SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વતંત્ર સંસ્થાન બંદર માટે થએલા કાર ૧૮૫૩-૧૮૫૬ વસાઇના કરારમાં પેશ્વાના હક્ક બ્રિટિશ સરકારને મળ્યા. તેમાં સામાન્ય ચેાથ ઉપરાંત અંદરની અને જમીનમાર્ગની જકાતનું ખર્ચ બાદ જતાં દરબાર સાહેબ અને બ્રિટિશના અરધા ભાગ હતા.૧૭ ઇ.સ. ૧૮૫૩માં ખંભાત દરબારે બ્રિટિશની માફક મીઠાની જકાત નાખવાનું અને રાજ્યની હદમાં રહેલા મીઠાના અગર બંધ કરવાનું કબૂલ કર્યું. આ કરારથી બ્રિટિશ સરકારે જમીનમાર્ગની જકાતના પોતાના ભાગ છેાડી દીધા. મીઠાની જકાતમાં દરબારને અરધા ભાગ દાખલ કરવામાં આવ્યા.૧૮ દરિયાઇ જકાતમાં પણ સુધારા કરવાનું દરબાર સાહેબને સૂચવવામાં આવ્યું. એ વખતે દરેક વસ્તુ ઉપર જકાત જુદાંજુદાં નામથી લેવામાં આવતી અને જુદીજુદી વસ્તુ ઉપર જે જે અંદરેથી તે આવતી તે તે બંદરની જુદાજુદા દરથી લેવાતી. કોઇવાર વેપારીની નાતજાત ઉપરથી પણ જકાત નક્કી થતી. આ સુધારા નક્કી કરવા માટે બ્રિટિશ સરકારના એ અમલદારા અને થાડા ખંભાત દરબારના અમલદારે।ની કિંમટી નીમવામાં આવી. દરેક વસ્તુ માટે અમુક ટકા જકાતને દર નક્કી કરવા એ તે કમિટીનું મુખ્ય કામ હતું.૧૯ ખંભાત થઇને જતાઆવતા માલની રાહદારીના નિયમે નક્કી થયા અને બ્રિટિશ બંદરાએ જતા માલ કે ત્યાંથી આવતે માલ તેમજ રાજ્યની વપરાશને માલ એટલા માટે ફેર કરવામાં આવ્યેા. ८७ નવાબ સાહેબ હુસેનથાવરખાનનું અવસાન ઇ. સ. ૧૮૬૨માં મહારાણી વિક્ટેરિયાની ઇચ્છાથી વાઇસરૉય લાર્ડ કેનિંગે ખંભાતના નવાબ સાહેબને સરકારી સનદ મેકલી. એ સનંદથી ખંભાત રાજ્યનું સંપૂર્ણ માન કાયમ રાખી મુસલમાન શહ પ્રમાણે વારસ ન હોય ત્યારે દત્તક લેવાના હક્ક કબૂલ રાખ્યા.૨૦ ઈ.સ. ૧૮૮૦ના એપ્રિલમાં લાંબું રાજ્ય કરી નવાબ સાહેબ હુસેનયાવરખાન જિન્નતનશીન થયા. એમને સાત શાહજાદા હતા. (૧) જનામે જા±રઅલીખાન સાહેબ, (૨) નજીમખાન સાહેબ, (૩) નુરૂદ્દીન મુહમ્મદ સાહેબ, (૪) ખાકરઅલીખાન સાહેબ, (૫) નંદેઅલીખાન સાહેબ, (૬) અલીયાવરખાન સાહેબ અને (૭) ક્તેહઅલીખાન સાહેબ. એમાં પહેલા ત્રણ સગા ભાઇઓ હતા, બાકીના ઓરમાન હતા. ક્તેહઅલીખાન સાહેબ એમના પિતાની હયાતીમાં સ્વર્ગવાસ પામ્યા હતા. વડા શાહજાદા જાફરઅલીખાન સાહેબને ગાદી મળી. નવાબ હુસેનયાવરખાન સાહેબ ઘણા માયાળુ, પરાપકારી અને ઉદાર હતા. દરેક ધર્મ પાળનારાઆને સમાન દ્રષ્ટિથી શ્વેતા અને ન્યાયી હતા.૨૧ For Private and Personal Use Only ૧૭ Aitchison's Treaties VII. 59. આઠે આના ખર્ચના દરબાર કાપી લે; પછી અરધે! ભાગ એટલે ખરી રીતે ચેાથે। ભાગ. જુએ પૃ. ૬૭. ૧૮ એ જ પૃ. ૫૯. ૧૯ એ જ પૃ. પ૯ અને ૬૬-૭૭ ૨૦ એ જ પૃ. ૭૭-૭૮ ૨૧ ખંભાતના ઇતિહાસ-જુગલભાઈ મંગળરામ પંડયા કૃત, એમાં ચારે ભાઇઓનાં નામ આપ્યાં છે. લેખક લખે છે કે નવાબ સાહેબ હુસેનયાવરખાનની કબર ઉપર માનતા ચાલે છે અને નારિયેળ તથા ઘોડા ચડે છે. પૃ. ૫૫. નુરૂદ્દીન મુહમ્મદખાન તા. ૨૫મી એપ્રિલ ૧૮૯૫ના રોજ અને નન્નુમખાન સાહેબ તા. ૨૦મી એપ્રિલ ૧૮૯૮ના રોજ એ બેહસ્તનશીન થયા.
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy