SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નિંદવું] નિંદવું સ.ક્રિ. (સં. નિંદ્) નિંદા કરવી નિંદા સ્ત્રી. (સં.) વગોવણી; બદોઈ નિંદાખોર વિ. (નિંદા+ફા.ખોર) નિંદા કર્યા કરનારું; નિંદક નિંદાપાત્ર, નિંદાસ્પદ વિ. નિંદ્ય; નિંદવા યોગ્ય નિંદિત વિ. (સં.) નિંદાયેલું ૪૭૫ નિંદ્ય વિ. (સં.) નિંદાપાત્ર; ખરાબ નિઃ ઉપ. (સં. નિસ્) ઉપસર્ગ જે ‘વિનાનું’, ‘રહિત’ અર્થ બતાવે છે. જેમ કે, નિઃશુલ્ક નિઃશબ્દ વિ. (સં.) અવાજ વિનાનું; શાંત (૨) (જવાબમાં) શબ્દ ન બોલતું (૩) મૂંગેમૂંગું નિઃશબ્દતા સ્ત્રી. (સં.) શાંતિ નિઃશસ્ત્ર વિ. (સં.) શત્રુ; હથિયાર વિનાનું નિઃશસ્ત્રીકરણ ન. શસ્રહીન, નિઃશસ્ત્ર કરવું નિઃશંક વિ. (સં.) સંશયરહિત, શંકા, ભય વગરનું નિઃશુલ્ક વિ. (સં.) શુલ્ક-લવાજમ ભર્યા વગરનું (૨) વેતન લીધા વિનાનું (૩) ક્રિ.વિ. સેવાભાવથી નિઃશેષ વિ. (સં.) જેમાં કાંઈ બાકી ન રહેતું હોય તેવું; સંપૂર્ણ (૨) ક્રિ.વિ. બિલકુલ; સંપૂર્ણ રીતે નિઃશ્રેણિ(-ણી) સ્ત્રી. (સં.) નિસરણી; સીડી (૨) દાદર; દાદરો નિઃશ્રેયસ ન. (સં.) મોક્ષની અંતિમ દશા; કલ્યાણ (૨) સુખ [નિશ્વાસ; નિસાસો નિઃશ્રુસિત વિ. (સં.) શ્વાસ સાથે બહાર કાઢેલું (૨) ન. નિઃશ્વાસ પું. (સં.) નિશ્વાસ; નિસાસો નિઃસત્ત્વ વિ. (સં.) સત્ત્વહીન; કૂચારૂપે રહેલું; માલ વિનાનું (૨) તાકાત વિનાનું નિઃસરણ ન. (સં.) નીસરવું તે; બહાર નીકળી પડવું નિઃસહાય વિ. (સં.) *સહાય; નિરાધાર; સહાય કે મદદ વિનાનું [વિના; છૂટથી નિઃસંકોચ ક્રિ.વિ. (સં.) સંકોચ વિના; સંકોચ રાખ્યા નિઃસંગ વિ. (સં.) એકલું; સોબતી વગરનું; એકલવાયું નિ:સંજ્ઞ વિ. (સં.) સંજ્ઞા-ભાન વિનાનું; બેભાન નિઃસંતાન વિ. (સં.) વાંઝિયું; સંતાન વગરનું નિઃસંદેહ વિ. (સં.) સંદેહરહિત; ચોક્કસ; નિ:સંશય નિઃસંશય વિ. (સં.) સંશયરહિત; નિઃશંક નિઃસાધન વિ. (સં.) સાધનરહિત (૨) કંગાળ; દરિદ્ર નિઃસાર વિ. (સં.) સાર વગરનું (૨) નિઃસત્ત્વ; સત્ત્વ વિનાનું (૩) ફીકું નિઃસારણ ન. (સં.) બહાર કાઢવું તે નિઃસીમ વિ. (સં.) સીમારહિત; અપાર; બેદ નિઃસૃત વિ. (સં.) બહાર નીકળેલું; નીકળી આવેલું નિઃસ્તબ્ધ વિ. (સં.) સાવ સ્તબ્ધ-નિશ્ચેષ્ટ, જડ થઈ ગયેલું નિઃસ્તબ્ધતા સ્ત્રી. (સં.) નિ:સ્તબ્ધ હોવાપણું નિઃસ્નેહ વિ. (સં.) સ્નેહ વિનાનું (૨) લૂખુંસૂકું [નીકૅપ નિઃસ્પૃહ વિ. (સં.) સ્પૃહા વગરનું; નિષ્કામ; ઝંખના વગરનું (૨) ઇચ્છા-આકાંક્ષા રહિત(નિસ્પૃહી અશુદ્ધ) નિઃસ્પૃહતા સ્ત્રી. નિઃસ્પૃહ હોવાપણું; નિષ્કામતા નિઃસ્વ વિ. (સં.) પોતાનું કોઈ ન રહ્યું હોય તેવું; તદ્દન ગરીબ Acharya Shri Kailassagarsuri Gyanmandir નિઃસ્વાદ વિ. (સં.) સ્વાદ વિનાનું; નષ્ટ થયેલા સ્વાદવાળું નિઃસ્વાર્થ (સં.) સ્વાર્થરહિત (નિઃસ્વાર્થી અશુદ્ધ) (૨) પરોપકારી નિંગળવું અક્રિ. જુઓ ‘નીંગળવું’ નિંદ સ્ત્રી. જુઓ ‘નીંદ’ નિંદણ ન. જુઓ ‘નીંદણ' નિંદર સ્ત્રી. જુઓ ‘નીંદર’ નિંદવું સ.ક્રિ. જુઓ ‘નીંદવું’ નિંદામણ ન, જુઓ ‘નીંદામણ’ નિંભર વિ. (૨) ક્રિ.વિ. જુઓ ‘નીંભર’ નિંભાડો છું. જુઓ ‘નીંભાડો’ ની પું. નિષાદ સ્વરની સંજ્ઞા (સંગીત) (૨) અનુ. છઠ્ઠી વિભક્તિના પ્રત્યય ‘નું’નું સ્ત્રીલિંગ (વ્યા.) નીક સ્ત્રી. (સં. નીકા) પાણી જવાનો રસ્તો; ધોરિયો (૨) ખાળ; ‘ગટર’ નીકણું ન. નીક સાફ કરવાનું એક સાધન નીકર સંયો. નહિ તો; નહિતર; એમ ન હોય તો; નકર નીકળવુંઅ.ક્રિ. (સં. નિષ્કલતિ,પ્રા. નિક્કલઇ) (અંદરથી કે આરપાર થઈને) બહાર આવવું કે જવું (ઓરડીમાંથી) (૨) પસાર થવું (૩) વીતવું; ગુજારવું (૪) પ્રગટવું; બહાર પડવું; ઝરવું (નદી, ઝરો) (૫) દેખાવું; ઉદય થવો (ચંદ્ર, સૂર્ય) (૬) છૂપુંછાનું કાંઈ પણ જડવું કે હાથ લાગવું (ચોરીનો માલ) (૭) અંદરથી પેદા થવું (ગૂમડું, બળિયા) (૮)છૂટવું; મુક્તિ થવી (કેદમાંથી, દેવામાંથી) (૯) દૂર થવું. (ડાઘો) (૧૦) નીવડવું; પાકવું (છોકરો ખરાબ નીકળ્યો) (૧૧) રચાઈને પ્રસિદ્ધ થવું (કાયદો, છાપું) બહાર પડવું (૧૨) શરૂ થવું; ચાલવું; ઊપડવું (વાત, ચર્ચા અથવા રેલવે; સડક) (૧૩) તપાસતાં કે હિસાબ કરતાં જે (લેણદેણ) હોય તે જણાવું (માગતું નીકળવું-ભૂલ નીકળવી) (૧૪) બીજી ક્રિયાના કૃદંત સાથે આવતાં, તે કરવાનું આરંભવું, તેને માટે બહાર પડવું એવો ભાવ બતાવે છે. (જવા નીકળવું) (૧૫) ‘આવવું', ‘જવું', ‘પડવું’ ક્રિયાપદની સહાયમાં ‘નીકળી’ કૃદન્ત તરીકે આવતાં નીકળવાનું ઝટ ને બરોબર થવાનો ભાવ બતાવે છે. નીકળાવું અક્રિ. ‘નીકળવું'નું ભાવે નીકિયું ન. પાણીનો ધોરિયો સાફ કરવાનું સાધન; નીકણું નીકું વિ. ચોખ્ખું; સ્વચ્છ નીકંપ સ્ત્રી. (ઈં.) ઢીંચણ પર પહેરવાનું મોજું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy