SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ વેપાર અને વહાણવટું ખજૂર વગેરે અરબસ્તાન અને ઈરાનથી આવતાં મુસાફરોએ તેજાના અને સુગંધી પદાર્થોની લાંબી નામાવલી મેલ્યુકસ, પેગુ, બાંદા, તીમોર, બોર્નઓ, સુમાત્રા, જાવા, સીલોન, મલબાર અને કોચીન–ચીન વગેરેથી આવ્યાની આપેલી છે. આમાં ખંભાતથી નિકાસ થતી ઘણી વસ્તુઓ પણ આયાત તરીકે ગણી છે. એટલે મોટા બંદર તરીકે જે વસ્તુઓ દેશાવર જતી તે જ વસ્તુઓ દેશાવરની સારી કે સસ્તી હોય તે ખંભાતમાં પણ આવતી એમ સમજાય છે. ઘેડા અને હાથીદાંતની આયાત બાબત આગળ જોઈ ગયા. કાચબાની ઢાલ અને કેડી માલીપથી અને રંગમાં વપરાતી કબૂતરની હગાર આફ્રિકાથી આવતી. પેગુ ને માર્તાબાનથી લાખ અને જાવાથી કસ્તુરી આવતી. આફ્રિકા, કોટા, અને માલદીપથી અંબર આવતું. ઢાકાથી બારીક મલમલ; યુરોપ બાજુથી રાતા સમુદ્રમાં થઈને મખમલ અને ગરમ કાપડ આવતું.૨૭ સોળમી સદીના પૂર્વાર્ધમાં આ પ્રમાણે ખંભાતનો વેપાર ચાલતો હતો. એ સદીના અંતમાં આગળ વર્ણવ્યાં એ કારણોથી વેપાર જરા નરમ પડ્યો. એ ઓછા થએલા વેપારની યાદી પણ સીઝર ફ્રેડરિકે આપેલી છે અને એમાં કાપડ અને અકીકનો સામાન એ મુખ્ય છે. બીજા માલની લાંબી યાદી અહીં ફરી લખવાની જરૂર નથી. દલાલીને ધંધે ખંભાતને વેપારીવર્ગ પરદેશી અને વતની એમ બંને જાતને હતિ. પરદેશીઓમાં આરબ, બીજ મુસલમાને, પોર્ટુગીઝો અને યુરોપિયન હતા. વતનીઓમાં વંશપરંપરાથી ઘર કરી રહેલા મુસલમાન અને હિંદુઓ હતા. હિંદુસ્તાનનાં બંદરોમાં કોચીન, કાલીકટ અને ડાભોલમાં ખંભાતના હિંદુ વેપારીઓ સારાં ઘરમાં ને જુદા લત્તામાં રહેતા તથા પોતાના દેશના રિવાજ પાળતા. પરદેશમાં હેરમઝ બંદરે, આફ્રિકામાં મેંબાસા અને મેલીંદામાં ઘણા હિંદુ વેપારી હતા. આ હિંદુ વેપારીઓ માટે યુરોપીય મુસાફરીમાં બે મત છે. માર્કેપેલે, જેરડેનસ અને ફ્રેડરિક, હિંદુ વેપારીઓ અને દલાલને ઘણા વિશ્વાસપાત્ર અને સારા તથા હોશિયાર કહે છે જ્યારે બારબોસા અને ડી કીટ ઘણા ખરાબ, કંજૂસ અને છેતરનાર કહે છે. હેરોની લખે છે કે એલેકઝેન્ડ્રીઆનેડમાસકસના મુસલમાન વેપારીઓ ખંભાતમાં હતા અને તુર્ક (ટકના રહેવાસી) લેકે તે ઘણા જ હતા. દલાલ વગર કાંઈ કામ થતું નહિ અને પરદેશના લોકો તો દલાલ વગર કાંઈ પણ બંધ કરી શકતા નહિ. દરેક ચીજની આપલે માટે ના કમોદન ચોખા દક્ષિણ માટે ખંભાતથી જતા. આજે આ પ્રમાણે થાય છે. ૨૬ માયાફળ (galls)ને માટે બાસેસા લખે છે કે મક્કા બાજુથી એ વસ્તુ ખંભાત આવતી અને ખંભાતથી જાવા અને ચીન જતી. આ ઉલ્લેખ આગળ લખેલું વધુ સિદ્ધ કરે છે કે અરબસ્તાનથી જાવા અને ચીન સીધાં વહાણ જવા છતાં વેપારના મોટા મથકને લઈને ખંભાત થઈને જતાં. 'From Cambay distributed to China.’ ૨૭ મખમલ વિનીસથી આવતી હતી અને તે ગુજરાતમાં બહુ વખણાતી. (Bom. Gaz. V1. Note 5. P. 192.). RC Bom. Gaz. VI. P. 193 Note 3-6. Gordanus describes the Gujarati Hindu traders of Kalicut as the best merchants in the world and most truthful. માર્કોપોલો અને સીઝર કેડરિક એ મતને મળે છે. અને લખે છે કે એ લોકો કોઈને છેતરતા નથી અને છેતરાતા પણ નથી, બારસા એનાથી ઊંધું જ કહે છે. અને વજન, નાણું, તેમજ માલ બધામાં છેતરપિંડી ચાલતી એમ લખે છે. ડી કૅટે કહે છે કે ગૂજરાતના વાણિયા ખ્રિસ્તીઓને તો ખાસ છેતરતા અને 'Must be descended from the lost tribe of Isrel' એમ લખે છે. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy