SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પુષ્કળ પુષ્કળ વિ. (સં. પુષ્કલ) ખૂબ; ઘણું; વધારે પુષ્ટ વિ. (સં.) પોષાયેલું (૨) જાડું પુષ્ટિ સ્ત્રી. (સં.) પોષણ (૨) સમર્થન (૩) ઉત્તેજન (૪) કૃપા; પ્રસાદ; અનુગ્રહ (૫) ચંદ્રની સોળ કળાઓમાંની એક ૫૨૬ પુષ્ટિકારક વિ. પૌષ્ટિક; પુષ્ટ કરે એવું પુષ્ટિદાયી(-યક) ન. પોષણ આપનારું; પૌષ્ટિક પુષ્ટિપત્ર ન. કાગળ ઉપર લખતાં નીચે મુકાતું જાડું પૂંઠું પુષ્ટિ(પંથ, ૦માર્ગ) પું. શ્રી વલ્લભાચાર્યે ચલાવેલો વૈષ્ણવ ભક્તિમાર્ગ પુષ્ટીકરણ ન. (સં.) પુષ્ટ કરવું તે (૨) સમર્થન પુષ્પ ન. (સં.) ફૂલ; સુમન (૨) સ્ત્રીનો રજસ્રાવ પુષ્પક ન. (સં.) રાવણનું વિમાન (મૂળે તે કુબેર પાસેથી રાવણે લઈ લીધેલું.) પુષ્પકલી(-લિકા) સ્ત્રી. ફૂલની કળી પુષ્પદલ(-ળ) ન. ફૂલની પાંખડી પુષ્પદંત પું. સુવિધિનાથ પુષ્પધન્વા પું. (સં.) કામદેવ પુષ્પપરાગ પું. (સં.) ફૂલનું ૨જ-પુંકેસર અને સ્ત્રીકેશર પુષ્પપાત્ર ન. (સં.) ફૂલદાની પુષ્પમાલા સ્ત્રી. (સં.) (ળા) સ્ત્રી. ફૂલનો હાર [રંગ પુષ્પરાગ પું. (સં.) પોખરાજ નામનો મણિ (૨) ફૂલોનો પુષ્પવાટિકા સ્ત્રી. (સં.) બગીચો; ફૂલવાડી પુષ્પવૃષ્ટિ સ્ત્રી. (સં.) ફૂલોનો વરસાદ પુષ્પશય્યા સ્ત્રી. (સં.) ફૂલોની પથારી પુષ્પાક્ષત પું.બ.વ. (સં.) પૂજામાંનાં ફૂલો અને ચોખા પુષ્પાયુધ પું. (સં.) પુષ્પધન્વા; મદન; કામદેવ પુષ્પાસન ન. (સં.) ફૂલની પાંદડી વગેરે જેમાંથી રહે છે તે તેનો ભાગ (૨) ફૂલોનું આસન સિખત માર પુષ્પાંજલિ (સં.) (-ળિ) સ્ત્રી. ખોબો ભરીને ફૂલ (૨) પુષ્પિકા સ્ત્રી. (સં.) ગ્રંથાત્તે ગ્રંથકારની માંડી લહિયા સુધીની ગ્રંથરચનાને લગતી માહિતી આપતો અંશ (૨) પુરુષની જનનેન્દ્રિયની ટોચકી પુષ્પિત વિ. (સં.) ફૂલથી છવાયેલું; ફૂલ્યુંફાલ્યું પુષ્ય ન. (સં.) આઠમું નક્ષત્ર (૨) પું. પોષ માસ પુસ્તક ન. (સં.) ચોપડી; ગ્રંથ પુસ્તકપાણિ પું. (સં.) બ્રહ્મા પુસ્તકપ્રકાશન ન. (સં.) પુસ્તકનું પ્રકાશન-બહાર પાડવું પુસ્તકવિક્રેતા પું. (સં.) ચોપડીઓ વેચનાર; ‘બુકસેલર’ પુસ્તકશાલા(-ળા) સ્ત્રી. ગ્રંથાલય; પુસ્તકાલય પુસ્તકાકાર વિ. (સં.) પુસ્તકના રૂપવાળું પુસ્તકાલય ન. વાંચવા માટે રાખેલાં પુસ્તકોના સંગ્રહનું સ્થાન (જાહેર કે ખાનગી); ગ્રંથાલય પુસ્તકિયું વિ. પુસ્તકથી મળેલું (ગુરુ મારફતે કે અનુભવથી ત |પૂછપરછ, પૂછપાછ નહિ) (૨) પુસ્તકમાં જ રાખેલું-જીવનમાં નહિ ઉતારેલું [‘બુકવર્મ’ પુસ્તકિયો કીડો પું. પુસ્તકોમાં જ ડૂબ્યો રહેનારો પુરુષ; પુસ્તકીય વિ. (સં.) પુસ્તક વિશેનું કે સંબંધી પુસ્તિકા સ્ત્રી. નાનું પુસ્તક; ચોપડી (૨) ચોપાનિયું પુસ્તી સ્ત્રી. (ફા. પુરતી) મજબૂતી માટે કરેલું ચણતર કે પ્લાસ્ટર (ઘરના પાયા વગેરે આગળ) Acharya Shri Kailassagarsuri Gyanmandir પુસ્તો પું. (ફા. પુસ્તહ) પાણીનો ધક્કો ઝીલે તેવું બાંધકામ કે ચણતર; હાથણી; ડક્કો પુંકેસર ન. (સં.) ફૂલ મધ્યેનો નરબીજવાળો રેસો પુંખણી સ્ત્રી. જુઓ ‘પૂંખણી’ પુંખણિયું ન. જુઓ ‘પૂંખણિયું’ પુંગવ પું. (સં.) સાંઢ; આખલો (૨) (સમાસમાં) શ્રેષ્ઠ અર્થ બતાવે પુંજ પું. (સં.) ઢગલો; જથ્થો પુંખ ન. જુઓ ‘પૂંખ’ પુંખવું ન. જુઓ ‘પૂંખવું’ પુંખવું સ.ક્રિ. જુઓ ‘પૂંખવું’ પુંખાવવું સક્રિ. જુઓ ‘પૂંખાવવું’ પુંછ ન. જુઓ ‘પૂંછ’ પુંછડિયું વિ. જુઓ ‘પૂંડિયું’ પુંછડી વિ. જુઓ ‘પૂંછડી’ પુંછડું ન. જુઓ ‘પૂંછડું’ પુંજ સ્ત્રી., ન. જુઓ ‘પૂંજ’ પુંઠ સ્ત્રી. જુઓ ‘પૂંઠ’ પુંઠળ વિ. જુઓ ‘પૂંઠળ’ પુંઠિયું ન. જુઓ ‘પૂંઢિયું' પૂંઠું ન. જુઓ ‘પૂંઠું’ પુંઠે ક્રિ.વિ. જુઓ ‘પૂંઠે’ પુંઠેવાળ વિ. જુઓ ‘પૂંઠેવાળ’ પુંડરીક ન. (સં.) ધોળું કમળ (૨) આઠ દિગ્ગજોમાંનો અગ્નિ ખૂણાનો એક પુંડરીકાક્ષ પું. કમળ જેવી આંખોવાળા; વિષ્ણુ પુંડુ પું., ન. (સં.) ચંદન વગેરેનું તિલક પુંનાગ ન. (સં.) નાગકેસરનું ઝાડ પુલિંગ, પુંલ્લિંગ ન. (સં.) નરજાતિ [(૩) શેતૂર પૂગ પું. (સં.) સમૂહ; ઢગલો (૨) સોપારી કે તેનું ઝાડ પૂગવું અક્રિ. પહોંચવું પૂગીફલ (સં.), (-ળ) ન. સોપારી પૂછ ન. (સં. પુચ્છ) પુચ્છ; પૂંછડું [ગાવું તે પૂછગાછ સ્ત્રી. (માહિતી ખાતર) પૂછવું-કરવું તે; પૂછવું પૂછડી સ્ત્રી. પૂંછડી પૂછડું ન. પૂંછડું પૂછપરછ, પૂછપાછ સ્ત્રી. પૂછગાછ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy