SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વતંત્ર સંસ્થાનની સ્થાપના સ્વતંત્ર સંસ્થાનની સ્થાપના મોગલાઈન છેલ્લા દિવસોમાં દિલ્હીની સત્તાની ગૂજરાતમાં ધીમેધીમે એવી પડતી થતી ગઈ કે ખંભાત સ્વતંત્ર સંસ્થાન કયા વર્ષમાં થયું તે નક્કી થતું નથી. પરંતુ ઈ.સ. ૧૭૨૫માં મોમીનખાન દહેલમીનો સંબંધ મિરઝાં જાફર નજમુદ્દલા સાથે થયો, અને એમને ગુજરાતની દીવાની તથા ખંભાત અને સુરતની મુત્સદ્દીગીરી મળી તે વખતે ખંભાત ઉપર તેમણે ખાસ નજર રાખી હતી એમ જણાય છે. મોમીનખાનનું ભરણું ખંભાતમાં ઈ.સ. ૧૭૨૮માં થયું અને એ વખતે મિરઝાં જાફર બક્ષીગીરી ઉપર હોવાથી ખંભાતને વહીવટ પણ એમના હાથમાં આવ્યો. એટલે ૧૭૨૦થી ૧૭૩૦ સુધીમાં ખંભાતના સ્વતંત્ર સંસ્થાનની સ્થાપનાનો પાયો નંખાવા પ્રયત્ન ચાલુ હતા અને ૧૭૩૦ લગભગમાં એ પાયો નખાઈ ગયો એમ માની શકાય. રાઠાઓના હલા મામીનખાન દહેલમીના સ્વર્ગવાસ પછી બે વરસ સુધી પેટલાદ નજમુદ્દલાના તાબામાં રહ્યું. એ અરસામાં (૧૭૩૦) પેશ્વા બાજીરાવ પહેલાના ભાઈ ચીમનાજી આપાએ ખંભાતની ત્રણ લાખ રૂપિયાની ચેથની માગણી કરી. ત્રણ વર્ષ પછી મરાઠાઓએ ફરીથી પણ માગણી કરેલી. આ માગણીઓને લીધે પ્રજાને એટલો ત્રાસ વેઠવો પડેલો કે ખંભાતમાંથી ઘણું શરાફો અને વેપારીઓ દુકાનો બંધ કરીને જતા રહ્યા અને વેપારને ઘણું નુકસાન થયું. અહમદીનો લેખક લખે છે કે ખંડેરાવનો પુત્ર ગ્રંબકરાવ જે સાબરમતીને કાંઠે લશ્કર લઈ પાડ્યો હતો તેને મરાઠાઓ અને રૂસ્તમઅલીખાન (સુરતવાળો) વચ્ચેની લડાઈમાં રૂસ્તમઅલી ભરાયાની ખબર પડી, એટલે સાબરમતી આગળથી ઊપડી તેણે ખંભાતને ઘેરો ઘાલ્યો. એવામાં મરાઠાઓમાં માંહોમાંહે જીઓ થયો તેમાં ત્રંબકરાવ ભરાયો અને લશ્કર વીખરાઈ ગયું. આ બનાવથી ખંભાત બચી ગયું. મિરઝાં જફર નજમુહલા સુરત અને ખંભાતના મુત્સદી ઈ.સ. ૧૭૩૦માં મિરઝાં જાફર નજમુદ્દાલાને સુબા સાથે કાંઈ ગેરસમજ થવાથી દિલ્હી જવું પડયું. ત્યાં તેમને સારો આદરસત્કાર થયો અને નવા સુબા મહારાજા અભેસિંગ સાથે ગુજરાત પાછા આવી મુબારિઝ-ઉલ-મુલ્ક સાથે સમાધાન કરાવવામાં એમણે સુબાને સારી મદદ કરી. ગુજરાતની બક્ષીગીરી અને ખંભાતનો વહીવટ એ કારણથી એમને મળ્યો હતો, અને ખંભાતની દેખરેખ એમણે પિતાના પિત્રાઈ ભાઈ ફિદાઉદ્દીનખાનને સોંપી અને પેટલાદ પિતે કબજે રાખ્યું. એટલામાં સુબા સાથે વાંધ પડવાથી પેટલાદ છેડવું પડયું. ઈસ. ૧૭૩૩માં મુલ્લાં મુહમ્મદઅલીના બખેડાને લીધે મિરઝાં જાકરને સુરત જવાને હુકમ આવ્યો અને ખંભાતને વહીવટ તેગબેગખાનને મેંપવામાં ૩ Bom. Gaz. VI P.222. નોંધમાં લખે છે કે સિલેકશનને લેખક બર્ટસન ઈસ. ૧૭૨૬માં મરણ લખે છે. કહે છે કે ૧૮૧૨ સુધી કબરને લેખ જોવામાં આવતો હતો. ૪ Bom. Gaz. VI P. 222. પ અહમદી. ગુ. ભા. (કુ. મે. ઝ.) Bom. Gaz. VJ P. 222. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy