SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માગલ સમય ૫૮ વર્ણન કરે છે. કાટ ચાર વામ ઊંચા હતા, શહેરની બહાર ઘણા સુંદર બગીચા હતા, એમ આ મુસાફર પણ સાક્ષી પૂરે છે. ટૂર્નીઅરે કરેલું વર્ણન ૐવર્નીઅર નામના મુસાફરે પણ એ જ અરસામાં હિંદુસ્તાનનું સારૂં વર્ણન કરેલું છે. એ લખે છે કે અમદાવાદ જવા માટે ભરૂચથી ખંભાત આવીને જવાના રસ્તા સહેલા છે, છતાં તે સહીસલામત ન હેાવાથી વડાદરા થઇને જવું ઠીક પડે છે. ખંભાતના કાટથી દિરયા દાઢ માઈલ જેટલે દૂર જતા રહ્યા હતા અને મેટાં વહાણા નવ માઈલથી નજીક આવી શકતાં નહિ. ખંભાતની નજીક સરખેજના જેવી સારી ગળી પાકતી. પોર્ટુગીઝ લેાકેા ખંભાતમાં વધારે પ્રમાણમાં હતા ત્યારે વેપાર અને વહાણા તથા મુસાફરાની અવરજવર હતી. એ લાકે દરિયાકાંઠે મેટાં મકાને બાંધ્યાં હતાં અને ટૅવઅર આવ્યા ત્યારે બધું પડતર રહી પડી ગયું હતું (૧૬૬૨-૬૬).૩૯ ખંભાતથી ત્રણ કાસ દૂર એક દેવળમાં નમ્ર મૂર્તિઓ હતી એનું વર્ણન વર્બીઅર લંબાણથી કરે છે.૪૦ એ પછી તુરત આવેલા મુસાફર (૧૬૭૦) આગિલ્બી ખંભાતના કાટ અને બાર દરવાજાનું વર્ણન કરે છે અને શહેર સુરત કરતાં એવડું હતું એમ લખે છે. દરવાજા રાજ રાત્રે બંધ થતા. રસ્તા ધણા સારા હતા. વચમાં ત્રણ મેટાં બજારા હતાં. પંદર માટા બગીચા અને ચાર તળાવા હતાં, તેમાં આખું વર્ષ પાણી રહેતું. ધર કાંઈક ઈંટા અને કાંઈક પથ્થરનાં બાંધેલાં હતાં. આ ધર ઈંગ્લેંડમાં નવાં ગણાય પણ હિંદમાં સારામાં સારાં ગણાય તેવાં હતાં.૪૧ સત્તરમી સદીના અંતમાં આવેલા ઈટાલીઅન મુસાફર જેમેલી કેરેરી (Jemelli Careri) લખે છે કે ખંભાતની પુરાણી જાહેાજલાલી ઓછી થઈ ગઈ હતી છતાં એ મેાટું અને ધનવાન શહેર હતું.૪૨ ઔરંગઝેબ બાદશાહના મરણ પછી અઢારમી સદીની શરૂઆતથી દેશમાંની અવ્યવસ્થા, દિલ્હીની સત્તાની નિર્મળતા અને મરાઠાઓની ચઢાઇથી થતી પાયમાલીને લીધે ગુજરાતનાં શહેરાની પડતી થવા માંડે છે. એની અસર ખંભાતને પણ થાય છે. અંગ્રેજો સિવાય ખીજા પરદેશીઓ પેાતાની કાઠીએ કાઢી નાખે છે. દરિયાઈ વેપારનું કેન્દ્ર ખંભાતમાંથી એછું થઈ સુરતમાં થયું હતું તે બંને હવે પડતી અનુભવે અને એમને ભાગે મુંબાઈ વધે છે. એની પહેલાં અને પછી આવેલા મુસાફરી કાટ ઈંટચુનાના હતા એમ સ્પષ્ટ લખે છે અને તે ખરૂ છે. ૩૯ 'Tavernier's Travels P. 54. ૪૦ એ પૂ. ૫૪. આ મંદિર કોનું અને ક્યાં તે સમજી શકાતું નથી, મૂર્તિ Apollo જેવી હતી એમ લખે છે. આ મંદિરમાં ધરડી વેશ્યાએ પૈસા કમાઇ નાની છે.કરીએ ખરીદી તેમને નાચગાન શીખવી અગીઆર બાર વરસની થાય ત્યારે લાવતી, અને મંદિરને અર્પણ કરતી જેથી તેમનું નસીબ સુધારે ! આ વિચિત્ર વાત શાને લાગુ પડેછે અને ગૂજરાતમાં આવું મંદિર ક્યાં હતું તે કાંઇ સમજી શકાતું નથી, શું દેવદાસી જેવું ગુજરાતમાં કાંઈ હશે ? ૪૧ Bom. Gaz. VI. P. 219-20. ૪૨ એ જ પૃ. ૨૨૦. આ મુસાફર ખંભાતની પડતીનું કારણ અખાત પુરાયા તે અને પોર્ટુગીઝના અમલ ગયા તે એમ માને છે. આમાં પહેલું કારણ ખરૂ પણ બીજું ખાટું છે. પાર્ટુગીઝાએ કદી ખંભાત કબજે કરેલું નથી. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy