SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ શા મળવા આવી એમ પૌરાણિક ઉલેખ છે તે વાત ખંભાતના અખાત સરસ્વતીનું મુખ છે એમ માનીએ તો બંધ બેસે છે. ઉત્તર ગુજરાતમાં ઝીલાણ તીર્થ છોડ્યા પછી પ્રભાસ સુધી જતાં ઘણાં શેડાં તીર્થો ગણાવ્યાં છે અને તેને પત્તો લાગતો નથી. પણ એ રરતામાં એક ઉલ્લેખ શત્રુમર્દન પર્વતને અને બીજો કૃતમ્મર પર્વતનો છે.૫૯ કૃતમ્મર પર્વત વડવાનલને લીધે ભસ્મ થઈ ગયો એમ પુરાણકાર લખે છે. એટલે એનો સવાલ નથી અને શત્રુમર્દન પર્વત શત્રુંજય જ હોઈ શકે. કૃતમ્મર પછી પ્રભાસ આવે છે પણ એ પર્વતનો પત્તો લાગતો નથી. પ્રભાસ અને સરસ્વતીનું મુખ હવે પુરાણકાર ઝીલાથી ગુસ કરી સરસ્વતીને કાઠીઆવાડમાં કાઢે છે. સીધી રીતે તો કાઠીઆવાડ રેતાળ પ્રદેશ નહોતો, પથ્થરનો પ્રદેશ હોવાને લીધે સરસ્વતી અને ભેદીને પ્રભાસ પાસે જઈ શકે તેમ નથી. તેમજ કામીરથી ખંભાતના અખાત સુધી નદીના પાણી ખસી જઈ રણું બની ગએલી જમીનનાં જે સળંગ ચિનહીં મળે છે તેવાં કાઠીઆવાડમાં એને જોડનારા અવિચ્છિન્ન પ્રવાહનાં ચિન્હો મળી આવતાં નથી. એટલે સરસ્વતીનું મુખ પ્રભાસ પાસે છે એ વાત લાક્ષણિક રીતે જ સમજવાની છે. પ્રાચીન કાળમાં પગરસ્તે દાઠીઆવાડ વચ્ચે થઈને હાલની પેઠે પ્રભાસ જવાનો રસ્તો હતો નહિ. ખંભાતના અખાતને ડિનારે થઈને જવાનું, ૬૦ બહુ પ્રાચીન કાળમાં તે સિંધુ અને સરસ્વતીના પ્રવાહ વહાણાના અવરજવર માટે ખાસ વપરાતા. એટલે પંજાબ અને બ્રહ્માવર્ત અને મધ્ય દેશમાંથી પ્રભાસ આવનારને સરસ્વતી મારફતે ચાવવું પડે. ગોપનાથ અગર બહુ તો જાફરાબાદ પાસે ખંભાતના અખાતનું મુખ છે ત્યાં સરસ્વતીનું મુખ માનીએ તો પ્રભાસ જનાર ત્યાં સુધી આવી જળ કે સ્થળને રસ્તે તુરત પ્રભાસ જઈ શકતો. એટલે મધ્ય દેશ કે ઉત્તર હિંદમાં બેસીને ભૂગોળ (પૌરાણિક) લખનાર પ્રભાસને સરસ્વતીના મુખ પાસે ગણે એમાં નવાઈ નથી. આપણી પ્રાચીન પૌરાણિક ભૂગોળ મધ્ય દેશને લક્ષ્યમાં રાખીને લખાએલી છે. ૨૧ એટલે દૂરનાં અમુક સ્થાન અમુકની પાસે એમ લખે ત્યારે તને ચોક્કસ કે અડેડ સ્થળ ગણવાનાં સાબરમતીનું મુખ ધારે છે તેમાં ભૂલ એટલી જ થાય છે કે આ તર્ક કરતી વખતે એ બધાના મનમાં લુપ્ત થએલી સરસ્વતી છે જ નહિ. એટલે આ બધું જોતાં આ વન સરરવતીને લાગુ પડે છે. સાબરમતી ઘણું નાની અને સિધુ તે કચ્છના રણની પશ્ચિમે ખસી ચૂકી હતી. આ બાબત અમરનાથદાસને મત આગળ જઈશું. ઘણી મટી અતિવૃષ્ટિ વખતે ભેગું થએલું પાણી સરસ્વતીને જૂને માર્ગ ઉપર કહ્યું તેમ ખંભાતના અખાતમાં આવે. ૫૮ India & Jambu Islandમાં શ્રીયુત દાસ બ્રહ્મપુરાણ અધ્યાય ૧૨૫ને આધારે લખે છે કે સરસ્વતીને એના નીચલા વાહમાં નર્મદા નદી મળે છે. ૫૯ સરસ્વતી માતાઓ અને કંદપુરાણ પ્રભાસખંડ ૬૦ છેક મુસલમાન સલ્તનતના સમય સુધી કાઠીઆવાડ જવાને ઘેરી રસ્તો પેટલાક થઈ પશ્ચિમ કિનારે થઈ જવાને હતો. સોમનાથ જવા માટે માથાવેરાનું સિદ્ધરાજના વખતમાં થાણું બહલોદ (હાલનું ભોળાદ) હતું. સાબરમતી સમુદ્રસંગમથી થોડું દૂર આવેલું આ ગામ દાણીઆરે' એ નામનું પ્રાચીન વેરે લેવાનું સ્થળ આજે પણ જાળવી રહ્યું છે. ભેળાદની ઉત્તરે ખંભાતના રણના એક ગામમાં દરિયો હતો અને બંદર હતું એવી માન્યતા અને ચિહે આજે છે. ૬૧ પિરાણિક તેમજ બીજા લેખકો પણ પ્રાચીન પ્રણાલિકાને અનુસરી મધ્ય દેશને ધ્યાનમાં રાખીને જ ભૂળ લખે છે. લેખક બીજા સ્થળનો વતની હોય તો પણ ધ્યાનમાં તો મધ્ય દેશ જ રહે છે. ફક્ત પિતાના સ્થળથી જોવાને લીધે દિશાઓમાં સહેજ ભૂલ કરે છે અને તેથી જ દેશની દિશામાં એકબીજામાં વિરોધ જણાય છે. તેથી જ સૌરાષ્ટ્રાદિને કોઈ દક્ષિણમાં અને કોઈ પશ્ચિમમાં અને કેઈનૈત્યમાં કહે છે. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy