SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેપાર અને વહાણવટું ૧૦૮ વસ્તુએ ખંભાતમાં મળતી અને ખંભાત મારફતે જતી ને આવતી. ચાંચિયાનું વ્હેર હતું. પરંતુ છેક ખંભાત લગી તે હરકત કરી શકતા નહિ, અને ખંભાત બંદરની અંદર તેા વેપારીઓની સલામતી હતી. અલ ડ્રીસી લખે છે કે આ સલામતી તે વખતની સરકારે મજબૂત કિલ્લા ખંભાતમાં બાંધ્યા હતા તેથી હતી. આ વખત અણુહિલવાડ પાટણના બળવાન રાજાઓના હતા અને જૈતાનું જોર ખંભાતમાં વધવા માંડત્યું હતું. પરદેશી વેપરીએ ઉપરાંત મેટે ભાગે વેપાર જૈનેાના હાથમાં હતા. તેરમી સદીમાં મૅરીને સટા (Marino Sanuto ) નામનેા મુસાફર લખે છે કે ખંભાત હિંદના સૌથી મેટાં બંદરામાંનું એક ગણાતું. ગળાના મેટા વેપાર અને નિકાશ પણ ઘણા મેાટા પ્રમાણમાં થતાં. કાપડ ઘણા દેશાવર નિકાશ થતું. ખારીક કાપડ પણ ખંભાત બંદરથી ચડતું. કપાસ અને ચામડાં પણ ઘણા મેટા જથામાં ચડતાં. માર્કોપાલા લખે છે કે (૧૨૯૦)માં ગુજરાતમાં એ વખતે ચામડાંને વેપાર હતેા. કાચાં ચામડાં, બકરાં, બળદ, ભેંસ અને બીજાં ઘણાં જનાવરનાં અરબસ્તાન બાજુ ચડતાં. ચામડાં કેળવીને એના ચંપલ અને જોડા બનાવવાને હુન્નર પણ મેટા પ્રમાણમાં હતા અને રંગખેરંગી અને સેાનેરી ભાતીગળ ચટાઇએ ચામડાંની બનતી. સાનુંરૂપું, ત્રાંબુ, જસત, મજી વગેરે રાતા સમુદ્રનાં બંદરાથી ખંભાતમાં આયાત થતું; અને ઈરાની અખાતનાં બંદરાથી ઘેાડાની ઘણી મેટી આયત થતી હતી. પારસી અને મુસલમાન વેપારીઓ પણ સારા પ્રમાણમાં હતા અને પાટણના રાજાએ તરફથી દરેકને સરખા ન્યાય મળતા એ આગળ જોઇ ગયા છીએ. વહાણવટું હિંદુઓના હાથમાં પણ સારા પ્રમાણમાં હતું. ખારવા ટંડેલ વગેરે માટે ભાગે રજપુત અને કાળી લાકે હતા. આ સદીમાં ખંભાતમાં વસ્તુપાલ તેજપાલના વહીવટ થઈ ગયા હતા. અને ગુજરાતના નૌકાસૈન્યનું કેન્દ્ર ખંભાત હતું એ આગળ જોઈ ગયા. આ વીર વાણિયાએએ ખંભાતમાં રહી ગૂજરાતની વ્યવસ્થા કરેલી છતાં અરખી સમુદ્રમાં ચાંચિયાનું જોર એછું થએલું જણાયું નથી. માર્કાપાલે લખે છે કે કચ્છ અને સેામનાથના ચાંચિયા એ વખતે પણ જોરમાં હતા અને એ વખતમાં દિરયાના સૌથી જબરા લૂંટારૂ ગણાતા. વસ્તુપાલના મહામાત્યપદના સમયમાં એને પુત્ર જયંતસિંહ ખંભાતમાં શરાપીના ધંધા કરતા હતા એમ સમજાય છે.૭ ચૌદમી સદી ચૌદમી સદીમાં ખંભાતના વેપાર સંબંધી બહુ ઉલ્લેખેા મળતા નથી. એ સદી હિંદુ સમય પૂરા થયા પછી અને ગૂજરાતની સ્વતંત્ર બાદશાહી અમદાવાદમાં સ્થપાઇ તે પહેલાંના દિલ્હીના સુલતાનેાના ૬ Illiot I. 84 આમાં Government of India એ કિલ્લા બાંધ્યા છે એમ લખે છે. ગેઝેટીઅરના લેખક અહિલ્લવાડના રાજાએ એમ નોંધમાં લખે છે. સિંધ સિવાયના ભાગ આરએ હિંદ એ નામથી એળખતા અને ગૂજરાત સાથે એમને પરિચય વધારે હોવાથી અને હિંદનું એ દ્વાર હેાવાથી એને પણ હિંદ કહેતા. એટલે ગૂજરાતને માટે જ આ શબ્દ વાપરેલા છે. જોકે ઇલીયટે એ સ્પષ્ટ કરેલું નથી. ઈદ્રીસી ‘કના’ ‘Kana’ નામની વસ્તુ નિકાશ થવાનું લખે છે. ૭ x x x મદ્દે નયતસિંહૈં સં. ૧૨૭૯ હંમતીર્થ મુદ્રાવ્યાપારાનું વ્યારૢવંતિસતિ | અહીં મુદ્રાવ્યાપારાત્ એના અર્થ નાણાવટીના ધંધેા કે સરકારી અધિકારી તરીકે મહાર છાપ કે ટંકશાળના અધિપતિ તે માટે મતભેદ છે, કેટલાક વિદ્યાના ઉપર મુજાબને અર્થ કરે છે. જીએ સં. ચૈત્ર ૧૯૭૦ ‘વસંત’માં આવેલી ચર્ચા. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy