SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ વેપાર અને વહાણવટું આવામાં પણ ખંભાતનો ઘણે માલ જતો. મલાકામાં ખંભાતથી કરિયાણું, કેસર, રાતાં કપડાં, પરવાળાં વગેરે આવતું; જાવામાં પણ ખંભાતથી કરિયાણું, લસણ, કાપડ, મણકા વગેરે આવતું. ચીનમાં ખંભાતનું કરિયાણું, કેસર, પરવાળાં એટલું ખાસ આવતું.૧૭ વચમાં રાતા સમુદ્ર સાથેનો વેપાર અટકી ગયો હતો તે જ્યારે શરૂ થયો ત્યારે એડનને બદલે મોખા બંદર સાથે કામ થવા માંડ્યું. બાબાસા સીઝર ફ્રેડરિક વગેરે ગુજરાતના ઘઉં ખંભાત મારફતે પરદેશ ચડતા એમ લખે છે. ગૂજરાત ઉપરાંત માળવાના ઘઉં પણ ખંભાત મારફતે ચડતા હોય તો પણ પરદેશમાં તો બધા ખંભાતના ઘઉં જ કહેવાય. મુખ્ય નિકાશ કયાં કયાં જતી ખંભાતના નિકાશ વેપારમાં અકીકના પથ્થરની બનાવટો ઘણા પ્રાચીન કાળથી અગત્યનું સ્થાન ભજવે છે. એ પથ્થરની બનાવટો પરદેશમાં ખંભાતી પથ્થરની ચીજોને નામે લખે છે. ખંભાતથી ચડતા અનાજમાં ચેખા મુખ્ય છે તે સિંધ, કંકણ, મલબાર, અરબસ્તાન અને આફ્રિકા જતા;૧૯ બાજરી મલબાર અને આફ્રિકા જતી; ઘઉં મલબાર, અરબસ્તાન, અને આફ્રિકા જતા; દાળ અને તલ મલબાર જતાં; કપાસ મલબાર અને અરબસ્તાન જતે; સુંઠ મરી ઇરાન જતાં;૨૦ ખંભાતનું અફીણુ એડનથી હલકું મનાતું છતાં ઇરાન વગેરે બાજુ જતું, મલબાર પેગુ અને મલાકામાં પણ જતું. ૨૧ ગુજરાતની ગળી. આગ્રાની ગળી કરતાં હલકી છતાં ખંભાતથી ઈરાની અખાત બાજુની નિકાશમાં મુખ્ય ગણાતી, અને પાછળથી પોર્ટુગીઝનાં કાંકણ બાજુનાં બંદરોથી ચડતી. ઘેડાની આયાત જેટલી જ ભારે નિકાશ હોય એમ જણાય છે. કાંકણ અને મલબાર બાજુ ખંભાતથી ઘેાડા નિકાશ થતા. બારબોસા લખે છે કે ઘોડા એટલા બધા આવતા ને જતા કે આશ્ચર્ય થાય.” આથી સિદ્ધ થાય છે કે કચ્છ કાઠિયાવાડના ઘેડા ઉપરાંત અરબસ્તાનના ઘડા પણ વહાણમાં ખંભાત આવીને હિંદનાં બીજાં સ્થળોએ અને મલબાર બાજુ જતા અને બીજાં બંદરેએ માલ સીધે જઈ શકે તેમ હોય છતાં પણ જ્યાં વેપારીને જ અને બીજી સગવડ હોય ત્યાં જ માલ આવજા થઈ શકે છે. પાછલાં મુસલમાન સમયના ઇતિહાસનાં પ્રકરણોમાં ઘેડાના ઉલ્લેખથી ખંભાત ઘોડાના સેદાગરનું એક વખત ખાસ સ્થળ હશે એમ લાગે છે. ૧૬ Barbosa P. 184 અને 186. ૧૭ એ જ પૃ. ૧૯૧, ૧૯૯, અને ૨૦૬, ૧૮ Bom. Gaz.VI. 190 Note 4. ગેઝેટીઅરને લેખક ગુજરાતમાં એકલા ઘઉં થવા માટે શંકા ઉઠાવે છે. પરંતુ માળવાને પિતાના ઘઉં નિકાસ કરવા માટે ગુજરાતનાં બંદરોને આશ્રય લીધા વગર બીજો રસ્તો નહતો તે વાત એ ભૂલી જાય છે. ૧૯ એ જ પૃ. ૧૯૦. મલબાર અને પંકણ તથા સિંધમાં ખંભાતથી ચેખા જાય એ આજે જરા નવાઈ જેવું લાગે છે. ૨૦ એ જ. પૃ. ૧૯૦ ધ પ. ગેઝેટીઅરને લેખક લખે છે કે મરી એ વખતે હિંદુસ્તાનમાં બધે થતાં. હાલ તો મરી મલબાર બાજુ થાય છે. ખંભાતથી મરી ચડતાં એ ઉપરથી ત્યાં થતાં એમ માનવાનું કારણ નથી એ મારો નમ્ર મત છે. કઈ ચીજ ગમે ત્યાં થતી હોય અને તે દેશમાં બંદર પણ નજીક હોય છતાં સલામતીનું બંદર, નાણાંધીરનાર મોટા વેપારીઓ અને અમુક દેશાવરેએ જતાં સીધાં મોટાં વહાણ એ બધું, જે બંદરેથી મળે ત્યાંથી માલ રવાના થશે. મુલતાનને અને કાબુલને સિંધના બંદર નજીક પડવા છતાં કેટલોક સમય એવો પણ હતો કે ખંભાત અને ભરૂચ જેટલું છે ગુજરાતના બંદરેએ માલ ચડવા આવતે. એટલે મલબરથી ભરી ખંભાત આવીને ચડે એમાં નવાઈ નથી. ૨૧ માળવાનું અક્ષણ પણ ખંભાત મારફતે ચડતું For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy