SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ નવમું સ્વતંત્ર સંસ્થાન મુક્તાખીરખાન-મામીનખાન બીજા-નું રાજ્ય ' જ મુદ્દોલા મામીનખાનના મરણ પછી એમની બેગમને વહેમ પડ્યો કે ફિદાઉદ્દીનખાન ૧. અને મુફતાખીરખાન મળીને એની જાગીર પડાવી લેશે. આ કારણથી એણે રંગેજીનું રક્ષણ માગ્યું. એ દરમ્યાન ફિદાઉદ્દીનખાન અને મુફતાખીરખાનને કામચલાઉ ગૂજરાતની સુબાગીરીનો હદે સંભાળી લેવા બાદશાહી ફરમાન આવ્યું. બંને જણ તે વખતે અમદાવાદમાં હતા. વાજા વગાડતા બંને જણ એક હાથી ઉપર બેસી ફરમાન લઈ શહેરમાં પિઠા. એવામાં આણંદરામ નામનો માણસ જેનું મોમીનખાને અપમાન કર્યું હતું તે રંગોજી પાસે ગયો અને ફિદાઉદ્દીનખાન અને મોમીનખાનને મારી નાખવા માટે એને ચઢાવ્યો. ગેજીએ આ કાર્ય સાધવા માટે એ બનેને જમવા બોલાવ્યા; પણ મારવાની હિંમત ચાલી નહિ. એ પછી ફિદાઉદ્દીનખાનને ખંભાત જવું પડ્યું. હવે રંગજીએ મુફતાખીરખાનને મારી નાખવા નિશ્ચય કર્યો. એ કારણથી એણે વજેરામ અને કાયમકુલીખાનને મેળવી લીધા. મુફનાખીરખાનને આ વાતની ખબર પડી તેથી દરેક રીતની સાવચેતી રાખવા માંડી. રંગોજીએ બે વખત એ પ્રમાણે પ્રયત્ન કર્યો પણ ફાવ્યો નહિ. આ વખતે શેરખાન બાબીએ ખંભાતનાં કેટલાંક ગામડાં લૂંટવા માંડ્યાં. રંગેજી પિતાના માણસ રામજીને બોલાવી લડાઈ માટે તૈયાર થયો. મુક્તાખીરખાને ખંભાતથી ફિદાઉદ્દીનખાનને બેલાવ્યો. શેરખાને રંગજીને મદદ કરવાનું છોડી દીધું. રંગે હવે ગભરાયો અને રસ્તો રહ્યો નહિ, એટલે આણંદરામને સોંપી દીધો અને બોરસદ તથા વિરમગામ પણ સેપ્યું. આ રીતે ફિદાઉદ્દીનખાન અને મુફતાખીરખાનની સત્તા ગુજરાતમાં થોડો વખત નિષ્કટક થઈક આ વખતે ખંભાત બંદરનો દરોગો ઇસ્માઇલ મુહમ્મદખાન જે નજમુદ્દલા મામીનખાનના વખતથી વહીવટ કરતા હતા તે ગુજરી ગયે. એ ઘણો લોકપ્રિય હતો. એના મરણથી ઘણું વેપારીઓ દિલગીર થયા. 4 Bom. Gaz. Vol. I. Part I. P. 326. ૨ મિરાતે અહમદી ગુ. ભા. (કુ. મે. ઝ.) ૩ Bom. Gaz. Vol. I. P. I. P. ૩26. ૪ એ જ પૃ. ૩૨૬. મિરાતે અહમદી ગુ, ભા. (કુ. મે. ઝ) Bom, Gaz. ના ખંભાતના ભાગમાં (VoIVI) આ બીના આપી નથી. ઉપર જે આણંદરામ આવે છે તેને પાછળથી ફિદાઉદીખાન મારી નાખે છે. ૫ મિરાતે અહમદી. ગુ. ભ. (ક. મ. ઝ) ઈરમાઈલ મુહમ્મદખાન મિરાતે અહમદીના લેખકને ભાઈ થતું હતું. એની લોકપ્રિયતાનું વર્ણન અહમદીમાં કર્યું છે. ૬ ઈસ્માઈલ મહમ્મદ બંદરને દરેગ હતો. બંદરનો દરોગો એટલે collector ofcustoms મુસદીથી એ જુદા. મુત્સદ્દીના હાથમાં રાજસત્તા હોય છે; દરોગાના હાથમાં બંદરની આવક જાવકની માત્ર સત્તા. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy