SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૩ વેપાર અને વહાણવટું બીજી તૈયાર બનાવેલી વસ્તુઓમાં અકીકની વસ્તુઓ, સુતર, રંગીન કાપડ, કામળા શેતરંજી, નકશીદાર પેટીઓ, મણકા, લાખ, રેશમ, હાથીદાંતની વસ્તુઓ, અને રેશમી માલનો મોટો વેપાર હત.૨૨ કાપડ એ તે ખંભાતનો મોટામાં મોટે વેપાર હતા. વરચેમા નામને મુસાફર લખે છે કે દર વર્ષે ૪૦થી ૫૦ મેટાં વહાણો કાપડ-સુતરાઉ તેમજ રેશમીનાં ભરેલાં દેશાવર જતાં. બારબોસા ઝીણું તેમજ જાડું બને જાતનાં કાપડ, ચડતાં એમ લખે છે. સીઝર ફ્રેડરિક લખે છે કે છાપેલા, સફેદ અને રંગીન કાપડની એટલી બધી જાતો બનતી કે ગણી શકાય નહિ. પોર્ટુગીઝ મરી વગેરે તેજાના લાવી બદલામાં ખંભાતથી કાપડ ભરી જતા. એ લોકો ખંભાતને દુનિયાનું વસ્ત્ર કહેતા, કારણકે ખંભાતથી એટલું બધું કાપડ દેશાવર ચડતું કે એથી એ વખતની આખી (સુધરેલી) દુનિયાનાં માણસને ઢાંકી શકાય.૨૩ આયાત જમીન માર્ગ ખંભાતમાં માલવી ઘઉં, દક્ષિણથી હીરા અને સિંધ તથા કચ્છ બાજુથી ગુગળ વગેરે આવતું. ગુગળ વગેરે ધૂપ ચીન બાજુ બહુ ચડતે અને પોર્ટુગીઝ એનું એક મોટું વહાણ ભરીને ચીન મોકલતા; અને એ બધું ખંભાતના સુગંધી દ્રવ્ય તરીકે ઓળખાતું. લાહોરથી રેશમ, કાબુલથી ઘોડા તથા આંબળાં બીજા મેવા આવતા. સમુદ્ર માર્ગે ત્રાંબુ, સીસું, પાર, ફટકડી અને હિંગળક એટલું એડનથી આવતું. આમાંની કેટલીક ચીજો યુરોપથી સુએજના જમીન માર્ગે થઈને એડન આવતી; અને આફ્રિકા ફરીને કેપ ઑફ ગુડ હોપને રસ્તે ચાલુ થયા પછી પણ આ બધી વસ્તુઓ એડનથી સીધી આવવાને બદલે ગોવા વગેરે પાર્ટુગીઝ બંદરે થઈને આવવા લાગી. સેનુંરૂપે આફ્રિકા, એબીસીનિયા અને ઈરાની અખાતનાં બંદરોથી આવતું. સોનારૂપાના સિક્કા પણ હુરમુજ વગેરે બંદરેથી આવતા. મલબારથી લોખંડ,સિયામથી કલાઈ ને મીઠું તથા ગંધક પણ હુરમુજ બાજુથી આવતાં. ૨૪ જુદીજુદી જાતનું જવાહર, પશુ, સીલોન, અને ઈરાનથી આવતું; અને જવાહીરનો મેટ વેપાર ખંભાતમાં હતે. મલબારથી ચેખા, એલચી, પાનસોપારી અને નારિયેળ આવતાં. ૨૫ અફીણ, મજીઠ, માયાફળ, ૨૨ રેશમી માલ ખંભાતથી ચડતો એમાં વાંકા નથી. પણ રેશમ કયાંનું એની વિગત મળતી નથી. લાખની બનાવટ માટે ગેઝેટીઅરને લેખક શક કરે છે. ચામડાંના સામાન માટે બારસા કાંઈ ઉલ્લેખ નથી કરતો. જયારે બીજા મુસાફરો ચામડાં, જેડા વગેરેને મેટો વેપાર હતો એમ લખે છે. હાથીદાંત આફ્રિકાથી મોટે ભાગે ખંભાત આવતો અને ખંભાતમાં તે એના ચા બનતા એ સિવાય બીજી ચીજોના વિપારનું જાણ્યામાં નથી. જુઓ Bom. Gaz. VI. 191. Notes, 7, 8, 9. ૨૩ Don Joas de Castro કાપડ માટેના આ ઉલ્લેખ એમ બતાવે છે કે આટલું બધું કાપડ માત્ર ખંભાત કે ગુજરાતમાં જ નહિ બનતું હોય પરંતુ હિંદનાં બીજે સ્થળેથી દેશાવર ચડવા માટે ખંભાત આવતું હશે. બારીક કાપડ માટે તે બહારથી જ આવતું હોવાને સંભવ છે. જેમ હાલ વડોદરા, ભરૂચકે સુરતમાં બનતે મીના કાપડને માલ અમદાવાદ કે મુંબઈમાં બજારમાં જ વેચી શકાય છે કારણકે એ સ્થળોએ વ્યવસ્થિત બજાર અને મોટા જથ્થામાં સદ્ધર વેપારીઓ છે. તેમ એ વખતે ખંભાતમાં આખા હિદના કાપડનું સહર અને વ્યવસ્થિત બજાર હતું અને ખંભાતના વેપારીઓ (Import & Export Houses) મારફતે દેશાવર માલ ચડનો એમ જણાય છે. ૨૪ ગુજરાતનાં બંદરમાં એ વખતે મીઠું પાકતું. ખંભાતમાં પણ ઘણું થતું એટલે ઈરાનથી કેવું આવતું હશે તે સમજી શકાતું નથી. ૨૫ ખંભાતથી શેખા ચડવાનું આગળ આવી ગયું. મલબારથી ચોખા આવ્યાનું અહીં લખ્યું છે એ જરા વિચિત્ર લાગે એવું છે, પરંતુ એથી એમ સમજાય છે કે મલબારથી હલકા ખા ગુજરાત માટે આવતા અને દિલહી, પંજાબ અને ગુજરાત For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy