SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ આ ૧૮૯ હશે એમ માની શકાય નહિ. જે ફેરફાર અને ઉત્પાથી સરસ્વતી આખી યે લુપ્ત થઈ ગઈ તે જ ફેરફારથી અને ઉત્પાતોથી કચ્છ અને ખંભાતના અખાતનાં મુખ પહોળાં થઈ સમુદ્રનાં પાણી નદીના પટમાં પેસે અને તેથી પાણી ખારું થાય. વળી મોટી પહોળી નદીઓ પોતાના મુખથી ઘણા માઈલ સુધી ખારી હોય છે એ તે આજે પણ જોવામાં આવે છે. ખંભાતને અખાત હવે સરસ્વતી ખંભાતના રણને રસ્તે ઊતરી આવતી હોય એમ માનીએ તો પણ તે ખંભાતના અખાતને મળતી નહોતી. ખંભાતનો અખાત પોતે જ સરસ્વતીનું પહોળું થઈ ગએલું મુખ છે. ખંભાતના અખાતમાં આવેલા પીરમ બેટના અમીભૂત અવશેષોથી સિદ્ધ થાય છે કે ખંભાતના અખાત પૂર્વે હાલ છે તેથી કાંઈક જુદા સ્વરૂપમાં હતા. એ અવશે અને ભૂસ્તરશાસ્ત્રના આધારથી બ્રીગ્ન એમ માને છે કે ખંભાતનો અખાત એ સાબરમતીનું પહેલું થઈ ગએલું મુખ છે, અને એક વખત નર્મદા તાપી વગેરે નદીઓ સાબરમતીને મળતી. આ વાત સાબરમતી જેવડો ટુંકી નદીને માટે માનીએ તે કરતાં સરસ્વતીને માટે વધારે બંધ બેસે છે.પ૭ સરસ્વતીને એના લાંબા પ્રવાહમાં જે જે નદીઓ મળવા આવી એમાં નર્મદા૫૮ પણ કરતાં નદીને સકાએલો પટ હેવાનું વધારે બંધ બેસે છે. આગળ જોયું તેમ કરછના રણમાં જેમ સમુદ્રનાં અમીભૂત અવશા (fossils) નથી મળતાં પણ નદીનાં મળે છે, તેમ આ પટામાં પણ સમુદ્રનાં અવશેષ મળ્યાનો ઉલ્લેખ નથી. જોકે કચ્છના રણ જેટલી ઝીણું સહેં આ ભાગની થઈ નથી. પદ પીરમના અમીભૂત અવશેનો માટે જુઓ Ahmedabad Gaz. (Bom. IV.) P. 35o. આ અવશે જેમાં ઘણાં પ્રાણીઓના અવશેમાં ખાસ કરીને મીઠા પાણીના કાચબાના અવશેષ ખાસ ધ્યાનમાં લેવાના છે. હરણ, ડા, હાથી મગર વગેરે પ્રાણીઓના અવશે છે. એટલે એ કિનારે મૂળ ખારા પાણીના અખાતને બદલે મીઠા પાણીની નદીને કિનારો કેમ ન હોય ? 40 Briggs Cities of Gujarashtra Chap. VII. "There are various traditions extant res. pecting this gulf-one, particularly, tells of the Kahiawar territary having, centuries ago, bordered upon the Surat line of Coast, with merely the Sabermati flowing between, the separation not wider than at Wauta; that the Narbadda as well as the Tapti fell into this thirsty stream which drinks the waters of so many rivers in its lengthy course; that successive earthquakes, to which Gujarat is susceptible, allowed the waters of the Indian Ocean to burst upon the land-and then, as conclusive evidence for the truth of this legend the foosils remains of Perim are quoted.” આ અવશે કાશ્મીરના સરમુરના ટેકરા અને સિધુના પ્રદેશોમાં મળે છે તે જાતના હતા એમ ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે. એ પછી ઇ. સ. ૧૮૩૬માં કૅપ્ટન કુલજેમ્સ ઘધા આગળ ટેકરા ખેરાવી તપાસ કરી બંગાળની યલ એશિયાટિક સોસાયટીને લખી મોકલેલું તે માટે લખે છે અને ભૂરતરશાસ્ત્રીઓના મતભેદ માટે લખે છે. આગળ ઉમેરે છે કેઃ “Among many speculations in respect of the gulf of Cambay, I have heard it urged that the waters of the Indus will at sometimes break hither by the Runn of cutch, similarly to the irruption of the Black Sea into the Thracian Bosphorus and thus render Kathiawar insulated." 41-2141 24242 21122119 આધારે કરેલા આ ઉલેખથી એટલું ૨પષ્ટ થાય છે કે ખંભાતના અખાત કઈ નદીનું પહેલું થઈ ગએલું મુખ છે. વળી ભવિષ્યમાં કોઈ વખત ભૂસ્તરશાસ્ત્રીઓ સિંધુને કચ્છનું રણ તેડી ખંભાતના અખાતમાં આવવાનું ધારે છે તેમાં અને બ્રીસ For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy