SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ પરિશિષ્ટ I રસ્તે એ પ્રવાહ ખંભાતના અખાત આગળ આવતો. ગુજરાત અને કાઠીઆવાડની વચ્ચે આ પટે દરિયાઈ ખાડી જ પહેલાં હશે અને સુકાએલી નદીને પટ નહિ હોય એમ સિદ્ધ કરવાને કારણ નથી.૫૪ રેતાળ પ્રદેશમાં ઉત્તર દક્ષિણ વહેતી નદીઓ પિતાનો પટ ૨૦થી ૩૦ માઈલ આઘોપાછો બદલે છે અને પટ જતો રહે છે તેમ તે જગ્યાએ રણ થઈ રહે છે.૫૫ એ પટનું પાણી ખારું રહે છે તેથી પણ તે દરિયો જ નીકળે છે જેને વહાણનાં પ્રાચીન વખતનાં લંગર કહે છે. ઇ.સ. ૧૭૮૮ સુધી પર્તણવાડ (Partanvada) મીઠાપુર સુધી ભાવ. નગરનાં વહાણ મીઠું લઈ આવતાં અને ભાલનું રૂ લઈ જતાં. કાઠીઆવાડ ગેઝેટીઅરને લેખક આ ભાગ પુરાવાનું કારણ ખંભાતના અખાત પુરતો ગયે એમ માને છે. એ કારણ છેડે અંશે હોય ખરું. કારણકે અખાતના હાલના ભાગમાં ભરતી અને નર્મદા વગેરેના પ્રવાહથી જળમળ ઘસડાઈ જાય પણ નળ અને તેની નીચેના ભાગમાં મોટી નદીઓ ન મળવાથી જળમળ ભરાતો જાય. અમદાવાદ ગેઝેટીઅરમાં આ વિભાગ પુરાવાનું કારણ એક આખ્યાયિકા કે જેમાં ટીટોડીનું ઈંડું તણાયું હતું અને ગરુડે સમુદ્ર સુકાવ્યો હતો એ આપે છે. એટલે કોઈપણ રીતે ત્યાંથી સમુદ્ર અથવા સમુદ્ર જેવડો જલ. સમહ સકાય એટલું તો સ્પષ્ટ થાય છે. વહાણનાં લંગર મળે છે તે પ્રાચીન ઢબનાં છે તે પણ સુચક છે. (જુઓ અમદાવાદ ગેઝેટીઅર પૃ. ૧૬ અને કાઠીઆવાડ ગેઝેટીઅર પૃ. ૫૫૯). પ૩ ખંભાતનું રણ નળકંઠાની નીચેથી ખંભાતના અખાત સુધી જાય છે. એનું વર્ણન આગળ કરેલું છે. ૫૪ નદીઓ ખસવાથી રણ થયાના દાખલા પશ્ચિમ હિંદમાં જ ખાસ મળે છે. જુઓ આગળ જણાવેલ મિ. હાઈટહેડનો au: "Subsequently the rivers deserted their ancient beds, retreated to the North West (im 112), and a vast tract of country became a waterless desert." X X "A huge river system which once flowed down from mountains through Bhavalpur, and which has wholly disappeared.” આ મહાનદી ગુસ થઈ તેનું છેલ્લું ચિન્હ છેક અઢારમી સદી સુધી હતું એમ એ લેખક લખે છે. આ રણના રસ્તા ઉપર પહેલાં ફળદ્રુપ જગ્યાએ આવેલાં નદી તટનાં શહેરે ને ગામના ઉજડ ટેકરા આજે પણ પડેલા છે. કાઠીઆવાડ ગેઝેટીઅર પૃ. ૭૮ (Geology)માં કાઠીઆવાડ ગૂજરાત વચ્ચેના આ પટાને માટે આ પ્રમાણે લખ્યું D." In tertiary and Post tertiary times Kathiawar was an Island. The Indus or some other large river, flowed into an arm of the sea, which probably streached nearly if not quite as far as Lahor. When the Indus or the other river changed its course, and entered the sea through the lesser run. Jhalawad was a shallow muddy lagoon connected with the sea both through the gulfs of Cutch and Cambay.” પછી લખે છે કે ખંભાતનો અખાત પાછો હડતો ગયો તેમ ભાલ પ્રદેશ બંધાતો ગયે અને સિંધુ હાલની જગ્યાએ ગઈ ત્યારે ઝાલાવાડ ફળદ્રુપ બન્યું. કા. ગેઝેટીઅરને લેખક કાઠીઆવાડને જ્વાળામુખીથી ઉત્પન્ન થયે ગણે છે જ્યારે ઈમ્પીરીઅલ ગેઝેટીઅર (Vol. 1. pp. 37-38. (Geology) અરવલલી જે જૂનામાં જૂને છે તેટલે જૂને કાઠીઆવાડ ગણે છે. પરંતુ રાજપુતાનાના રણમાં | હોવાનું જણાવે છે. ભૂરતરશાસ્ત્ર પ્રમાણે હિંદુસ્તાનનું હાલનું સ્વરૂપ બંધાતાં પહેલાં હિમાલય થતાં પહેલાં રાજપુતાનામાં ભલે દરિયે હોય પરંતુ વૈદિક સમયમાં ત્યાં દરિયો નહોતો એ જોઈ ગયા. આ બાબત વૈદિક સમયને લાગુ પાડે તે ગેઝેટીઅરના લેખકો સરસ્વતીને ધ્યાનમાં નથી લેતા એ જ કારણ છે. એટલે જેમ પતિયાળાનું રણ, ભાવલપુરનું, રજપુતાનાનું તેમ ગુજરાતમાં રાધનપુરથી ગૂજરાત કાઠીઆવાડ વચ્ચે આવેલો નળકંઠા અને ખંભાતનું રણ એ બધું મહાનદી ખસી જઈ લુપ્ત થવાથી રણ થઈ ગયું. એ સળંગ પટામાં ઉત્તરની પેઠે દક્ષિણમાં પણ નદી જ ખસી ગઈ ને રણ થયું, સમુદ્ર સુકાઈને નહિ. વધુ આગળ જોઈશું. ૫૫ આગળ હાઈટહેડના લેખના પંજાબની નદીઓના ઉલ્લેખમાં વીસથી ત્રીસ માઈલ પહોળા પટમાં નદીને પ્રવાહ બદલાયા કરે છે અને એંશી માલ છેટે પણ જાય છે તે જોયું. તે જોતાં રાધનપુર અને કાઠીઆવાડ ગૂજરાત વચ્ચે રણનો પટો સમુદ્ર For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy