SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માગલ સમય મેગલાઇની પડતી દશામાં ખંભાતની સ્થિતિ ઔરંગઝેબના મરણ બાદ એકાદ દસકા પછી ખંભાતના ઇતિહાસમાં નવું પ્રકરણ શરૂ થાય છે એટલે એ બાબત નવા પ્રકરણમાં જ જોઈશું. અહીં તેા અઢારમી સદીની શરૂઆતના પહેલા એ દસકા વિષે ટૂંકામાં જોઈ આ પ્રકરણ બધ કરીએ. ઔરંગઝેબના મરણ પછી શાહજાદો શાહઆલમ બહાદુરશાહુ દિલ્હીના તખ્ત ઉપર ખેઠા. એના અમલમાં ગુજરાતના ચાલીસમા સુબા ગાઝીઉદ્દીન ખહાદુર કિાઝજંગની સુખાગીરીમાં ખંભાતના મુત્સદ્દી અમાનતખાનની બદલી થઈ અને અંતમાદખાનને એ જગ્યા મળી.૪૩ એ એક વરસ રહ્યા પછી સૈયદ હસનઉલ્લાખાનને એ જગ્યા મળી.૪૪ આ અમલદારે શહેરમાં એક મહેલ બંધાવ્યા હતા અને એના કાટમાળનાં નાણાં વેપારીઓને એછાં આપી કેટલાક લાકડસામાન બંદરની કચેરીમાં સરકારી હતા તે ઉઠાવ્યા હતા. આ બધું તથા આરસની શિલાઓ અમદાવાદ માકલી હતી તે શેખઅબ્દુલ વહાખે રેાકી હતી એવા સમાચાર ખંભાતના હલકારાએ બાદશાહને લખ્યા તેથી સૈયદ હસનઉલ્લાખાનને બાદશાહની હઝુરમાં પકડી લાવવાના હુકમ થયેા.૪૫ તે પછી ક્રૂખશીઅર બાદશાહના રાજ્યમાં તેંતાલીસમા સુબા દાઉદખાન પનીના અમલમાં આ હસનુલ્લાખાનને બદલવામાં આવ્યેા એમ સમજાય છે; અને એની જગ્યા સૈયદ અકીલખાનને આપવામાં આવી.૪૬ આ સૈયદ અકીલખાનને કારભાર મિરાતે અહમદીના કર્તાના પિતા કરતા હતા, એટલે અહમદીકાર અને એના પિતાએ ખંભાતના કારભાર કરેલા છે. એમને એક વખત ખંભાત છેાડવું પડેલું ત્યારે પ્રજા તરફથી એમને બહુ માન મળેલું એવા તે લોકપ્રિય હતા. આ સમય દરમ્યાન ખંભાત ઉપર રજપુતા અને કાળી લેાકેાની લૂટ પડતી. વેપારરાજગાર પડી ભાંગવા આવ્યા હતા. સામનાથ પાટણના ચાંચિયા પણ બહુ નુકસાન કરતા. શહેરના કોટ સુધી ધાડ પડતી. કૈાઈવાર શહેરની અંદર પણ લૂંટ થતી. ઈ.સ. ૧૭૧૬માં ખંભાત અમદાવાદ વચ્ચેના વહેપાર એ કારથી બંધ થઈ ગયા હતા. તે વખતે ખંભાત અને સુરતના મુત્સદ્દી હૈદર કુલીખાન જે ખંભાતને વહીવટ પેાતાના માણસ રાખીને કરતા તેણે વીસ હઝારનું લશ્કર મેકલેલું પણ તે લશ્કર કાંઈ કરી શકયું નિહ. બે મહિના રહી થાકેલું લશ્કર સુરત પાછું ગયું.૪૭ અઢારમી સદીની પહેલી વીશી બેસતાં ખંભાત સંસ્થાનના સ્વતંત્ર નવાબના કુલને ઉદય આધે ક્ષિતિજમાં દેખાવા માંડે છે અને ખંભાતના ઇતિહાસ નવું સ્વરૂપ લે છે. ૫૯ ૪૩ મિરાતે અહમદી ગુ. ભા. ૧, પૃ. ૪૦૫, આ એતમાદખાન રંગઝેબ બાદશાહના છેલ્લા વખતમાં આવી ગએલે તે જ કે બીજો તે અહમદી કારે સ્પષ્ટ કર્યું નથી, For Private and Personal Use Only ૪૪ એ જ પૃ. ૪૦૮. આ ફેરફારીનું કારણ આપ્યું નથી. ૪૫ એ જ પૃ. ૪૧૦. આ મહેલ ખંભાતમાં બાંધ્યા કે અમદાવાદમાં એ સ્પષ્ટ નથી. છતાં સામાન અમદાવાદ મેાકલ્યાનું લખ્યું છે અને અહમદી કાર ‘શહેર' શબ્દ એકલેા કક્ત અમદાવાદને માટે જ વાપરે છે, તે ઉપરથી હસનુલ્લાખાન અમદાવાદને હશે એમ સમજાય છે. એ ખંભાતના મુત્સદ્દી તા ફક્ત નીમાએલેા. ૪૬ મિરાતે અહમદી પૃ. ૪૨૭,હસનુઢ્ઢાખાનને બાદશાહની હજૂરમાં બેલાન્યાનું આગળ આવ્યા છતાં એને અમલ લખાયે જણાય છે, એનું કારણ ખુદ દિલ્હીમાં ઘણી ખટપટ હતી. અને નવા બાદશાહને અમલ થયેા હતેા તે હાવું જોઇએ. ૪૭ Bom. Gaz. VI. P. 220.
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy