછાડ બેડિયું ન. (‘વેડવું’ ઉપરથી) આંબેથી કેરીઓ અધ્ધર વેડવાની જાળીદાર ઝોળી Acharya Shri Kailassagarsuri Gyanmandir બેડિયું (‘બે’ ઉપરથી) બે બળદનું ગાડું (૨) (બેડિયામાં માય એટલું) બત્રીસ મણનું માપ બેડિંગ ન. (ઈં.) પથારી; બિસ્તરો બેડી સ્ત્રી. (સં. વેષ્ટન) જંજીર; કેદીને બાંધવાની સાંકળ (૨) બંધન; પ્રતિબંધ (૩) પગનું રૂપાનું ઘરેણું (૪) બે આંગળીએ પહેરવાની જોડેલી વીંટી બેડી સ્ત્રી. નાનું વહાણ; હોડી બેડું ન. (સં. દ્વિઘટક, પ્રા. બિહડઅ) ઘડો ને દેગડો; ઉતરડ બેડો પું. (સં. બેડા, દે. બેડઅ) વહાણ (૨) તેમનો સમૂહ બેડોળ વિ. (ફા. બે + ડોળ) કદરૂપું બેઢબ વિ. (ફા.) બેડોળ (૨) બેઅદબ (૩) ધોરણ-પદ્ધતિ વિનાનું (૪) ફાયદા વગરનું બેઢંગ(-ગું) વિ. (ફા. બે + ઢંગ) ઢંગ વગરનું; કઢંગું બેઢાળિયું ન. બેઢાળવાળું છાપરું બેત પું. વેત; યુક્તિ; તજવીજ (૨) મનસૂબો બેત પું. (સં. વેતસ્) નેતર ખેત સ્ત્રી. (અ.) બે ટૂંકની ફારસી કવિતા બેતકસીર વિ. (ફા.) અપરાધ વિનાનું; નિર્દોષ બેતકસીરી સ્ત્રી. અપરાધ ન હોવાપણું બેતમા વિ. (ફા.) ૫૨વા વિનાનું; બેદ૨કાર ખેતમીજ વિ. (ફા.) અવિવેકી; અસભ્ય (૨) મૂર્ખ બેતરફી વિ. બે તરફનું બેતરફી સ્ત્રી. તરફદારી ન હોવી તે; નિષ્પક્ષતા એતાજ વિ. (ફા.) તાજ કે મુગટ વિનાનું બેતાબ વિ. (ફા.) વ્યાકુળ; બેચેન (૨) અસમર્થ; કમજોર બેતાર વિ. (ફા.) તારનાં દોરડાં વિનાનું; ‘વાયરલેસ’ ખેતારું વિ. બે તાર કે ધાગાવાળું બેતાલ(-લું) વિ. તાલ વગરનું (૨) જોગ કે ગોઠવણ વગરનું (૩) વહી ગયેલું; હાથથી ગયેલું બૈતાળાં ન.બ.વ. બેતાળીસ વર્ષની ઉંમરે આંખે આવતી ઝાંખ કે ત્યારે પહેરાતાં ચશ્માં For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy