SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચારઘૂંટ ચારખૂંટ ક્રિ.વિ. ચોખૂંટ; સમગ્ર બધું; તમામ (૨) વિ. ચાર ખૂણાવાળું (૩) આખી પૃથ્વીનું ચારચક્ષુ વિ., પું. (સં.) જાસૂસની આંખે જોતો-રાજા ચારણ વિ. (સં.) રાજદરબારમાં કવિતા કરનારી એક જાતિનું (૨) પું. એ જાતિનો માણસ ચારણ ન. (સં.) ચારવાની ક્રિયા (૨) ઢોરની ચરામણી ચારણકાવ્ય ન. સ્તુતિકાવ્ય; ‘બૅલડ’ ચારણિયાણી સ્ત્રી. ચારણની સ્ત્રી (૨) ચારણજાતિની સ્ત્રી ચારણી વિ. ચારણનું, –ને લગતું (૨) ચારણની રચેલી કવિતાની ભાષા; ડિંગળ પ્રકારની ભાષા (૩) ચારણસ્ત્રી; ચારિણયા ૨૮૬ ચારણી સ્ત્રી. ચારવાની ક્રિયા (૨) ચારવાનું સાધન ચારધામ ન.બ.વ. હિંદુઓનાં ચાર મુખ્ય તીર્થો : જગન્નાથપુરી, સેતુબંધ રામેશ્વર, દ્વારકા, બદરી-કેદાર ચારપદાર્થ પું.બ.વ. જીવનના ચાર મુખ્ય પુરુષાર્થ : ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારપાઈ સ્ત્રી. (હિં.) ખાટલો [(૨) સોગટું ચલાવવું ચારવું સ.ક્રિ. (સં. ચારયતિ, પ્રા. ચારઇ) (ઢોર) ચરાવવું ચારસૈં(-સો) વિ. ચારસોની સંખ્યાનું (૨) પું. ચારસોનો આંકડો કે સંખ્યા; ‘૪૦૦' ચારસો-વીસ વિ.,સ્ત્રી. પીનલકોડની ૪૨૦મી કલમછેતરપિંડી, દગાબાજી, વગેરે માટે (૨) વિ. તેવા ગુના કરનારું ચારિત્ર, (-ત્ર્ય) ન. (સં.) આચરણ (૨) સદાચાર; શીલ ચારિત્ર(-ત્ર્ય)ક્ષમ વિ. સદાચારી; ચારિત્ર્યવાળું ચારિત્ર(-ત્ર્ય)બળ ન. ચારિત્રનું બળ; સદાચરણની શક્તિ; ‘મોરલ ફોર્સ’ ચારિત્ર(-ત્ર્ય)મીમાંસા સ્ત્રી. (સં.) નીતિશાસ્ત્ર; ‘ઍથિક્સ’ ચારિત્ર(-ત્ર્ય)શીલ વિ. (સં.) ચારિત્ર્યવાળું; સદાચારી ચારિયું વિ. જેમાં માત્ર ચાર થતી હોય તેવું (ખેતર) (૨) ફક્ત ચાર - ઘાસ પામનારાં ઢોરનું (ધી) (૩) ન. ચાર વાઢી લાવનાર માણસ (૪) ચાર બાંધવાનું વસ્ત્ર ચારુ વિ. (સં.) સુંદર; મનોહર; રળિયામણું ચારુતા સ્ત્રી. (-ત્વ) ન. (સં.) સુંદરતા; મણિતા ચારું ન. બીજાં ઢોર સાથે ચરવા જતું ઢોર-પ્રાણી (૨) ખોદીને ચારો કરવા પડતર રાખેલું ખેતર ચારું ન. વારંવાર ચાર ભોંકવાથી પડેલું આંટણ ચારેક વિ. લગભગ કે અંદાજે ચારની સંખ્યાનું ચારો પું. (‘ચારવું’ ઉપરથી) પશુપંખીનો ખોરાક; ભક્ષ (૨) ઢોર માટેનું ઘાસ; ‘ફોડર ચારો પું. (ફા.) ઇલાજ; ઉપાય (૨) સત્તા; ચલણ ચારોલું ન. ઘોડા તથા ઢોરનો ચારો (૨) ગોચર [મેવો ચારોળી સ્ત્રી. (સં. ચારુફલી, પ્રા. ચારુફલી) એક સૂકો ચાર્કાલ પું. (ઈં.) બાળેલાં લાકડાંનો કોલસો; ચાલુ કોલસો | ચાલવું ચાર્જ પું. (ઈં.) મૂલ્ય (૨) આરોપ; તહોમત (૩) સુપરત; તેવું કામ કે જવાબદારી (૪) કામનો હવાલો (૫) કાર્યભાર; સત્તા (૬) બૅટરીમાં સંગ્રહીત કરવામાં આવતી ઊર્જા Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાર્જશીટ ન. (ઇ.) તહોમતનામું; આરોપનામું ચાર્ટ પું. (ઈં.) નકશો; આલેખ (૨) પત્રક ચાર્ટર પું. (ઈં.) પરવાનો; અધિકારપત્ર (૨) (વહાણ, વિમાન વગેરે) કરારથી ભાડે લેવાં-રાખવાં તે ચાર્ટર્ડ-એકાઉન્ટન્ટ પું. (ઈં.) સનદી હિસાબનીસ ચાર્વાક યું. (સં.) નાસ્તિક મતનો પ્રવર્તક (૨) સ્ત્રી. દુર્યોધનનો એક મિત્ર ચાર્વાકમત પું. (સં.) ચાર્વાકનો નાસ્તિક સિદ્ધાંત ચાર્વાકવાદ પું. (સં.) ચાર્વાકે પ્રવર્તાવેલ નાસ્તિક મત કે વાદ; દેહાત્મવાદ ચાર્વાકવાદી વિ. પું. ચાર્વાકવાદને લગતું કે માનનારું ચાલ પું. (‘ચાલવું’ પરથી) રિવાજ, શિરસ્તો ચાલ સ્ત્રી. ચાલવાની પદ્ધતિ હીંડછા (૨) ચાલવાની ગતિ (૩) (રમતમાં) ફૂટી વગેરે ચલાવવી કે તેનો દાવ (૪) ચાલચલગત; વર્તણૂક (૫) પાઘડીપને બાંધેલી અનેક ઓરડીઓવાળી ઇમારત; ચાલી ચાલક વિ. (સં.) ચલાવનારું; પ્રવર્તક; કાર્યવાહક ચાલચલગત સ્ત્રી., ચાલચલણ ન. વર્તણૂક (૨) ચારિત્ર્ય; શીલ; ‘કૅરેક્ટર’ ચાલણગાડી સ્ત્રી. છોકરાંને ચાલતાં શીખવવાની ગાડી ચાલણચૂલો પું. ફરતો, કામચલાઉ ચૂલો (૨) ‘સ્ટવ’ ચાલતી વિ., સ્ત્રી. ચાલ્યા જવું; જતા રહેવું ઉપયોગી ચાલતું વિ. ચાલું; વર્તમાન (૨) ગતિમાન (૩) કામ દેતું; ચાલનન. (સં.) ચલાવવાની ક્રિયા; એક વસ્તુને એક જગા એથીબીજી જગાએલઈજવી-મૂકવીતે(૩) હલાવવુંતે ચાલનહાર વિ. ચાલનારું (૨) ચલાવનારું વેશન’ ચાલના સ્ત્રી. ચાલવું કે ચલાવવું તે (૨) પ્રેરણા; ‘મોટિચાલબાજ વિ. યુક્તિબાજ; ચતુર (૨) ધૂર્ત; કપટી ચાલબાજી સ્ત્રી. રમતમાં ફૂટી વગેરે ચલાવવાની રીત કે હોશિયારી (૨) (લા.) પ્રપંચ; ચાલાકી ચાલવું અ.ક્રિ. (સં. ચલ્યતિ, પ્રા. ચલ્લઈ) હીંડવું (૨) કોઈ યંત્રનું ગતિવાળું કે ક્રિયાવાન થવું (૩) નિર્વાહ થવો; નભવું (૪) ટકવું; પહોંચવું (આટલા ઘઉં ઘણા દિવસ ચાલશે.) (૫) કહ્યાનો અમલ થવો; સત્તા હોવી (મગનનું કંઈ ચાલતું નથી.) (૬) વર્તવું; અનુસરવું (વડીલના કહ્યા પ્રમાણે ચાલશો તો સુખી થશો.)(૭) બસ-પૂરતું થવું (આટલું દૂધ ચાલશે.) (૮) કોઈ પણ પ્રવૃત્તિનું ગતિમાન થવું કે હોવું (અહીં મસલત ચાલે છે.) (૯) વ્યવહારમાં - અત્યારે ઉપયોગમાં હોવું (વર્ગમાં આ પુસ્તક નથી ચાલતું.) For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy