SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વતંત્ર સંસ્થાનની સ્થાપના એમની કબર કરવામાં આવી, જે હાલ અમદાવાદમાં મિરઝાપુરમાં રસ્તા ઉપર છે. મામીનખાનનું ચારિત્ર્ય ઇતિહાસના વાંચનારાએને એ કાઈ જાતના કામી કે બીજા પૂર્વગ્રહ (prejudice)ના પૂરમાં તણાતાં પહેલાં એટલું સમજવું જોઇએ કે દરેક રાજવંશમાં સારા ખાટા વખત આવે છે. પરંતુ તે દરેક રાજવંશના મૂળ વંશકર્તા અસાધારણ બુદ્ધિ અને કાર્યશક્તિ તથા રાજા તરીકે પોતાની સંપૂર્ણ જોખમદારીની સમજણ સિવાય થતા નથી. જગતના ઇતિહાસના દરેક રાજવંશની હકીકત જોઈશું તેા તેના મૂળ પુરુષ અથવા સ્થાપકમાં આ ગુણો હશે. મેામીનખાનની કારકિર્દી ઉપર સામાન્ય રીતે વિસ્તારથી જોતાં તે એક સામાન્ય માણસમાંથી ધીમેધીમે છેક ગૂજરાતના સુબા (Mogul Viceroy)ના ૫૬ સુધી ચડે છે. આ વખતે દિલ્હીની સત્તા નબળી પડેલી હોવાથી સુબાના પદની મુશ્કેલીઓને પાર નથી અને દરેક સુખાને પોતાના રસ્તા પેાતાની મેળે બાદશાહી મદદની આશા વગર કરી લેવા પડે છે. મેામીનખાન એ બધી મુશ્કેલીએમાંથી કેવી કુનેહથી પાર ઊતરે છે તે જોયું. અસાધારણ હિંમત અને કાર્યકુશળતા વગર એ બને નહિ, તે સાથે અમદાવાદના ધેરા વખતના અને ખંભાતના વહીવટના જે ઉલ્લેખા આવે છે તે જોતાં પ્રજા ઉપર મેામીનખાનને કેટલી પ્રીતિ હતી તે સ્પષ્ટ થાય છે. બંદેખસ્ત અને વેપારવૃદ્ધિની તેની કાળજી પણ સ્પષ્ટ છે. અમદાવાદની ખરાબી થતી જોઈ મેામીનખાનને ઘણું લાગી આવે છે. અમદાવાદમાં એક વખત હલકા સિક્કા પડવા લાગ્યા હતા તે કાળજીથી સુધરાવ્યા. અહમદીકાર મેામીનખાન ગરીબેાની વારે ચઢવાનું પણ લખે છે. ગુજરાતની આવકના અરધા ભાગ મરાઠાઓને આપ્યા એ મૂલ માટે મામીનખાનને લાગતું હતું. એ ખરેખર ભૂલ હતી કે સંજોગોને વશ થઈ મરાઠાઓ સાથે કામ લેવાનું દિલ્હીનું ક્રમાન હતું કે સંજોગે જોતાં દિલ્હી તરફની મદદને અસંભવ દેખી એ સિવાય બીજો રસ્તા નહાતા એ બધું આજે પાણા ખસેા વર્ષ પછી આજની દૃષ્ટિએ તપાસવું તે ઠીક નથી. તે વખતે આપણે હાઇએ તે શું કરીએ તે જોવાનું છે. ટૂંકામાં મેામીનખાનમાં વંચકર્તાના બધા ગુણ હતા અને તેથી જ ખંભાતનું સ્વતંત્ર સંસ્થાન સ્થપાયું. For Private and Personal Use Only ૭ અલીખાન તે સુરતવાળા કે બીજો તે સ્પષ્ટ થતું નથી, હાલ મામીનખાનની દરગાહ મિરઝાપુરમાં શેઠ અંબાલાલ સારા ભાઇના બંગલાની હદમાં રસ્તા ઉપર છે.
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy