SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેપાર અને વહાણવટું સુબાઓના અમલની હતી. એટલે રાજ્યક્રાંતિની કાંઈક અવ્યવસ્થા અને રાજકર્તાઓની અંગત દેખરેખને અભાવ હોવાથી એ સદીમાં બહુ વેપારીઓ પરદેશથી આવ્યા ન પણ હોય. આપણા દેશી લોકોને તો ધાર્મિક બાબતો સિવાય બીજું નોંધવાની ટેવ ઓછી હોવાથી દેશી ગ્રંથમાંથી બીજી બાબતના ઉલલેખની આશા રાખવી વ્યર્થ છે. એમ છતાં પણ ખંભાત શહેરનો વેપાર એ સદીમાં પ્રમાણમાં સારે ચાલતો હશે એમાં તે શંકા નથી. અલાઉદ્દીન ખીલજીના સુબા ઉલુઘખાનના સમયમાં શત્રુજય તીર્થને છ ઉદ્ધાર કરનાર સમરસિંહ (સમરાશાહ) મોટા વેપારી હતી અને એની દેવગિરિ (દેવગઢ) અને ખંભાતની શાખાઓના કાર્યકર્તાઓ એના ભાઈઓ હતા. સમરસિંહનો વેપાર એ મેટ હતું કે ઉલુઘખાનની એના ઉપર ખાસ મહેરબાની હતી અને શત્રુંજયના ઉદ્ધાર માટે ખાસ ફરમાન આપ્યું હતું. પરદેશીઓના ઉલ્લેખમાં ઇ. સ. ૧૩૪૫માં આરબ ઈબન બટુટાનો ઉલ્લેખ માત્ર મળે છે; અને એ પણ એ સદીમાં ખંભાત સમૃદ્ધ હતું એમ સાક્ષી પૂરે છે. યુરોપ અને એશિયાની વચ્ચેને રાતા સમુદ્રને રસ્તો ચાલુ હતો એમ એ જણાવે છે, અને રાતા સમુદ્રનાં બંદરને ખંભાત સાથે વેપાર જાણીતું છે. પંદરમી સદી પંદરમી સદીમાં આવેલા મુસાફરે ખંભાતમાં પિખરાજ, ગોમેદ, સુગંધી તેલે, લાખ, ગળી, હરડા, બહેડાં, આંબળાં, રેશમી ભાલ અને કાગળને ધંધે સારે ચાલતું હતું એમ લખે છે. આ સદીમાં અમદાવાદના સુલતાન નૌકાસૈન્ય માટે પણ ધ્યાન સારૂં આપતા અને લગભગ પાંચ વખત ખંભાતે નૌકાયુદ્ધમાં ભાગ ભજવ્યો છે તે જોઈ ગયા. આમાં એક વખત ઈ.સ. ૧૪૩૦માં અહમદશાહ બ્રાહ્મણી સામે કાફલો મોકલેલો તે માત્ર રાજકીય બાબત હતી. બીજી ચાર વખત ચાંચિયાઓને વશ કરવા માટે કાફલા ગએલા. આ સદીમાં ગુજરાતના સુલતાનોએ ખંભાતને આબાદ રાખાવામાં બહુ કાળજી રાખેલી. સોળમી સદીમાં જેકે ખંભાતના વેપારના ઉલ્લેખો બીજી દરેક સદી કરતાં વધારે મળે છે અને તેને લીધે બીજી કોઈ સદી કરતાં એ સદીમાં ખંભાત વધારે સમૃદ્ધ હશે એમ કોઈ ધારી લે. પરંતુ ખરી રીતે તેરથી પંદરમી સદી એ ખંભાતના વેપારને માટે ખરેખરો સુવર્ણને સમય હતો. અમદાવાદના સુલતાન મહમદ બેગડાના સમય જેવી શાંતિ અને આબાદી ગૂજરાત કદી દીઠી નથી, અને એ સમય જેટલો વેપાર સોળમી સદીના બીજા પાદથી પોર્ટુગીઝ જેરમાં ૮ જુઓ નાભિનંદનોદ્વાર પ્રબંધ: શ્રીકક રુરિ વિરચિત. પ્રસ્તાવ. ૪. . ૩૫૩-૫૪. ખંભાતની પેઢીને કાર્યકર્તા સાહણ હતો. એ જ પ્રબંધમાં આગળ લખે છે કે સાહણ ખંભાતથી સંઘ લઈ સમરસિંહને મળવા શત્રુંજય તરફ જતો હતો તેમાં મત્રીશ્વર પાતાક, સાંગણ, સંઘપતિ લાલા, સિંહભટ, વરતુપાલના વંશને વિજ્ય શેઠ, મદન, મહાક, રત્નસિંહ વગેરે ખંભાતના અગ્રગણ્ય શ્રાવકે આવ્યા હતા. લો. ૩૬૩-૩૬ ૭. ૯ ઈસ. ૧૪૭૫માં મલબારી ચાંચિયા સામે; ૧૪૮૦માં જગત બેટદ્વારકાંના ચાંચિયા સામે, ૧૪૮૨માં વલસાડના ચાંચિયા સામે; બાકી મલી કુતુજાર સામે, એથેનેસિયસ નીકેટીન. (૧૪૬૮-૭૪) લખે છે કે ચાંચિયા મુસલમાન નહતા તેમ ખ્રિસ્તી પણ નહોતા. પથ્થરની માતાને પૂજનારા અને કાઇટને ન જાણનારા હતા. એટલે હિદુ હતા. (Bom. Gaz, VI. P. 189. N. 5). For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy