SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮. સ્વતંત્ર સંસ્થાન અલીખાન સાહેબ ૧૮૮૦-૧૯૧૫ નવામ સાહેબ જા નવાબ સાહેબ જાફરઅલીખાન સાહેબના જન્મ ઈ.સ. ૧૮૪૮માં ૨૬મી આગસ્ટને રાજ થયા હતા. એમના લાંબા અને યશસ્વી રાજ્યવહીવટમાં ખંભાત રાજ્યમાં ધણા સારા સુધારા અને ફેરફાર થયા. એગણીસમી સદીના ઉત્તરાર્ધમાં હિંદુસ્તાનમાં એવી શાંતિ ફેલાઈ હતી કે પહેલાંનાં યુદ્દા અને એક રાજ્યની ખીજા રાજ્ય સાથેની ખટપટા તથા અથડામણે। સદાને માટે બંધ પડી હતી. એટલે એ સમય પછીના ઇતિહાસ તે લશ્કરની અવરજવરેા કે યુદ્દાને નિહ પણ લેાકેાની પ્રગતિ અને પ્રજામતની ખીલવણીનો ઇતિહાસ છે. ખરી રીતે એ યુગ આથક યુગ છે, એટલે આખા હિંદુસ્તાનની પેઠે ખંભાતના ઇતિહાસ પણ ત્યારથી આર્થિક સ્વરૂપમાં શરૂ થાય છે. જકાતનાં કરારનામાં ઇ. સ. ૧૮૮૧માં ખંભાત દરબારને હિંદી સરકાર સાથે એક કરારનામું થયું. તેમાં નક્કી થયું કે ખંભાતમાં હંમેશને માટે તમામ અગર બંધ કરવા તેમજ ખંભાતમાં મીઠું બહારથી લાવવું નહિ કે બનાવીને બહાર મેાકલવું નિહ. આના બદલામાં ખંભાત દરબારને દર વર્ષે ૪૦,૦૦૦ રૂપિયા અને ૫૦૦ મણુ મીઠું ઉપયેાગ માટે મળે.૨૨ એ જ સાલમાં એક કરારનામું રાજ્યની હદમાં અફીણ વાવવું નહિ તથા અનાવવું નહિ એ બાબતનું થયું, તેમજ પછી આગળ ઉપર ઇ. સ. ૧૮૯૭માં અષીણના વેચાણ વગેરે માટે પણ કરાર થયા. ઇ. સ. ૧૮૮૪-૮૫માં ૧૮૫૬ના જકાતને લગતા કરાર રદ થયા અને બ્રિટિશ હિંદુસ્તાનની માર્કકના જકાતના દર ખંભાત રાજ્યમાં નક્કી કરવામાં આવ્યા. હિંદી સરકારે ચેાથ વગેરેના હક્ક કાઢી નાખ્યા અને કોઈ જાતની જકાત, મહેસુલ વગેરેમાં વચ્ચે પડવાનું બંધ કર્યું. પર`તુ જો અવ્યવસ્થા જેવું લાગે તેા હિંદી સરકાર વચ્ચે પડે એમ ઠરાવ્યું.૨૩ ઈ. સ. ૧૮૮૮માં હિંદી સરકારની સૂચનાથી ખંભાત રાજ્યમાં વેપારરાજગારની છૂટ (free trade) થઈ અને દરેક ઉદ્યાગ વગેરે ઉપર લેવાનું મહેસુલ નીકળી ગયું.૨૪ એ જ વર્ષની શરૂઆતથી ખંભાતની આબકારી ઉપજને પટા દસ વર્ષ માટે હિંદી સરકારે રાખ્યા અને મહિનાના હપ્તાથી દર વર્ષે ૩૫,૦૦૦ રૂપિયા દરબારને આપવાનું નક્કી થયું. આ કરાર ગવર્નર જનરલે કબૂલ રાખ્યા. ઈ. સ. ૧૮૯૭માં પાંચ વર્ષ માટે પટા લંબાવ્યા. ઈ. સ. ૧૯૦૪માં બ્રિટિશ જિલ્લા સાથે આબકારી ખાતું મેળવી દેવાનું ઠરાવ્યું અને બંને પક્ષ કબૂલ થાય તેા દસ વર્ષે કરાર કરી કરવા એમ ઠર્યું.૨૫ હુલ્લડ ૧૮૯૦ ઇ. સ. ૧૮૯૦માં ખંભાતમાં એક હુલ્લડ થયું હતું. અને તે શાંત કરવા બ્રિટિશ સરકારને લખ્યું હતું. ખંભાતની પોલીસે ધણું કરવા છતાં હુલ્લડખેારા વેરાયા નહાતા. લશ્કરના ઉપયોગ કરવા પડયા. કેટલાકની ખુવારી પણ થઈ. આ હુલ્લડની તપાસ કરતાં તે વખતના દીવાન શામરાવ ૨૨ Aitchison's Treaties. VII.P. 81-82, રૂપિયા બે હપતે આપવાના તથામીઢું આણંદ સ્ટેશને પહોંચતું કરવાનું. ૨૩ એ જ પૃ. ૭૩-૭૪. ૨૪ એ જ પૃ. ૮૫-૮૬, ૨૫ એ જ રૃ, ૮૬-૯૧. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy