SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir AYSUN enero પ્રકરણ આઠમું સ્વતંત્ર સંસ્થાનની સ્થાપના રાજકુટુંબ TV ભાતના સ્વતંત્ર રાજવંશના વંશકર્તા મિરઝાં જાફર નજમુદ્દલાના વડવાઓ મૂળ ઈરાનના જ વતની, શિયા સંપ્રદાયના અને ત્યાંના નજમ-ઈશની કુટુંબના હતા. ઈરાનના શાહ ઈસ્માઈલ સફવીના સાત પ્રધાનમાંના એકને (ઈ.સ. ૧૫૦૦) એમનું પેઢીનામું જઈ મળે છે. ઈ.સ. ૧૭૨૩થી ૧૭૩૦માં મુબારિઝ-ઉલ-મુલ્ક સરબુલંદખાનની સુબાગીરીમાં ગરીબ સ્થિતિમાં એ ગૂજરાત આવ્યા અને સુબાએ એમને પેટલાદને વહીવટ સંયો. એ અરસામાં મિરઝાં જાફરનું લગ્ન (ઈ.સ. ૧૭૨૫) ઈરાનના દહેમી રાજાઓના વંશજ મોમીનખાન દહેલમીની પુત્રી સાથે થયું; એટલે માતા અને પિતા બંને બાજુથી ખંભાતનું રાજકુટુંબ ઈરાનના પ્રસિદ્ધ ખાનદાનમાંથી ઊતરી આવેલું છે. વંશકર્તા નજમુદ્દલાના સસરા મેમાનખાન દહેલી સુબા મુબારિઝ-ઉલ-મુલ્કની લાગવગથી મિરઝાં જાફરને ગુજરાતની બક્ષીગીરી મળી હતી. એમના સસરા મોમીનખાન દહેલમીને એ જ અમીરની લાગવગથી ઈ.સ. ૧૭૧૪માં સુરત અને ખંભાતની મુત્સદ્દીગીરી અને વડોદરા, ભરૂચ, ધોળકા, પેટલાદ અને નડિયાદનો વહીવટ મળ્યાં હતાં. આ બધી જગ્યાએ મેમીનખાન દહેમી પ્રતિનિધિઓ મૂકી પોતે સુરત રહેતા. ઈસ. ૧૭૧પ-૧૬માં ગુજરાતની સુબેદારી મહારાજા અજિતસિંહને મળવાથી મોમીનખાનની જગ્યા ગઈ હતી, પણ ત્રણ જ વરસમાં એમણે એ પાછી મેળવેલી અને તે વખતે મરાઠાઓના હુમલાઓએ કરેલી અવ્યવસ્થાનો લાભ લઈ એક વખત સ્વતંત્ર થવાનું પણ ધારેલું. અજિતસિંહના બદલાયા પછી ફરી એકવાર મોમીનખાને સત્તા ગુમાવી હતી; પણ ઈ.સ. ૧૭રરમાં આસફ જહા નિઝામુલમુકની સુબાગીરી વખતે સુરતના મુત્સદ્દીની જગ્યા ફરી હાથ કરી. આ વખતે મોમીનખાને પીલાજી ગાયકવાડનો સુરત ઉપર હલ્લો પાછો કાઢવા પ્રયત્ન કર્યો પણ તેમાં ફતેહ ન મળી. એટલામાં મુબારિઝ-ઉલ-મુલ્ક કરી સત્તામાં આવતાં મોમીનખાનને દીવાનગીરી મળી. એ વખતે ગૂજરાતની દીવાનગીરી ઉપરાંત ખંભાતનો વહીવટ મોમીનખાને બે વરસ પોતાને હાથ રાખ્યો, અને એ જ અરસામાં (૧૭૨૫) મિરઝાં જાફર સાથે પિતાની પુત્રીનો લગ્નસંબંધ કર્યો. ૨ Bom. Gaz. VI Cambay P. 221-222, ૨ એ જ પૃ. ૨૨૨, નેટ ૧, મીરાતે અહમદી પણ લખે છે કે મમીનખાને સુરતના અમલ દરમ્યાન પીલાજી સાથે લડાઈ કરી તેમાં પીલાજીને વિજય થયો, જ્યારે એમને સુબાના દીવાનની જગ્યા મળી ત્યારે સુરતની જગ્યા રૂરતમઅલીખાનને સપી, આ વખતે મુબારિઝ-ઉલ-મુકની સુખાગીરીમાં રૂસ્તમઅલીખાનને ભાઈ સુજાઅતખાન નાયબ સુબે હ; ત્યારે પણ દીવાની મોમીનખાનની હતી. અહમદીના લખાણ ઉપરથી સમજાય છે કે મુબારિઝ-ઉલ-મુલક સાથે સંબંધ ઠીક હોવા છતાં મામીનખાને તેના પ્રતિસ્પર્ધી મહારાજ અજિતસિહ સાથે પણ સંબંધ રાખે હતો. (ગુ. ભા.ક. મે, ઝ. કૃત) For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy