SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેપાર અને વહાણવટું ૧૦૭ માર્ગના છે તે પણ પરદેશ જવા કે આવવા માટે સમુદ્ર સાથે સંબંધ ધરાવતા જ છે. એટલે ખંભાતના વેપારના ઇતિહાસ ઘણે અંશે ખંભાતના વહાણવટાના ઇતિહાસ છે. એમ કહેવાય છે કે મુંબાઈ, કલકત્તા વગેરે હાલનાં મેટાં બંદરાનાં નાભિનશાન નહોતાં ત્યારે હિંદુસ્તાનના વહાણુટાના કેન્દ્ર જેવા ખંભાત બંદરમાં બીનં કોઈપણ અંદર કરતાં વધારે પરદેશીએ આવ્યા હતા.૨ દસ અને અગિયારમી સદીના આરએના ઉલ્લેખા ખંભાતના વેપારના ઉલ્લેખે! દસમી સદીની શરૂઆતથી આરોનાં વર્ણનથી શરૂ થાય છે. એ વખતે ખંભાતની પેદાશમાં કેરી, નારિયેળ, લીંબુ, ચોખા અને જથાબંધ મધ એટલું ગણાતું. ખંભાતમાં ચામડાંના વેપાર પણ માટેા હતા. અને એનાં ચંપલ તથા જોડા પરદેશમાં જતા. ઘણા વેપારી ઇરાન અને અરબસ્તાનના હતા અને પોતાના ધર્મ સુખેથી પાળતા હતા. આ વખતે દરિયામાં ‘અવારિજ’નામના ચાંચિયા લેાકેાના ત્રાસ ઘણા હતા, અને એ લેાકેા ‘અરિયા' નામના વહાણમાં આવતા. આ લેકે હિંદુસ્તાનના પશ્ચિમ કિનારાથી માંડી રાની અખાત અને સાકાટ્રા સુધી લૂંટ ચલાવતા.૪ અગિયારમી સદીમાં આ ચાંચિયાએને ત્રાસ ઘણા હતા છતાં ખંભાતના વેપાર ઘણા સારા ચાલતા અને ગૂજરાતના વેપારનું એ કેન્દ્ર હતું. આસપાસથી કપાસ, કાપડ, સું、 વગેરે ત્યાં આવતું. ઉત્તર હિંદમાં મુલતાનથી પણ માલ આવતા અને તે પગરસ્તે અગર કિનારે થઈ ને વહાણમાં આવતા. માળવાથી ખાંડ આવતી. ખંભાતના માલ પશ્ચિમમાં ઇરાન, અરબસ્તાન અને આફ્રિકામાં સેાફલા બંદરે જતા અને પૂર્વમાં હિંદના કિનારાનાં બંદરા, કારામાંડલ કિનારા, અને ‘ જંક ’ નામના વહાણમાં છેક ચીન સુધી માલ જતા. બારમી સદી મારમી સદીમાં ખંભાતથી ઘઉં ચાખા, ગળી, સરકટ,પ એ મુખ્ય નિકાશ હતી. જગતના દરેક દેશની ૨ જુએ વસંત રજતમહાત્સવમાં આપેલા આ લેખકને ગુજરાતનું વહાણવટું' એ નામના લેખ. ૩ Bom. Gaz. VI. P. 187-88, અને ઈબ્ન હાકલ-ઇલીઅટ. I, ૩૪-૩૮ નારયેળ વગેરે ખંભાતમાં તે વખતે થતું હશે એ આજે નવાઈ લાગે એવું છે. ઉપરની પેદારા ખંભાતમાં થતી કે દેશના અંદરના ભાગમાંથી ત્યાં આવતી તે સ્પષ્ટ નથી, ઇબ્ન હૈ।કલ વધારામાં કહે છે કે બધી વસ્તી હિંદુઓની છતાં બહુ મુસલમાન હતા અને બલહારની વતી એ જ રાજ કરતા હાય એમ હતું. આ વાત માનવા જેવી લાગતી નથી. કારણ પછીનાં વર્ણને હિંદુ રાજાએ તરફથી દરેક ધર્મવાળાને સમાન ન્યાય મળતે એવાં મળે છે. ખજૂર અહીં થતાં નથી એમ લખે છે. ૪ Bom. Gaz. VI. P. 188. કાઠિયાવાડના કિનારાના ચાંચિયા પ્રસિદ્ધ હતા. કચ્છના પણ ઘણા બળવાન હતા. રજપુત, મેર, અને જાટ જાતિના ચાંચિયા સામાન્ય બવારિજ નામથી એળખાતા, કચ્છમાં જાટની વસ્તી હતી અને એ વખતમાં કચ્છના રાજા જર્દધિપ કહેવાતા. એ લેાકના વહાણના કાફલા એટલા બળવાન હતા કે યુક્રેટીસ અને બસરા સુધી લૂંટ કરવા જતા ત્યારે બગદાદની ખીલાફતની ગાદીને પેાતાનું આવું ત્તેર ચાંચિયાને હંફાવવામાં વાપરવું પડતું. રિયા નામનું વહાણ તે ગૂજરાતી ‘બેડા’ હોય એમ લાગે છે. ‘બેડો પાર’ એ કહેવતમાં વપરાય છે તે. બેડા પ્રાકૃત વહાણના નામ વેગડો' એ ઉપરથી વેઅડા એઅડા, ખેડા, એમ ભ્રષ્ટ થઇને થયું છે. ૫ Illiot I. 85 આમાં નેતર Rattan શબ્દ વાપર્યાં છે. ગેઝેટીઅરના લેખક Indian cane લખે છે. બાણ બનાવવા માટે વપરાતું હોય એમ લાગે છે, અહીં સરકટ શબ્દ ઠીક લાગ્યા છે. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy