SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વતંત્ર સંસ્થાનની સ્થાપના મનસબમાં વધારો કરી ઘણાં વખાણ ક્યાં અને આ કામ તે એ જ કરે એમ જાહેર કર્યું. ૨૩ ખંભાતને બંદે અસ્ત આ લડાઈ દરમ્યાન ખંભાતનો વહીવટ નજમખાન જે પિતાને જમાઈ થતા હતા તેને સેપ્યો હતો.૨૪ અમદાવાદ કબજે ક્ય પછી પોતે સુબાનું કામકાજ ચલાવવા માંડ્યું. શાંતિ અને સહીસલામતીની ખાત્રી પડવાથી નાસી ગએલા લોકે શહેરમાં આવી વસવા લાગ્યા.૨૫મીનખાને હવે બહાર નીકળી પેશકશી ઊઘરાવવા નક્કી કર્યું. બાદશાહે મોમીનખાનના ભત્રીજા હિંમતઅલીખાનને સોરઠની ફોજદારી આપી. મોમીનખાને અમદાવાદને અરધો ભાગ મરાઠાઓને આપેલો હતો એટલે ઘણી બાબતમાં રગેજી સાથે અથડામણ થયા કરતી (ઈ.સ. ૧૭૩૮). આ અરસામાં મામીનખાનના બીજા ભત્રીજા મુહમ્મદ મેમીનખાન બક્ષીને નઝરઅલીખાનનો ઈલ્કાબ મળ્યો.૨૧ સુબાગીરીની જંજાળને લીધે મામીનખાનનું મુખ્ય રહેઠાણ અમદાવાદમાં હતું, પણ ઈ.સ. ૧૭૪૧માં ખંભાત બંદરની આવકમાં ઘટાડો થયાના સમાચાર આવ્યા. એટલે મોમીનખાને બે મહિના ખંભાત જઈ બંદરના દરોગાની બદલી કરી એ જગ્યા ઉપર ઈસ્માઈલ મહમ્મદને મૂક્યો અને વેપારીઓ સાથે સલુકાઈથી વર્તન કરવા તાકીદ આપી. ૨૭ મેમાનખાનને ન ઈલકાબ અને અવસાન આ બધા વહીવટ અને હેશિયારીથી પ્રસન્ન થઈ બાદશાહે મામીનખાનની નિસબમાં વધારો કરી તે ૬૦૦૦ જાતીકી અને ૬૦૦૦ સવારની કરી. એક શિરપેચ, કલગી, કેટલુંક કાપડ, એક હાથી અને “માહી ભરાતીબ’નું નિશાન,૨૯ તથા નજમુદ્દૌલા મોમીનખાન દિલાવર જંગબહાદુરનો ઈલકાબ આપે.૨૯ આ વખતે ખંભાતથી નજરઅલીખાન અને વજેરામ શિકારે સખ્ત લડાઇઓ કરી આસપાસના કોળી ઠાકોર પાસેથી પેશકશ વસૂલ કરી.૩૦ હવે મોમીનખાનની તબિયત બગડી હતી. ઈ.સ. ૧૭૪૩માં અમદાવાદમાં મોમીનખાનને સ્વર્ગવાસ થયો.૩૧ રૂસ્તમઅલીખાનના મકબરામાં ૨૩ અહમદી. ગુ. મા. (કુમ. ઝ) 28 Bom. Gaz. VI. 223. R4 Bom. Gaz. I. Part I. P. 320. ૨૬ એ જ પૃ. ૩૨૨. ૨૭ એ જ પૃ. ૩ર૩ અને મિરાતે અહમદી ગુ. ભા. (ક. મો. ઝ) અહમદી લખે છે કે ખંભાતમાં બે મહિના થયા હતા. ગેઝેટીઅરે માત્ર ખંભાત જવાનો ઉલ્લેખ કર્યો છે. મરાઠા સાથેની રોજની અથડામણ અને પેશકશી તથા સુબાગીરીના કામને લીધે મીનબાનથી ખંભાત વધારે રહેવાતું નહિ. RC Bom. Gaz. I. Part I. P. 325 'Order of Mahi-Maratib''ICI HRICH RM 2124 CUP HIV11 આકારના નિશાનવાળો વાવટો છે. ૨૯ એ જ પૃ. ૩રપ. ૩૦ એ જ પૃ. ૩૨૫. ૩૧ Bom. Gaz. I. Part 1. P. 526, મિરાતે અહમદી લખે છે કે હી. સ. ૧૧૫૬માં મેહરમ માસની તા. ૭મીએ દિવસ ઉગ્યા પછી દેઢ પહેરે મરણ થયું. રૂસ્તમઅલીખાનના રોજામાં દફનક્રિયા થઈ એ પણ એ જ લખે છે. આ રૂરતમ For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy